આપણું ગુજરાત

Semiconductor in Gujarat: સેમિકન્ડક્ટર નિર્માણ ક્ષેત્રે ગુજરાતની હરણફાળ, આ કંપનીઓ ગુજરાતમાં પ્લાન્ટ સ્થાપશે

ગાંધીનગર: ગુજરાત સરકાર રાજ્યને સેમિકન્ડક્ટર(Semiconductor) મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વિકસાવવા સતત પ્રયત્નો કરી રહી છે. આ માટે દેશમાં સૌપ્રથમ ગુજરાત સરકારે(Gov of Gujarat) સેમિકન્ડક્ટર પોલિસી રજુ કરી હતી, જેનો ફાયદો રાજ્યને થઇ રહ્યો છે. એવામાં ગુજરાતમાં વધુ બે સેમિકન્ડક્ટર પ્લાન્ટ (Semiconductor Plant) સ્થાપવાની જાહેરાત કરવામાં આવી છે. ગુરુવારે વડા પ્રધાન મોદીની અધ્યક્ષતામાં કેન્દ્રીય કેબિનેટે ત્રણ સેમિકન્ડક્ટર એકમોની સ્થાપનાને મંજૂરી આપી હતી, જેમાંથી બે પ્લાન્ટ ગુજરાતમાં સ્થપાશે જ્યારે ત્રીજો પ્લાન્ટ આસામમાં સ્થાપવામાં આવશે.

ટાટા ઈલેક્ટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ(TEPL) અને તાઈવાનની પાવરચિપ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ કોર્પ(PSMC) ધોલેરા ખાતે રૂ. 91,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર પ્લાન્ટની સ્થાપના કરશે. ઉપરાંત CG પાવર જાપાનની રેનેસાસ ઈલેક્ટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલેન્ડની સ્ટાર્સ માઈક્રોઈલેક્ટ્રોનિક્સ સાથેની ભાગીદારી કરીને એક સાણંદમાં રૂ. 7,600 કરોડના રોકાણ સાથે યુનિટ સ્થાપશે. અહેવાલો મુજબ બંને એકમો માટે 100 દિવસમાં બાંધકામ શરૂ થઇ જશે.


ધોલેરા ખાતે TEPL અને PSMC પ્રોજેક્ટની ક્ષમતા 50,000 wafer starts per mont (WSPM)ની હશે. PSMC લોજીક એન્ડ મેમરી ફાઉન્ડ્રી સેગમેન્ટમાં તેની કુશળતા માટે જાણીતું છે અને તાઈવાનમાં છ સેમિકન્ડક્ટર ફાઉન્ડ્રી ધરાવે છે. તેના યુનિટ ઇલેક્ટ્રિક વાહનો (EV), ટેલિકોમ, ડિફેન્સ, ઓટોમોટિવ, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ડિસ્પ્લે, પાવર ઇલેક્ટ્રોનિક્સ વગેરે માટે પાવર મેનેજમેન્ટ ચિપ્સ બનાવશે.


ટાટા સેમિકન્ડક્ટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઇવેટ લિમિટેડ (TSAT) દ્વારા રૂ. 27,000 કરોડના રોકાણ સાથે સેમિકન્ડક્ટર ATMP પ્લાન્ટ સ્થાપવામાં આવશે. તેમાં ફ્લિપ ચિપ અને ISIP (ઈન્ટીગ્રૅટેડ સિસ્ટમ ઇન પેકેજ) ટેક્નોલોજી સહિત સ્વદેશી અદ્યતન સેમિકન્ડક્ટર પેકેજિંગ ટેક્નોલોજી હશે જેની ક્ષમતા દરરોજ 48 મિલિયન યુનિટની હશે. આ ચિપ્સનો ઉપયોગ ઓટોમોટિવ, ઇલેક્ટ્રિક વાહનો, કન્ઝ્યુમર ઇલેક્ટ્રોનિક્સ, ટેલિકોમ, મોબાઇલ ફોન અને અન્ય સેગમેન્ટમાં થશે.


જ્યાર જાપાનની રેનેસાસએ સેમિકન્ડક્ટર ક્ષેત્રની અગ્રણી કંપની છે. માઇક્રોકન્ટ્રોલર્સ, એનાલોગ, પાવર અને સિસ્ટમ ઓન ચિપ (SoC) તેના મહત્વપૂર્ણ ઉત્પાદનો છે. CG પાવર સેમિકન્ડક્ટર યુનિટ, ઇન્ડસ્ટ્રીઅલ, ઓટોમોટિવ અને પાવર એપ્લિકેશન માટે 15 મિલિયન ચિપ્સ પ્રતિ દિવસની ક્ષમતા સાથે ચિપ્સનું ઉત્પાદન કરશે.


અગાઉ, જૂન 2023 માં, કેન્દ્રીય કેબિનેટે ગુજરાતના સાણંદમાં સેમિકન્ડક્ટર યુનિટ સ્થાપવા માટે અમેરિકન કંપની માઈક્રોન (Micron Technology)ના પ્રસ્તાવને મંજૂરી આપી હતી. માઈક્રોન સાણંદ ખાતે પ્લાન્ટ સ્થાપવા માટે રૂ. 22,500 કરોડનું રોકાણ કરશે, જેનું બાંધકામ શરૂ થઈ ગયું છે. આ પ્રોજેક્ટનો ફેઝ-1 વર્ષ 2025 માં કાર્યરત થઇ જશે.
કોરિયન સેમિકન્ડક્ટર ફર્મ સિમ્ટેકે તાજેતરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં સાણંદ ખાતે રૂ. 1,250 કરોડના રોકાણ સેમિકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપવા માટે ગુજરાત સરકાર સાથે એમઓયુ પર હસ્તાક્ષર કર્યા હતા.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button