Ambani Wedding: Pregnant Deepikaનું ધ્યાન આ રીતે રાખ્યું Ranveerએ
Bollywoodના celebrated couple દીપિકા પદુકોણ અને રણવીર સિંહ માતા-પિતા બનવાના છે. ગુરુવારે જ દીપિકાએ મસ્ત એવી ટ્વીટ શેર કરી આ ન્યૂઝ કન્ફર્મ કર્યા અને ડ્યૂ ડેટ સપ્ટેમ્બર હોવાનું પણ ફેન્સને કહ્યું. દીપિકાની આ ટ્વીટ બાદ બોલીવૂડના સ્ટાર્સ સાથે ફેન્સ પણ ખૂબ ખુશ થયા છે. દિપીકાને ત્રણ મહિનાની પ્રેગનન્સી હોવાનું જાણવા મળ્યું છે ત્યારે સ્વાભાવિક છે કે પતિ રણવીરની જવાબદારી વધી જાય છે ત્યારે રણવીરે એક કેરિંગ હસબન્ડની જેમ દીપિકાનું ધ્યાન રાખ્યું હોવાનો વીડિયો વાયરલ થયો છે જે જોઈને લોકો તેના ફેન બની ગયા છે.
વાત એમ છે કે જામનગર ખાતે અંબાણી પરિવારે સૌને અનંત અને રાધિકાના લગ્ન માટે આમં6ણ આપ્યું છે. આજથી શરૂ થતા ત્રણ દિવસના ફંકશન માટે મહેમાનો ગઈકાલથી આવી રહ્યા છે. જામનગરનું એરપોર્ટ એક પછી એક સિતારાઓના આગમનથી ઝળકી રહ્યું છે ત્યારે સ્થાનિકો એરપોર્ટ બહાર પોતાના ફેવરીટ સ્ટાર્સને જોવા ભીડ જમાવે છે. આવું જ થયું જ્યારે રણવીર અને દીપિકા એરપોર્ટમાંથી બહાર લાગ્યા ત્યારે ફેન્સે ચિચિયારીઓ કરી હતી અને કપલને નજીકથી જોવા, સેલ્ફી પાડવા, હાથ મિલાવવા ધક્કામુક્કી કરી હતી. આવામાં સિક્યોરિટી હોવા છતાં રણવીરે દીપિકાને પોતાના બે હાથથી કોર્ડન કરી લીધી હતી અને ફેન્સને તેનાથી બચાવી કાર સુધી લઈ ગયો હતો. જોકે રણવીર ખૂબ સ્પોર્ટિંગ મૂડમાં હતો અને તે ફેન્સ સાથે હાથ મિલાવતો હતો અને દિપીકા પણ હસીને બધા સામે જોતી હતી. બન્નેએ વ્હાઈટ કપડામાં ટ્યૂનિંગ કર્યું હતું અને કપલ ખૂબ ક્યૂટ લાગતું હતું.