ક્રાઇમ થ્રિલર ફિલ્મ ‘Drishyam’ની સવારી ઉપડી Hollywoodમાં…
મુંબઈ: સાઉથના સુપરસ્ટાર મોહનલાલ અને જીતુ જોસેફે વર્ષ 2013માં ઉત્તમ ક્રાઈમ થ્રિલર (Superhit crime-thriller Drishyam) ફિલ્મ ‘દ્રશ્યમ’ બનાવી હતી. આ ફિલ્મને સારો પ્રતિસાદ મળ્યો હતો અને તેમાં અભિનેતા અજય દેવગન મુખ્ય ભૂમિકામાં હતા. આ ફિલ્મના બંને ભાગ જોરદાર હિટ રહ્યા હતા. આ ફિલ્મોએ બોક્સ ઓફિસ પર જોરદાર ધમાલ મચાવી હતી. થોડા દિવસો પહેલા તેનો ત્રીજો ભાગ બનાવવાની પણ જાહેરાત કરવામાં આવી હતી.
ફિલ્મ ‘દ્રશ્યમ’ હિન્દી, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષાઓમાં બની છે. હવે એવા સમાચાર મળે છે કે અજય દેવગનની ફિલ્મ પણ કોરિયન ભાષામાં રિમેક કરવાની યોજના છે. આવી સ્થિતિમાં ‘દ્રશ્યમ’ની હોલીવુડ રિમેકને લઈને નવી માહિતી સામે આવી છે. પેનોરમા સ્ટુડિયોએ હોલીવુડમાં ફિલ્મની રિમેક બનાવવા માટે ગલ્ફસ્ટ્રીમ પિક્ચર્સ અને ઝોટ ફિલ્મ્સ સાથે કરાર કર્યો છે.
બોલીવુડની ફિલ્મ હોલીવુડમાં રીમેક થવાના સમાચારથી ચાહકો ઉત્સાહિત છે. આ ફિલ્મની લોકપ્રિયતા માત્ર ભારતમાં જ નહીં, પરંતુ ચીનમાં પણ હતી અને ફિલ્મને જબરદસ્ત પ્રતિસાદ મળ્યો હતો. એટલું જ નહીં, આશા છે કે હોલીવુડની રિમેકની સાથે આ ફિલ્મને સ્પેનિશ ભાષામાં પણ ડબ કરવામાં આવશે. પેનોરમા સ્ટુડિયોના ચેરમેન અને ડિરેક્ટર કુમાર મંગત પાઠકે આ માહિતી આપી છે.
‘દ્રશ્યમ’ સિક્વલની પ્રથમ ફિલ્મ વર્ષ 2013માં રિલીઝ થઈ હતી, જે જીતુ જોસેફ દ્વારા લખવામાં અને નિર્દેશિત કરવામાં આવી હતી. બાદમાં આ ફિલ્મ ચાર અલગ-અલગ ભાષાઓમાં રિમેક કરવામાં આવી હતી.
અજય દેવગન, તબ્બુ, શ્રેયા સરન, અક્ષય ખન્નાએ હિન્દી રિમેકમાં કામ કર્યું છે. મૂળ મલયાલમ ભાષા સિવાય અન્ય ભાષાઓમાં રીમેકને પણ દર્શકોનો સારો પ્રતિસાદ મળ્યો હતો. હવે દર્શકો આ ફિલ્મની ત્રીજી સિક્વલ અને હોલીવુડ રિમેકની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.