શેર બજાર

શૅરબજાર પોઝિટિવ ઝોનમાં, નિફ્ટી ૨૨,૦૦૦ને સ્પર્શી પાછો ફર્યો, આર્થિક વિકાસ દર ૮.૪ ટકા

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ડેરિવેટીવ્ઝ કોન્ટ્રેકેટના માસિક એક્સપાઇરીના દિવસે ભારે અફડાતફડીમાંથી પસાર થયા બાદ ભારતીય બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં સ્થિર થવામાં સફળ રહ્યાં હતાં. સેન્સેક્સ ૭૨,૩૦૪.૮૮ પોઇન્ટના પાછલા બંધ સામે ૭૨,૨૨૦.૫૭ પોઇન્ટની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન ૭૨,૭૩૦ પોઇન્ટની ઊંચી અને ૭૨,૦૯૯.૩૨ પોઇન્ટની નીચી સપાટી વચ્ચે અથડાઇને અંતે ૧૯૫.૪૨ પોઇન્ટ અથવા તો ૦.૨૭ ટકાના સુધારા સાથે ૭૨,૫૦૦.૩૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

એ જ રીતે, એનએસઇનો બેન્ચમાર્ક નિફ્ટી ૨૧,૯૫૧.૧૫ પોઇન્ટના પાછલા બંધ સામે ૨૧,૯૩૫.૨૦ પોઇન્ટની સપાટીએ ખૂલીને સત્ર દરમિયાન ૨૨,૦૬૦.૫૫ પોઇન્ટની ઊંચી અને ૨૧,૮૬૦.૬૫ પોઇન્ટની નીચી સપાટીએ અથડાઇને અંતે ૩૧.૬૫ પોઇન્ટ અથવા તો ૦.૧૪ ટકાના સુધારા સાથે ૨૧,૯૮૨.૮૦ પોઇન્ટની સપાટીએ સ્થિર થયો હતો.

દરમિયાન, ઓક્ટોબરથી ડિસેમ્બર, ૨૦૨૩ના ત્રિમાસિક સમયગાળામાં ભારતીય અર્થતંત્રનો વિકાસદર (જીડીપી) ૮.૪ ટકાના સ્તરે પહોંચ્યું છે. નેશનલ સ્ટેટિસ્ટિક ઓફિસે ૨૦૨૩-૨૪ના આર્થિક વિકાસ માટે ૭.૬ ટકાનો સુધારિત અંદાજ મૂક્યો છે. અગાુ આ અંદાજ ૭.૩ ટકા જાહેર કર્યો હતો.

સેન્સેક્સના શેરોમાં ઇન્ડસઇન્ડ બેન્ક, મહિન્દ્રા, એચસીએલ ટેક, પાવરગ્રીડ, મારુતિ, સ્ટેટ બેન્ક, ટાઇટન, એશિયન પેઇન્ટ, નેસ્લે અને અલ્ટ્રા ટેક સિમેન્ટ ટોપ ગેઇનર રહ્યાં હતાં. જ્યારે હિંદુસ્તાન યુનિલીવર, ભારતી એરટેલ, ટાટા મોટર્સ, આઇટીસી, ટેક મહિન્દ્રા અને એક્સિસ બેન્ક ટોપ લૂઝર રહ્યાં હતાં. વોલ્ટ ડિઝની સાથે મર્જરને માધ્યમે રૂ. ૭૦,૦૦૦ કરોડની જાયન્ટ કંપની ઊભી કરવાની રિલાયન્સની યોજના હોવાની ચર્ચા વચ્ચે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરમાં ઉછાળો જોવા મળ્યો હતો.

એસએમઇ સેગમેન્ટમાં એસકેએફએલ
રૂ. ૪૩ કરોડનું ભરણું લાવશે
એસએમઇ સેગમેન્ટમાં ટેક્નિકલ ટેક્સટાઇલ ક્ષેત્રની અગ્રણી કંપની શ્રી કરણી ફેબકોમ લિમિટેડ (એસકેએફએલ)નો આઇપીઓ ૬ માર્ચે ખુલશે. અપર બેન્ડ પર ઇશ્યુ સાઇઝ રૂ. ૪૨.૪૯ કરોડની છે, પ્રાઇસ બેન્ડ રૂ. ૨૨૦ થી રૂ. ૨૨૭ નક્કી થઇ છે. માર્કેટ લોટ સાઈઝ ૬૦૦ ઈક્વિટી શેરની છે. શેર એનએસઇ ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે. ભંડોળનો ઉપયોગ ફોરવર્ડ અને બેકવર્ડ ઇન્ટિગ્રેશન અંતર્ગત સુરતમાં નવસારી જિલ્લામાં ડાઇંગ યુનિટની સ્થાપના, પ્રોડક્ટ પોર્ટફોલિયોના વિસ્તરણ માટે કરવામાં આવશે.

મૂડીબજારમાં જબરી હલચલ છે. બુધવારે જુનીપર હોટલનો શેર તેના રૂ. ૩૬૦ના ભાવ સામે રૂ. ૩૬૧.૨૦ની સપાટીએ ખૂલ્યો હતો પરંતુ સત્ર દરમિયાન ૧૦.૩૬ ટકાના ઉછાળા સાથે રૂ. ૩૯૭.૩૦ સુધી ઊછળ્યો હતો. આર કે સ્વામી લિમિટેડની પ્રારંભિક જાહેર ઓફર ચોથી માર્ચે ખુલી રહી છે. જેજી કેમિકલનો આઇપીઓ આવી રહ્યો છે. એમવીકે એગ્રો ફૂડ પ્રોડક્ટ લિમિટેડનું ભરણું ગુરુવારે ખુલ્યું છે.
એનએસઇ ઇમર્જ પર વધુ એક એસએમઇ ભરણું
સોના મશીનરી લિમિટેડનો આઇપીઓ પાંચમી માર્ચે ખુલશે અને સાત માર્ચે બંધ થશે. શેરદીઠ ભાવ રૂ. ૧૩૬થી રૂ.૧૪૩ નક્કી થયા છે. કંપની આઇપીઓ દ્વારા રૂ. ૫૧.૮૨ કરોડ એકત્ર કરશે. ઇશ્યૂ માટે બુક રનિંગ લીડ મેનેજર હેમ સિક્યોરિટીઝ છે. શેર એનએસઇ ઇમર્જ પર લિસ્ટ થશે. સોના મશીનરી લિમિટેડ, રાઇસ મિલો અને ઇથેનોલ ડિસ્ટિલરીઝ માટે વૈવિધ્યસભર એગ્રો-પ્રોસેસિંગ સાધનો ઉત્પાદક છે. ૩૧ માર્ચ, ૨૦૨૩ના રોજ પૂરા થયેલા નાણાકીય વર્ષમાં, કંપનીની આવક વધીને રૂ. ૮૧ કરોડ થઈ હતી જ્યારે ચોખ્ખો નફો વધીને રૂ. ૭.૭૧ કરોડ થયો હતો.

કંપની ગ્રેન પ્રી-ક્લીનર મશીનો, રોટરી ડ્રમ ક્લીનર, વિબ્રો ક્લાસિફાયર, સ્ટોન સેપરેટર મશીનો, રાઇસ થિક અને થીન ગ્રેડર, રાઇસ વ્હાઇટનર, સિલ્કી પોલિશર, મલ્ટી ગ્રેડર, લેન્થ ગ્રેડર, બેલ્ટ ક્ધવેયરનું ઉત્પાદન પણ કરે છે. સોના મશીનરી એન્જિનિયરિંગ, ઇન્સ્ટોલેશન, સુપરવિઝન અને મશીન કમિશનિંગ પણ કરે છે. સોના મશીનરીનો મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાં ૫૨,૨૦૫ ચોરસ ફૂટમાં ફેલાયેલો છે.

સેન્સેક્સમાં ઈન્ડસઈન્ડ બેન્ક ૧.૮૧ ટકા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા ૧.૭૩ ટકા, એશિયન પેઈન્ટ્સ ૧.૧૩ ટકા, નેસલે ઈન્ડિયા ૧.૧૨ ટકા અને પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા ૧.૦૭ ટકા વધ્યા હતા, જ્યારે ટાટા મોટર્સ ૦.૭૩ ટકા, ટીસીએસ ૦.૫૯ ટકા, ભારતી એરટેલ ૦.૫૭ ટકા, આઈટીસી ૦.૫૧ ટકા અને હિન્દુસ્તાન યુનિલિવર ૦.૪૨ ટકા ઘટ્યા હતા. આ સત્રમાં બી ગ્રુપની ૧ કંપનીને ઉપલી સર્કીટ સહિત બધા ગ્રુપની કુલ ૧૨ કંપનીઓમાંથી ૧૦ કંપનીઓને ઉપલી અને ૨ કંપનીઓને નીચલી સર્કીટ લાગી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સામાન્ય દેખાતા આ પાન છે ઔષધીય ગુણોથી ભરપૂર, એક વખત ખાવાના ફાયદા સાંભળશો તો… એન્ટિલિયા જ નહીં પણ Mukesh Ambaniના આ પાંચ ઘર પણ છે શાનદાર, એક ઝલક જોશો તો… ન્યુટ્રિશનનું પાવર હાઉસ છે ચોમાસામાં મળતું આ નાનકડું લાલ ફળ… આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ