આપણું ગુજરાતમનોરંજન

સાળા Anant Ambaniના લગ્નમાં જીજાજી Anand Piramal જોવા મળ્યા આ કામ કરતાં…

Anant Ambani-Radhika Merchantના પ્રિ વેડિંગ બેશની ધામધૂમથી આજે શરૂઆત થઈ ગઈ છે અને દેશ-વિદેશથી મહેમાનો પણ પહોંચી ગયા છે. ગુજરાતનું જામનગર આજે પોપસ્ટાર રિહાનાના પર્ફોર્મન્સથી ગાજી ઉઠશે અને દરમિયાન મહેમાનોની અવરજવરનો સિલસિલો હજી ચાલી જ રહ્યો છે. પણ આપણે અહીં વાત કરવાના છીએ Mukesh Ambani’s Son In Law Anand Piramalની…

Mukesh Ambaniના જમાઈરાજ Anand Piramal પણ પોતાના નાના સાળાના લગ્નમાં હાજરી આપવા જામનગર પહોંચ્યા હતા. જામનગર પહોંચતા જ તેમણે કંઈક એવું કર્યું હતું કે જેને કારણે તેમનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. આવો જોઈએ એવું તે શું કર્યું Anand Piramalએ…

વાત જાણે એમ છે કે જામનગર ખાતે અનંત અને રાધિકાના પ્રિ વેડિંગ ફંક્શનમાં આવનારા મહેમાનોની એકદમ જમકર ખાતરદારી કરવામાં આવી રહી છે અને મુકેલ અંબાણીના જમાઈ આનંદ પિરામલ પણ જામનગર પહોંચી ગયા છે. ઈવેન્ટના લોકેશન પર પહોંચતા જ આનંદે કરવામાં આવેલી તૈયારીઓનું નિરીક્ષણ કર્યું હતું અને તેમને પોતાની ટીમ સાથે વાત કરતાં પણ વીડિયોમાં જોઈ શકાય છે. ફ્લોરલ પ્રિન્ટના આઉટફિટમાં આનંદ પિરામલ એકદમ અંબાણી પરિવારના પરફેક્ટ જમાઈરાજ લાગી રહ્યા છે.

આનંદની સાથે સાથે મુકેશ અંબાણીના ભાઈ Anil Ambani પણ સેલિબ્રેશનમાં ભાગ લેવા જામનગર પહોંચ્યા છે અને તેમણે પેપ્ઝને પોઝ પણ આપ્યા હતા. અનિલની સાથે સાથે જ તેમના પત્ની ટીના અને બંને દીકરા અનમોલ અને અંશુલ સાથે સેલિબ્રેશનમાં પહોંચ્યા હતા. બધાના ચહેરા પર ખુશી ઝલકાઈ રહી છે.


અંબાણી પરિવારના સાથે સાથે અજય દેવગણ પોતાની દીકરી ન્યાસા અને ભાણેજ અમન સાથે પહોંચ્યા છે. જ્યારે અમેરિકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની દીકરી ઈવાન્કા ટ્રમ્પ પણ જામનગર પહોંચી છે. ઈવાન્કા અંબાણી પરિવારની ટીમ સાથે એરપોર્ટથી વેન્યુ પર જતી જોવા મળી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button