Anant Ambaniના લગ્નમાં આ રીતે પહોંચ્યો Aamir Khan, લોકોએ કહ્યું…
Anant Ambani-Radhika Merchantના લગ્નના પ્રિ-વેડિંગ બેશની શરૂઆત થઈ ગઈ છે અને સવારથી જ મુંબઈ એરપોર્ટ અને જામનગર એરપોર્ટ પર સેલેબ્સ અને જાણીતી હસતીઓનો જામ જોવા મળી રહ્યો છે. આ બધા વચ્ચે બોલીવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ Aamir Khan પણ પહોંચ્યો હતો કે લોકોને Ranvir Singhની યાદ આવી ગઈ હતી. આવો જોઈએ આખરે એવું તે શું કર્યું આમિર ખાને…
આમિર ખાન પણ અનંત અને રાધિકાના લગ્નમાં હાજરી આપવા માટે જામનગર પહોંચ્યો હતો. મિસ્ટર પરફેક્શનિસ્ટ આ સમયે એકદમ ખાસ અંદાજમાં એરપોર્ટ પર જોવા મળ્યા હતા પરંતુ યુઝર્સ અને ફેન્સને તેવો આ ખાસ અંદાજ કંઈ ખાસ પસંદ આવ્યો હોય એવું લાગતું નથી. આમિર ખાન એવા આઉટફિટ્સ પહેરીને ઈવેન્ટમાં હાજરી આપવા પહોંચ્યો હતો કે લોકોએ એની સરખામણીએ રણવીર સાથે કરી હતી.
આમિરે હંમેશની જેમ જ એરપોર્ટ પર હાથ જોડીને બધાનું અભિવાદન કર્યું હતું પણ પેપ્ઝ અને ફેન્સનું ધ્યાન તેના કપડાં પર ગયું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે આમિર ખાનની ફિલ્મ લાપતા લેડિઝ રિલીઝ થઈ ગઈ છે અને લોકો આ ફિલ્મને ખૂબ જ પસંદ કરી રહ્યા છે. આમિર ખાન આ ફિલ્મના પ્રોડ્યુસર છે અને કિરણ રાવે તેનું નિર્દેશન કર્યું છે.
આમિર ખાનના કપડાં જોઈને લોકોએ તેની સરખામણી રણવીર સિંહ સાથે કરી હતી. રણવીર સિંહ પણ અવારનવાર અળવીતરાં કપડાંમાં જોવા મળતો હોય છે અને આમિરે પણ જાણે એને ફોલો કરતો હોય એમ આવા કપડાં પહેરીને પહોંચ્યો જામનગર પહોંચ્યો હતો.