સ્પોર્ટસ

પહેલી ટેસ્ટમાં કૅમેરન ગ્રીનના 174 સામે ન્યૂ ઝીલૅન્ડની આખી ટીમના 179 રન!

વેલિંગ્ટન: થોડા મહિનાઓથી બ્રેન્ડન મૅક્લમના હુલામણા નામ ‘બાઝ’ પરથી બાઝબૉલ અપ્રોચ જે રીતે વાઇરલ થયો છે એના પરથી હવે તો કોઈ પણ બૅટર છગ્ગા-ચોક્કાનો વરસાદ વરસાવે

એટલે તેની ઇનિંગ્સને બાઝબૉલ તરીકે જ ઓળખવામાં આવતી હોય છે. વેલિંગ્ટનમાં કમાલ થઈ ગઈ. ઑસ્ટ્રેલિયાનો આક્રમક બૅટર કૅમેરન ગ્રીન ધમાકેદાર ઇનિંગ્સમાં પાંચ સિક્સર અને 23 ફોરની મદદથી 174 રન બનાવીને અણનમ રહ્યો, પણ ત્યાર પછી ન્યૂ ઝીલૅન્ડની આખી ટીમ ગ્રીનથી વધુ માત્ર પાંચ રન બનાવી શકી અને 179 રનના સ્કોર પર આઉટ થઈ ગઈ. બની શકે કે કિવીઓ ફટાફટ ક્રિકેટના પ્રભાવમાં એક પછી એક વિકેટ ગુમાવી બેઠા હતા. પરિણામ એ આવ્યું કે ઑસ્ટ્રેલિયનોનું આ મૅચમાં પ્રભુત્વ ચાલુ જ રહ્યું છે.

પ્રથમ ટેસ્ટ ગુરુવારે શરૂ થઈ અને ઑસ્ટ્રેલિયાએ એ દિવસે રમતના અંત સુધીમાં નવ વિકેટે 279 રન બનાવ્યા હતા. શુક્રવારે કાંગારૂઓની ટીમ ગ્રીનના 179 રનની મદદથી બનેલા કુલ 383 રનના સ્કોર પર ઑલઆઉટ થઈ ગઈ, પણ પેસ બોલર મૅટ હેન્રીનો પાંચ વિકેટનો તરખાટ એળે ગયો હતો, કારણકે સૌથી અનુભવી બૅટર કેન વિલિયમસન જબરદસ્ત મૂંઝવણને પગલે ઝીરો પર જ રનઆઉટ થઈ ગયા બાદ આખી કિવી ટીમનો 179 રનમાં વીંટો વળી ગયો હતો અને ઑસ્ટ્રેલિયાએ 204 રનની લીડ લીધી. પૅટ કમિન્સની ટીમે બીજા દાવમાં ફક્ત 13 રનમાં બે વિકેટ ગુમાવી દીધી એ અલગ વાત છે, પણ બે જ દિવસમાં જો બે ઇનિંગ્સ પૂરી થઈ ગઈ અને ત્રીજી ઇનિંગ્સ શરૂ પણ થઈ ગઈ હતો હવે આ મૅચનું પરિણામ તો નક્કી છે જ, ઑસ્ટ્રેલિયનો ન્યૂ ઝીલૅન્ડને મોટો ટાર્ગેટ આપીને હરાવી પણ શકે છે.

ટિમ સાઉધીની ટીમને 200 રન પણ ન કરવા દેવામાં ઑસ્ટ્રેલિયાના સ્પિનર નૅથન લાયન (8.1-1-43-4)નું સૌથી મોટું યોગદાન હતું. જૉશ હૅઝલવૂડે બે વિકેટ લીધી હતી અને બાકીના ત્રણ બોલરને એક-એક વિકેટ મળી હતી. ટૂંકમાં, ઑસ્ટ્રેલિયાના પાંચેય બોલરને વિકેટ મળી. ગ્લેન ફિલિપ્સના 71 રન અને ચાર સિક્સર તથા ત્રણ ફોરની મદદથી 42 રન બનાવનાર મૅટ હેન્રીની આક્રમક ઇનિંગ્સની જાણે કોઈ અસર જ નહોતી દેખાઈ.

ટિમ સાઉધીએ સ્ટીવ સ્મિથ (0)ને અને માર્નસ લાબુશેન (2)ને વહેલા પૅવિલિયન ભેગા કરી દીધા, પણ શનિવારે ઉસમાન ખ્વાજા તેમ જ કૅમેરન ગ્રીન, ટ્રેવિસ હેડ, મિચલ માર્શ, વગેરે બૅટર્સ મોટી ઇનિંગ્સ રમીને કિવીઓને તોતિંગ લક્ષ્યાંક અપાવવામાં મોટી ભૂમિકા ભજવી શકે એમ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…