ટોપ ન્યૂઝનેશનલ

PM Modiએ ઝારખંડને આપી 35,700 કરોડની યોજના ભેટ

રાંચીઃ પીએમ મોદીએ આજે ઝારખંડમાં રૂ. 35,700 કરોડના મૂલ્યના અનેક પ્રોજેક્ટના ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા હતા. આજે સવારે લગભગ 12 વાગ્યે વડાપ્રધાન મોદી ઝારખંડના ધનબાદમાં સિંદરી પહોંચ્યા હતા, જ્યાં તેમણે એક જાહેર કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ દરમિયાન તેમણે ઝારખંડને રૂ. 35,700 કરોડની અનેક વિકાસ યોજનાઓ ભેટમાં આપી હતી. આ વિકાસ યોજનાઓ ખાતર, રેલ, પાવર અને કોલસા ક્ષેત્રો સાથે સંબંધિત છે.

પીએમ મોદીએ 8900 કરોડથી વધુના ખર્ચે વિકસિત હિન્દુસ્તાન ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ લિમિટેડ પ્લાન્ટ (HURL)ને રાષ્ટ્રને સમર્પિત કર્યો હતો, જે યુરિયા ક્ષેત્રમાં આત્મનિર્ભરતા તરફનું એક મોટું પગલું છે આનાથી દેશમાં સ્વદેશી યુરીયા ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોને ફાયદો થશે. ગોરખપુર અને રામાગુંડમ ખાતે ખાતરના પ્લાન્ટ બાદ દેશમાં શરૂ થનારો આ ત્રીજો ખાતર પ્લાન્ટ છે. ગોરખપુર અને રામાગુંડમ ખાતર પ્લાન્ટને પીએમ મોદી દ્વારા અનુક્રમે ડિસેમ્બર 2021 અને નવેમ્બર 2022માં રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવ્યા હતા.


આ ઉપરાંત પીએમ મોદીએ ઝારખંડમાં 17,600 કરોડ રૂપિયાથી વધુ ની કિંમતના અનેક રેલવે પ્રોજેક્ટનું ઉદ્ઘાટન અને શીલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટમાં સોન નગર એંધલ તોરી-શિવપુર પ્રથમ અને બીજી અને બિરાટોલી- શિવપુર ત્રીજી રેલવે લાઇન ઉપરાંત મોહનપુર હાંસદીહા નવી રેલવે લાઈન, ધનબાદ ચંદ્રપુરા રેલવે લાઇનને જોડતી ત્રીજી અને ચોથી લાઈનનો સમાવેશ થાય છે. આ પ્રોજેક્ટમાં રાજ્યમાં રેલવે સેવાઓનો વ્યાપ વધારવામાં આવશે જેનાથી આ પ્રદેશનો સામાજિક અને આર્થિક વિકાસ થશે. વડાપ્રધાને દેવઘર-દિબ્રુગઢ ટ્રેન સેવા, ટાટા નગર અને બદમપહાર વચ્ચેની મેમુ ટ્રેન સેવા અને શિવપુર સ્ટેશનથી વધુ ડબ્બાવાળી માલગાડી ટ્રેન સહિત ત્રણ ટ્રેનોને લીલી ઝંડી બતાવી હતી.


પીએમ મોદીએ ઉત્તર કરણપુરા સુપર થર્મલ પાવર પ્રોજેક્ટ ઝારખંડમાં ચતરાનો યુનિટ વન સહિત અનેક મહત્વપૂર્ણ પાવર પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યા હતા. 7500 કરોડથી વધુના ખર્ચે વિકસિત કરવામાં આવેલા આ પ્રોજેક્ટથી આ પ્રદેશમાં વીજળી પુરવઠામાં સુધારો થશે.


આ ઉપરાંત પીએમ મોદીએ રામગઢ જિલ્લામાં કોલ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની સેન્ટ્રલ કોલ ફિલ્ડ લિમિટેડના કોલ હેન્ડલિંગ પ્લાન્ટનું પણ ઉદ્ઘાટન કર્યું હતું. પીએમ મોદી આવતીકાલે બિહારમાં 21,400 કરોડ રૂપિયાની અનેક વિકાસ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કરશે.


આ દરમિયાન એક જનસભાને સંબોધતા પીએમ મોદીએ જણાવ્યું હતું કે આજે અહીં સીંદરી ખાતે ખાતરની ફેક્ટરીનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. મેં સંકલ્પ લીધો હતો કે હું સીંદરીમાં ખાતરનું કારખાનું જરૂર શરૂ કરીશ એ મોદીની ગેરંટી હતી અને આજે મેં એ ગેરંટી પૂરી કરી છે. વડાપ્રધાને એમ પણ જણાવ્યું હતું કે છેલ્લા દસ વર્ષમાં આદિવાસી સમાજ ગરીબ યુવાનો અને મહિલાઓને સર્વોચ્ચ પ્રાથમિકતા બનાવીને સરકારે ઝારખંડ માટે કામ કર્યું છે. દેશને 2047 પહેલા વિકસિત કરવાનો છે. હાલમાં દેશના આર્થિક પ્રગતિના જે આંકડા આવ્યા છે તે ઘણા પ્રોત્સાહજનક છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા… આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે?