પિતા જ બન્યો પુત્રીનો હત્યારો, બાળકીનું ગળું દબાવી રોક્યા શ્વાસ
અમદાવાદ: મહિલા દિવસને આડા જ્યારે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, 8 માર્ચના આખો દેશ મહિલાઓના માન, સન્માન અને સમાનતાની વાતો વાગોળશે ત્યારે અમદાવાદ શહેરના સરસપપુર ખાતે આવેલ શારદાબેન હોસ્પીટલમાં એક અત્યંત કરૂણ ઘટના બની છે. એક સગા પિતાએ પોતાની 5 માસની બાળકીનું ગળું દાબીને શ્વાસ રોકી દીધા છે.
અમદાવાદ શહેરના ગોમતીપુર વિસ્તારમાં ગાજી ગફારની ચાલીમાં રહેતા 25 વર્ષના કુરેશાબાનુ અન્સારીના લગ્ન 2020માં અન્સાર અહેમદ સાથે થયા હતા. લગ્નના 3 વર્ષ બાદ ગત 19મી ઓકટોબરના રોજ એક બાળકીનો જન્મ થયો જેનું નામ ઇકરાનુર રાખ્યું. વિકૃત વિચાર ધરાવતો અન્સાર અહેમદ પુત્રનો લાલી હતો જ્યારે તેના ઘરે પુત્રીનો જન્મ થયો તે ટેન જરાય પસંદ પડ્યું નહી. તેથી તે ઈકરનૂરનું ધ્યાન રાખતો નહતો અને માસૂમ બાળકીને માર પણ મારતો હતો.
ગત બુધવારે માતા કુરેશબાનુ સીજેરિયનના ટાંકા ખોલાવવા માટે સવારે સાડા 10 વાગ્યે શારદાબેન હોસ્પિટલ ખાતે ગ્યાં હતા. 11 વાગ્યે સોનોગ્રાફી માટે માતા કુરેશાબાનુને બોલાવવામાં આવ્યા તેથી તેમણે પુત્રી ઇકરાનુરને પતિ અન્સાર અહેમદને સાચવવા માટે આપી હતી. સાડા 11 વાગ્યે માતા કુરેશાબાનુ બહાર આવી ત્યારે તેને પતિ કે પુત્રી કોઈ નજરે ચડ્યા નહોતા. તેને પોતાના પતિને ફોન કર્યો તે કોઈ અન્ય કોઈએ ઉપાડયો અને તેમણે શારદાબેન હોસ્પિટલના પોલીસ ટેબલ પર બોલાવમાં આવ્યા હતા. ત્યાંથી તેમણે બાળકોના વોર્ડમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં સામે જ તેમની પુત્રી ઇકરાનુરનો મૃતદેહ પડ્યો હતો. તેના ગળા પર નિશાન હતા, પછી જાણવા મળ્યું કે ઇકરાનુર જ્યારે ખૂબ રડતી હતી ત્યારે અન્સાર અહેમદે કંટાળીને તેનું ગળું દબાવી દીધું હતું. આ સમયે ત્યાં હજાર લોકોએ બાળકીને છોડાવીને સારવાર માટે મોકલી આપી હતી. પરંતુ ત્યાં તો ઘણી વાર થઈ ચૂકી હતી, બાળકીએ દમ તોડી દીધો હતો.
આ અંગેની જાણ થતાં સરસપુરના શહેરકોટડા પોલીસે ગુનો નોંધીને હત્યારા પિતા અન્સાર અહેમદની ધરપકડ કરી છે. ફરિયાદમાં માતા કુરેશાબાનુએ કહ્યું કે આની પહેલા જ્યારે ઇકરાનુર અઢી માસની હતી ત્યારે પણ તેના પિતાએ તેનું ગળું દાબીને મારી નાખવાની કોશિશ કરી હતી. આ મામલે તે ગોમતીપુર પોલીસ સ્ટેશને ગઈ હતી અને અન્સાર અહેમદે માફી માંગતા તેમણે સમાધાન કર્યું હતું. પરંતુ ત્યારે કરેલું આ સમાધાન આજે ઇકરાનુરના મોતનું કારણ બની ગયું છે.