![stock-market-today-6-june-2024-bse-sensex-crossed-75000-nse-nifty-rises](/wp-content/uploads/2023/11/Stock-Market.webp)
નિલેશ વાઘેલા
મુંબઇ: મજબૂત આર્થિક ડેટાને કારણે સુધરેલા સેન્ટિમેન્ટ વચ્ચે સપ્તાહના અંતિમ દિવસે શેરબજારમાં જોરદાર તેજીનો માહોલ જોવા મળ્યો છે. સવારના સત્રમાં સેન્સેકસમાં સાતસો પોઇન્ટ સુધીનો ઉછાળો નોંધાવ્યા બાદ સેન્સેકસ ૧૦૦૦ પોઇન્ટની છલાંગ સાથે આગળ વધી રહ્યો છે અને નિફ્ટી ૨૨,૩૦૦ની નજીક પહોંચી ગયો છે. નિફ્ટી સત્રના અંતે તેના ૨૨,૨૦૦ના સ્ટ્રોંગ રેઝિસ્ટન્સને પાર કરવામાં સફળ રહેશે તો તેજી આગળ વધશે.
અપેક્ષા કરતાં વધુ ઝડપી સ્થાનિક આર્થિક વૃદ્ધિ અને અપેક્ષિત ધોરણના યુએસ ફુગાવાના ડેટાએ સેન્ટિમેન્ટને વેગ આપ્યો છે. બીએસઈ પર તમામ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઇઝેશન સવારે j રૂ. 3.23 લાખ કરોડ વધીને રૂ. 391.18 લાખ કરોડ સુધી પહોચ્યું હતું, જેમાં ઓર ઉછાળ આવ્યો છે.
ક્ષેત્રીય મોરચે, નિફ્ટી ઓટો 1.2% વધ્યો કારણ કે ઓટો કંપનીઓ ફેબ્રુઆરીના વેચાણના પ્રોત્સાહક ડેટાની જાહેર કરશે એવી અપેક્ષા છે. સવારના સત્રમાં નિફ્ટી મેટલ, પીએસયુ બેંક અને ઓઈલ એન્ડ ગેસ પણ 1%થી વધુ ઉછળ્યા હતા. વ્યાપક બજારમાં પણ આ સત્રમાં ફરી સળવળાટ જોવા મળ્યો હતો.
નિફ્ટી મિડકેપ 100 0.56% વધ્યો, અને નિફ્ટી સ્મોલ કેપ 100 ઇન્ડેક્સ0.74% આગળ વધ્યો છે. નોંધવુ રહ્યું કે નિષ્ણાતો આ વર્ગના શેરના વેલ્યુએશન માટે અનેક વખત ચેતવણી આપી ચૂક્યા છે અને સેબીએ પણ તાજેતરમાં ફંડોને સ્મોલ કેપ સંદર્ભે ચેતવણી આપી છે.
બજારના નિષ્ણાતો અનુસાર જીડીપીના પ્રોત્સાહક ડેટાએ બજારના માનસને મજબૂત ટેકો આપ્યો છે. ભારતીય અર્થતંત્ર ઓક્ટોબર-ડિસેમ્બર ક્વાર્ટરમાં 8.4% વૃદ્ધિ પામ્યું હતું, જે છ ક્વાર્ટરમાં સૌથી ઝડપી ગતિ હતી.
આ ઉપરાંત મજબૂત મેન્યુફેક્ચરિંગ અને કન્સ્ટ્રક્શન એક્ટિવિટીને કારણે રોકાણકારોના વિશ્વાસમાં વધારો થયો હતો, કારણ કે તે અંદાજ કરતાં પણ ઉપર હતી, જેના ડેટા ગુરુવારે બજાર પછી જાહેર થયા છે. ઓટો કંપનીઓનાં માસિક સેલ ડેટાને આધારે આ ક્ષેત્રની કંપનીઓના શેરોમાં હલચલ જોવા મળશે.