‘CBIએ Abdul Karim Tundaને નિર્દોષ જાહેર કરવા સામે અપીલ કરવી જોઈએ’: રાજસ્થાન સરકારની કેન્દ્રને અપીલ

અજમેરઃ ફરિયાદી પક્ષ આરોપોને સાબિત કરવા માટે પૂરતા પુરાવા રજૂ કરી શક્યું નથી એમ જણાવીને અજમેરની એક અદાલતે ગુરુવારે લગભગ ત્રણ દાયકા પહેલા દેશભરમાં પાંચ ટ્રેનોમાં થયેલા શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટોના કેસમાં મુખ્ય આરોપી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો હતો. ભાજપના સાંસદ ઘનશ્યામ તિવારીએ ગુરુવારે જણાવ્યું હતું કે રાજસ્થાન સરકારે કેન્દ્રને વિનંતી કરી છે કે તેઓ CBIને 1993ના શ્રેણીબદ્ધ બ્લાસ્ટ કેસમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરવાના નિર્ણયને પડકારતી અપીલ દાખલ કરવા કહે.
“આ કેસની તપાસ CBI દ્વારા કરવામાં આવી હતી અને તે તેમના વકીલ હતા જેમણે કેસની સુનાવણી દરમિયાન એજન્સી માટે દલીલ કરી હતી. રાજસ્થાન સરકારને આ કેસ સાથે કોઈ લેવાદેવા નથી.” જોકે, ન્યાયના હિતમાં, રાજ્ય સરકાર અને મુખ્ય પ્રધાન ભજનલાલ શર્માએ આજે કેન્દ્ર સરકારને વિનંતી કરી છે કે તેઓ સીબીઆઈને આ કેસમાં અપીલ દાખલ કરવા કહે,”
13 મે, 2008 ના રોજ, જયપુર બોમ્બ વિસ્ફોટોમાં 80 થી વધુ લોકો માર્યા ગયા હતા અને 183 થી વધુ ઘાયલ થયા હતા. તે દિવસે જયપુર શહેરમાં કુલ આઠ વિસ્ફોટ થયા હતા, જેનાથી દેશભરમાં આઘાતની લહેર ફેલાઇ ગઇ હતી. આ કેસમાં સીબીઆઇએ ટુંડા પર આરોપો મૂક્યા હતા. આ ઉપરાંત સીબીઆઈએ ટુંડા પર 1992માં બાબરી ઢાંચાને તોડી પાડવાની પ્રથમ વરસી પર થયેલા ચાર ટ્રેન બ્લાસ્ટનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ પણ મૂક્યો હતો. ટુંડા ભારતના મોસ્ટ વોન્ટેડ આતંકવાદી દાઉદ ઈબ્રાહિમના નજીકનો સહયોગી છે.