નેશનલ

ભોપાલથી પ્રજ્ઞા ઠાકુરની જગ્યાએ શિવરાજ, શત્રુઘ્ન સિંહા સામે ભોજપુરી સ્ટાર પવન સિંહ… ભાજપની 100 ઉમેદવારોની પ્રથમ યાદી ફાઈનલ

નવી દિલ્હીઃ લોકસભા ચૂંટણીની તૈયારી કરી રહેલી ભાજપે તેના 100 ઉમેદવારોના નામ લગભગ ફાઈનલ કરી લીધા છે. મોડી રાત સુધી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક ચાલી હતી જેમાં પીએમ મોદીએ પણ ભાગ લીધો હતો. પીએમ મોદી 11 વાગે સેન્ટ્રલ ઓફિસ આવ્યા અને સવારે 3.30 વાગે નીકળી ગયા. બેઠકમાં પ્રથમ યાદી અંગે ચર્ચા કરવામાં આવી હતી. સૂત્રોનું કહેવું છે કે એક-બે દિવસમાં પ્રથમ યાદી આવી શકે છે.

આ યાદીમાં પીએમ મોદી (વારાણસી), ગૃહ પ્રધાન અમિત શાહ (ગાંધીનગર), રાજનાથ સિંહ (લખનઊ) સહિતના હાઈપ્રોફાઈલ ઉમેદવારોના નામ ફાઈનલ કરવામાં આવ્યા છે અને 2019માં જે ‘નબળી’ બેઠકો ભાજપે હારી હતી તેના પર ફોકસ કરવામાં આવ્યું છે. મોડી રાત્રે CECની બેઠકમાં જે રાજ્યો પર ચર્ચા કરવામાં આવી હતી તેમાં યુપી, એમપી, ઉત્તરાખંડ, ગુજરાત, આસામ, તેલંગાણા, કેરળ અને અન્યનો સમાવેશ થાય છે. કેન્દ્રીય પ્રધાન કે જેઓ રાજ્યસભાના સાંસદ છે અને આગામી ચૂંટણી લડી શકે છે તેમાં ભૂપેન્દ્ર યાદવ, જ્યોતિરાદિત્ય સિંધિયા, નિર્મલા સીતારમણ, ધર્મેન્દ્ર પ્રધાન, સર્બાનંદ સોનોવાલ, વી મુરલીધરનનો સમાવેશ થાય છે. ભાજપ ઘણા મહિલા ચહેરાઓ સહિત નવા ચહેરાઓ પર ધ્યાન કેન્દ્રિત કરશે.


બંગાળના આસનસોલમાં TMCના સાંસદ શત્રુઘ્ન સિંહાનો મુકાબલો કરવા ભોજપુરી સ્ટાર પવન સિંહ સહિત કેટલાક સેલિબ્રિટી ચહેરાઓને મેદાનમાં ઉતારવા વિશે પણ મંથન કરવામાં આવ્યું છે. દિલ્હીમાં પાર્ટી ઓછામાં ઓછા ત્રણ વર્તમાન સાંસદોને બદલવાની તૈયારી કરી રહી છે.


તામિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈ ચૂંટણી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે. આ સિવાય મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સિંહ ચૌહાણને ભોપાલથી મેદાનમાં ઉતારવામાં આવી શકે છે. હાલમાં ભોપાલથી ભાજપના સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર છે જે ઘણીવાર વિવાદોમાં રહે છે. આ સિવાય તેલંગાણામાં બીજેપીના વર્તમાન સાંસદો બંડી સંજય, જી કિશન રેડ્ડી અને અરવિંદ ધર્મપુરીને ફરીથી મેદાનમાં ઉતારવામાં આવશે.


આસામમાં સાથી પક્ષોને ત્રણ બેઠકો મળશે. આ બેઠકમાં વિવિધ રાજ્યોને લઈને પણ ચર્ચા થઈ હતી. બેઠકમાં રાજસ્થાન પર પણ ચર્ચા થઈ હતી અને આ દરમિયાન સીએમ ભજનલાલ, વસુંધરા રાજે અને સતીશ પુનિયા પણ બેઠકમાં હાજર હતા. આસામ માટે એવું નક્કી કરવામાં આવ્યું હતું કે 3 બેઠકો ભાજપના સાથી પક્ષોને આપવામાં આવશે જ્યારે 2 બેઠકો આસામ ગણ પરિષદને અને 1 બેઠક એપીપીએલને આપવામાં આવશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ