નેશનલવિધાનસભા સંગ્રામ ૨૦૨૪

Karnataka: લોકસભા ચૂંટણી પહેલા કર્ણાટકમાં જાતી વસ્તી ગણતરી રીપોર્ટ સબમિટ કરાયો, આ બે મોટા સમુદાય નારાજ

બેંગલુરુ: કર્ણાટક રાજ્ય પછાત વર્ગ આયોગના અધ્યક્ષ કે. જયપ્રકાશ હેગડેએ ગુરુવારે મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને ‘સામાજિક-આર્થિક અને શિક્ષણ સર્વેક્ષણ અહેવાલ’ સુપરત કર્યો હતો. આ રીપોર્ટને સામાન્ય રીતે ‘જાતિ વસ્તી ગણતરી’ (caste based census report) કહેવામાં આવે છે, આ અહેવાલને બાબતે રાજકીય વિવાદ પણ ઉભો થયો છે. જો કે અહેવાલ હજુ સુધી તે જાહેર કરવામાં આવ્યો નથી. રાજકીય રીતે પ્રભાવશાળી લિંગાયત અને વોક્કાલિગા સમુદાયોએ 2017માં અગાઉની સિદ્ધારમૈયા સરકાર દ્વારા કરાયેલા સર્વે સામે વાંધો ઉઠાવ્યો હતો.

OBC કમિશનના અધ્યક્ષ જયપ્રકાશ હેગડે તેમના કાર્યકાળના છેલ્લા દિવસે ગઈ કાલે ગુરુવારે બપોરે 2.45 વાગ્યે બેંગલુરુમાં વિધાનસભા પહોંચ્યા હતા અને મીડિયાને સંબોધતા પહેલા તેઓ મુખ્ય પ્રધાન સિદ્ધારમૈયાને મળ્યા હતા. તેમણે કહ્યું, “અમે રિપોર્ટ સુપરત કરી દીધો છે. મુખ્ય પ્રધાનએ કહ્યું કે તેઓ તેને આગામી કેબિનેટમાં રજૂ કરશે અને નિર્ણય લેશે.”


સૂત્રોનું જણાવ્યા મુજબ આ રિપોર્ટથી રાજ્યના સૌથી મોટા વોટિંગ બ્લોક તરીકે લિંગાયત સંપ્રદાય અને અન્ય પછાત જાતિ વોક્કાલિગા સમુદાય નારાજ થઈ શકે છે.


અગાઉના વર્ષોમાં પ્રકાશિત થયેલા અહેવાલો અનુસાર, સર્વેમાં અનુસૂચિત જાતિને સૌથી વધુ વસ્તી ધરાવનાર તરીકે સ્થાન આપવામાં આવ્યું છે, ત્યારબાદ મુસ્લિમો, ત્યારબાદ લિંગાયતો, પછી વોક્કાલિગાસ અને પછી અન્ય જાતિઓ છે. તેથી આ અહેવાલનો ભારે વિરોધ થઈ રહ્યો છે.


કર્ણાટકના બે પ્રભાવશાળી સમુદાયો વોક્કાલિગા અને લિંગાયતે આ સર્વેને નકારવાની માંગ કરી છે. રાજ્ય કોંગ્રેસના વડા અને નાયબ મુખ્ય પ્રધાન ડીકે શિવકુમાર, જે વોક્કાલિગા જાતિના છે, તેમણે પણ અગાઉ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો. લિંગાયત નેતાઓનું વર્ચસ્વ ધરાવતી ભાજપ પણ આ અહેવાલની વિરુદ્ધ છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button