આપણું ગુજરાત

Gujaratની BJP સરકારે 27 વર્ષમાં એક પણ સરકારી મેડિકલ કૉલેજ ખોલી નથી બોલો

ગાંધીનગર: The BJP government of Gujarat has not opened a single government medical college in 27 years વિકાસના મોડેલ ગુજરાતની ડબલ એન્જિન સરકારે વિધાનસભાગૃહમાં એક ખુલાસો કર્યો છે, જે ચોંકાવનારો છે. સરકારે જણાવ્યું કે વર્ષ 1995 પછી રાજ્ય સરકારે એકેય સરકારી મેડિકલ કોલેજ શરૂ કરી નથી જ્યારે બીજી બીજી બાજુ છેલ્લા એક જ વર્ષમાં ચાર ખાનગી મેડિકલ કોલેજોને મંજૂરી આપી છે.

27 વર્ષથી સતત રાજ્યનું સૂકાન સંભાળતી ભાજપ સરકારે એકેય સરકારી મેડિકલ કોલેજ શરૂ નથી. વિધાનસભા ગૃહમાં આરોગ્ય પ્રધાનએ કબૂલાત કરી કે વર્ષ 1871માં બી.જે. મેડિકલ કોલેજ અમદાવાદ, વર્ષ 1949માં સરકારી મેડિકલ કોલેજ વડોદરા, વર્ષ 1964માં સરકારી મેડિકલ કોલેજ સુરત, વર્ષ 1954માં એમ.પી. શાહ મેડિકલ કોલેજ જામનગર, વર્ષ 1995માં પીડિયુ મેડિકલ કોલેજ જામનગર, અને વર્ષ 1995માં સરકારી મેડિકલ કોલેજ ભાવનગરમાં શરૂ કરવામાં આવી હતી. આમ 1995થી લઈને આજ સુધી કોઈ વધારાની સરકારી મેડિકલ કોલેજ બનાવવામાં આવી નથી. આરોગ્ય વિભાગે હજી એક ખુલાસો કર્યો છે કે છેલ્લા બે વર્ષમાં એકેય સરકારી કોલેજને મંજૂરી પણ આપવામાં આવી નથી એની સામે ચાર ખાનગી મેડિકલ કોલેજોને મંજૂરી અપાઈ છે.

હાલ સરકારી મેડિકલોમાં કુલ મળીને 1400 સ્નાતક બેઠકો અને 1329 અનુસ્નાતક બેઠકો છે. જ્યારે ખાનગી મેડિકલ કોલેજોમાં 3500 સ્નાતક બેઠકો અને 1318 અનુસ્નાતક બેઠકો છે. આથી ચિત્ર ચોખ્ખુ દેખાઈ આવે છે કે સરકારી મેડિકલ કોલેજો કરતા ખાનગી મેડિકલ કોલેજોની બેઠકોનું પ્રમાણ વધારે છે અને ડોક્ટર બનવા ઈચ્છતા વિદ્યાર્થીઓ અને વાલીઓએ લાખોનો ખર્ચ કરવા પર મજબૂર થઈ ગયા છે.

વિધાનસભાગૃહમાં જ્યારે વિપક્ષે ફીને લઈને પ્રશ્નો ઊભા કર્યા ત્યારે આરોગ્ય પ્રધાને વિદ્યાર્થીઓને તેમના અનુરૂપ સ્કોલરશીપ અપાય છે કહીને વાતને ટાળવાની કોશિશ કરી હોવાના આક્ષેપો વિપક્ષે કર્યા હતા. અત્રે ખાસ ઉલ્લેખનીય છે કે સરકારી મેડિકલ કોલેજમાં સ્નાતકની વાર્ષિક ફી રૂ. 30,000 આસપાસ હોય છે, જ્યારે બીજી બાજુએ ખાનગી મેડિકલ કોલેજમાં સ્નાતક- અનુસ્નાતકની ફીનું ધોરણ રૂ. 6 લાખથી માંડીને રૂ. 18 લાખ (વાર્ષિક) સુધીની છે જેની અડધી પણ સ્કોલરશીપ મળતી ન હોવાનું પણ વિપક્ષે કહ્યું હતું.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button