નવી દિલ્હી: લોકસભાની ચૂંટણી(Loksabha Election) નજીક આવી રહી છે, ટૂંક સમયમાં જ ચુંટણી પંચ તારીખોની જાહેરાત કરી શકે છે. પરંતુ એ પહેલા જ ભારતીય જનતા પાર્ટી(BJP)એ પુર જોશમાં તૈયારીઓ શરુ કરી દીધી છે. ભાજપ આજ કે કાલે ઉમેદવારોના નામની પહેલી લીસ્ટ જાહેર કરી શકે છે. સુત્રોના જણવ્યા મુજબ ભાજપની પ્રથમ યાદીમાં 100થી 120 લોકસભા બેઠકો માટે ઉમેદવારોના નામ જાહેર થઈ શકે છે.
અહેવાલો મુજબ બુધવારે મોડી રાત સુધી ચાલેલી ભાજપની કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠકમાં ઉમેદવારોના નામોને મંજુરી આપવામાં આવી હતી, ગુરુવારે પણ ભાજપ હાઈકમાન્ડની બેઠકોનો થઇ હતી. આ દરમિયાન અલગ-અલગ રાજ્યોના નેતાઓ સાથે વાતચીત કરવામાં આવી હતી અને દરેક અંગે બેઠક પર ચર્ચા કરવામાં આવી હતી.
ગઈ કાલે પ્રથમ બેઠક વડાપ્રધાનના નિવાસસ્થાને 7 વાગ્યાથી શરુ થઇ હતી, જે લગભગ બે કલાક સુધી ચાલી હતી. ત્યારપછી ભાજપ મુખ્યાલય ખાતે કેન્દ્રીય ચૂંટણી સમિતિ (CEC)ની બેઠકમાં 4 કલાક સુધી મંથન કરવામાં આવ્યું હતું. બીજેપી હેડ ક્વાર્ટરમાં 11 વાગ્યાથી સવારે 3 વાગ્યા સુધી ઉમેદવારોના નામ અંગે ચર્ચા ચાલી હતી.
બેઠકો દરમિયાન પ્રથમ યાદીને આખરી ઓપ આપવા માટે ચર્ચા કરવામાં આવી હતી. ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કમાન પોતાના હાથમાં લીધી. તેમણે ગુરુવારે સાંજે 7 વાગ્યે વડા પ્રધાનના નિવાસસ્થાને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને ગૃહ પ્રધાન અમિત શાહ સાથે લાંબી મુલાકાત કરી. જે બાદ તેઓ બીજેપી હેડક્વાર્ટર પહોંચ્યા હતા. સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ, ભૂપેન્દ્ર યાદવ અને રાજ્યોના નેતાઓ અહીં હાજર હતા.
હાલમાં આ ચૂંટણીમાં પાર્ટી કેટલાક જૂના નેતાઓની ટિકિટ કાપે છે કે ઉમેદવારોની પસંદગીમાં કોઈ નવો પ્રયોગ કરે છે તેના પર સૌની નજર છે. આ વખતે મોટી સંખ્યામાં નવા ચહેરાઓને તક આપવાની ચર્ચાઓ ચાલી રહી છે. અહેવાલો મુજબ આ વખતે પાર્ટી વધુને વધુ મહિલાઓ અને યુવાનોને તક આપી શકે છે. પાર્ટીનું સૌથી વધુ ધ્યાન એ બેઠકો જીતવા પર છે જેના પર પાર્ટીને 2014 અને 2019ની ચૂંટણીમાં હાર મળી હતી.
સુત્રોના જણાવ્યા મુજબ આગામી લોકસભા ચૂંટણીમાં લગભગ 60-70 સાંસદોની ટિકિટો કાપવામાં આવી શકે છે. બે વખત જીતેલા અને ઘણા વયોવૃદ્ધ સાંસદોના સ્થાને નવા ચહેરાઓને તક આપવા પર સહમતિ બની છે. અહેવાલો મુજબ ઓબીસી સાંસદોની ટિકિટ કાપવામાં આવશે નહીં. વર્ષ 2019માં ભાજપના 303 સાંસદોમાંથી 85 OBC સાંસદો હતાં, આ વખતે પણ પાર્ટી આવી જ રણનીતિ અપનાવવા માંગે છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને