મરણ નોંધ

જૈન મરણ

ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
પાલીતાણા નિવાસી, હાલ મુલુંડ સ્વ. હેમીબેન દેવચંદ પારેખના પુત્ર ગુણવંતરાય (ઉં.વ. ૭૫) તા. ૨૯-૨-૨૪, ગુરુવારે અરિહંતશરણ પામેલ છે. તે સ્વ. સુરેખાબેનના પતિ. કલ્પેશ, હિરેન, દિશા અંકુરકુમારના પિતાશ્રી. જેસલ, દર્શિતા, મનીષાબેનના સસરા. ધીરૂભાઈ, લીલાવંતીબેન, કંચનબેન, પ્રભાબેનના ભાઈ. ખડસલીયાવાળા વ્રજલાલ ગુલાબચંદ શાહના જમાઈ. બંને પક્ષની સાદડી તા. ૧-૩-૨૪, શુક્રવારના સાંજે ૫ થી ૮. સ્થળ: તિરૂમાલા હેબીટેટસ, એ વીંગ, પી-૪, બેન્કવેટ હોલ, બાલ રાજેશ્ર્વર રોડ, મુલુન્ડ વેસ્ટ.
વાગડ વિ. ઓ. જૈન
ગામ સામખીયારીના સ્વ. રતનશી શાહ (ઉં. વ. ૮૩) બુધવાર, ૨૮-૨-૨૪ના અવસાન પામેલ છે. માતુશ્રી સ્વ. ચાંપુબેન ડાયા ભોજા શાહના પુત્ર. જીવતીબેનના પતિ. સ્વ. મેઘજીના ભાઈ. દિપક, દિવાળી, ગં. સ્વ. હંસાના પિતા. સ્વ. જયશ્રી, જયંતિલાલ, સ્વ. હંસરાજના સસરા. લાકડીયાના સ્વ. મેઘીબેન ગોપાલ હીરા કારીયાના જમાઈ. પ્રાર્થનાસભા રાખેલ નથી. નિવાસ જે ૫-૪, જલ મંગલ દીપ, બાંગુરનગર, ગોરેગાંવ (વે).
ઘોઘારી વિશા શ્રીમાળી જૈન
ભાવનગરના હાલ વિલેપારલે જગજીવનદાસ કુંવરજી શાહના પુત્ર શશીકાંતભાઈ (ઉં. વ. ૭૬) ૨૯-૨-૨૪ના અવસાન પામેલ છે. તે સુનંદાબેનના પતિ. નિકુંજ, કોષાના પિતા. મેઘલ, જીનેન કુમારના સસરા. હર્ષદભાઈ, રાજેન્દ્રભાઈ, મધુબેન નગીનદાસ કનાડિયા, ભારતીબેન ઉત્તમચંદ શેઠના ભાઈ. નચીકેત, જીતના દાદા/નાના. શ્ર્વસુર પક્ષે ફતેહચંદ નારણદાસ શાહ સાંગાણાવાળાના જમાઈ. પ્રાર્થનાસભા: ૨-૩-૨૪, શનિવાર સવારે ૧૦ થી ૧૨. વિશ્ર્વકર્મા બાગ, બજાજ રોડ, ગ્રાઉન્ડ ફલોર, વિલેપારલા (વે). લૌકીક વ્યવહાર બંધ છે.
સોરઠ વિશા શ્રીમાળી જૈન
જામકંડોરણા (હાલ કાંદિવલી) ગીરીશ જંયતીલાલ મહેતાના ધર્મપત્ની સરોજબેન (ઉં. વ. ૬૭) ૨૬-૨-૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે પ્રશાંત, સોનલના માતુશ્રી. દિપાલીના સાસુ. પદમા, જયોત્સના, સ્વ. કુસુમ, સ્વ. સરલા, ડૉ. મહેશના ભાભી. ડૉ. ગીતાના જેઠાણી તથા પિયર પક્ષે સ્વ. કાશીબેન રતિલાલ ભાયાણીના દીકરી. પંચતીર્થ ભાવવંદના ૨-૩-૨૪, શનિવારના પાવનધામ, મહાવીર નગર, કાંદિવલી (વે.). સમય: ૩ થી ૫.
ઝાલાવાડી દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
ધ્રાંગધ્રા નિવાસી (હાલ જુહુ) વર્સોવા હેમંતભાઈ (સાયન) (ઉં.વ. ૭૫) મંગળવાર, તા. ૨૭-૨-૨૪ના અરહિંતશરણ પામેલ છે. તે સ્વ. શારદાબેન રમણીકલાલ શાહના પુત્ર. તે સ્વ. અનિતાબેનના પતિ. તે અક્ષય-જેસીકાના પિતા. તે ફાલ્ગુની-અભિષેકના સસરા. ભારતી-નરેન્દ્રભાઈ, ચંદ્રિકા-નિતુલભાઈ, સ્વ. મીનાક્ષી-શૈલેષભાઈ, પંકજ-વર્ષા, વિજય-મીના તથા દિલીપ-તૃપ્તિના ભાઈ. સુશિલાબેન ચંપકલાલ શાહના જમાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
કચ્છી વિશા ઓશવાળ જૈન
મોટી ઉનડોઠના ઝવેરબેન ગાલા (ઉં.વ. ૭૮) તા. ૨૬-૨-૨૪ના અવસાન પામેલ છે. ભાણબાઇ જેઠાના પુત્રવધૂ. હીરજીના પત્ની. રાજેશ, હરેશ, કિશોર, મહેશ, ઉષાના માતુશ્રી. કોટડી (મહા.) સુંદરબેન દેવરાજ શીવજીના પુત્રી. વલ્લભજી, દિનેશ, મોહન, ચંદ્રકાંત, ભોજાય મુલબાઇ નાનજી, શેરડી કેશર વસંત, ડુમરા જ્યોતિ કેશવજીના બેન. પ્રા. વ.સ્થા. જૈન શ્રાવક સંઘ, કરશન લધુ નિસર હોલ, દાદર (વે). ટા. ૨થી ૩.૩૦.
મોટા આસંબીયા હાલે ઉદવાડાના ચંદ્રકાન્ત ગાંગજી ગાંધી (ગડા) (ઉં.વ. ૭૬) તા. ૨૭-૨-૨૪ના અવસાન પામેલ છે. લક્ષ્મીબેન ગાંગજીના સુપુત્ર. સુનિતા (સાકર)ના પતિ. સ્વ. કેતન, બિન્દુના પિતા. ખેતબાઈ, નિર્મળાના ભાઇ. પાનબાઈ ખેરાજ સંગોઈના જમાઈ. પ્રાર્થના રાખેલ નથી. નિ. સુનિતા ગાંધી, જી-૧ સ્વસ્તિક, ભગવતી કોલોની, ઉદવાડા-૩૯૬૧૮૫.
દેશલપુર-કંઠીના ભાનુબેન વશનજી છેડા (ઉં.વ. ૮૪) તા. ૨૫-૨-ર૪ના દેહપરિવર્તન કરેલ છે. વશનજી જેઠાના ધર્મપત્ની. મેઘબાઈ (જખીમા) જેઠા ગેલાના પુત્રવધૂ. વિપીન, કેતન, અતુલ, શોભનાના માતુશ્રી. બેરાજા દેવકાબેન જીવરાજ વીરજીના સુપુત્રી. લક્ષ્મીચંદ, ડુંગરશી, હરીશ, ભુજપુરના સાકરબેન કાનજી નેણશીના બેન. પ્રાર્થના રાખેલ નથી. નિ. ભાનુબેન વશનજી છેડા: ઓમ ગુણવંતી, બ્લોક નં.૨, જગડુશાનગર, ઘાટકોપર-વે.
મોખાના શાંતીલાલ ઠાકરશી ગલીયા (ઉં.વ. ૭૯) તા. ૨૮/૨/૨૪ના સમાધિપૂર્વક દેહ પરિવર્તન કરેલ છે. સોનબાઇ ઠાકરશીના પુત્ર. સ્વ. પ્રભાબેનના પતિ. હેમા, હેમંત, સ્વ. હેમચંદ્રના પિતા. વસંત, લક્ષ્મીચંદ, નવીન, મીનાક્ષી મુલચંદ સાલીયાના ભાઇ. કુંદરોડીના રતનબેન નાનજી મામણીયાના જમાઇ. પ્રા. શ્રી વ.સ્થા. જૈન શ્રા. સં.સં. કરસન લધુ નીસર હોલ, દાદર (વે.) ટા. ૪ થી ૫.૩૦.
નાની ખાખરના ચિંતન જીતેન્દ્ર દેઢિયા (ઉં.વ. ૩૭) તા. ૨૭/૨/૨૪ના અવસાન પામેલ છે. ચેતના જીતેન્દ્રના પુત્ર. બિજલના પતિ. માયુક, ધીરના પિતા. દિપાલી, અમિષાના ભાઇ. મધુ રમણીકના જમાઇ. પ્રા. સુવિધિનાથ જિનાલય, રઘુવીર નગર, માનપાડા રોડ, ડોંબિવલી (ઇ). ટા. ૩.૦૦ થી ૪.૩૦.
નાગલપુરના પ્રેમજી (પ્રેમચંદ) વેલજી સાવલા (ઉં.વ. ૮૪) તા. ૨૭/૨/૨૪ના અરિહંત શરણ પામેલ છે. હિરબાઇ વેલજીના સુપુત્ર. સ્વ. ઇન્દુમતી, ધનવંતીના પતિ. મણીબેન જેઠાલાલ, મગનલાલના ભાઇ. હિરેન, સંજય સતિષ, દિપાના પિતાશ્રી. કાંડાગરા દેવકાબેન ગાંગજી, હાલાપુર રાણબાઇ ભવાનજીના જમાઇ. પ્રાર્થના રાખેલ નથી. નિ. હિરેન સાવલા, સી/૦૧, જીનમપ્લાઝા, તિરૂપતી નગર, વિરાર (વે.).
સોરઠ વિશા શ્રીમાળી જૈન
ધાણાદેવડી નિવાસી હાલ નાસિક સ્વ. સમજુબેન રતિલાલ શાહના પુત્રવધૂ અ.સૌ. સીમાબેન સુરેન્દ્રભાઇ શાહ (ઉં.વ. ૬૩) જેઓ અ.સૌ. સલોનીબેન અભયકુમાર શાહના માતુશ્રી. સ્વ. કોકિલાબેન શશીકાંતભાઈ, સ્વ. રમીલાબેન ગીરીશભાઈ, સુરેખાબેન રમેશભાઈ, સ્વ. મંજુલાબેન જયંતીલાલ, સ્વ. હસુમતીબેન વિનોદરાય, જ્યોત્સ્નાબેનના ભાભી. પિયરપક્ષે ભાગળપીપળી (ધાણઘર સમાજ) નિવાસી હાલ નાસિક સ્વ. સુશીલાબેન સુમતીલાલ શાહના સુપુત્રી. સ્વ. જીતુભાઇ, સ્વ. વિપુલભાઈ, નિલમબેન વિલાસકુમારના બેન તા. ૨૭/૨/૨૪ના મંગળવારના સ્વર્ગવાસ થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા શ્રીમાળી સ્થાનકવાસી જૈન
મોટી નાગાજાર નિવાસી હાલ બોરીવલી ચંદ્રકાંતભાઈ ભોવાનભાઈ મહેતા (ઉં.વ. ૭૧) તા. ૨૮/૨/૨૪ના અરિહંતશરણ પામેલ છે. તે નયનાબેનના પતિ. વિક્રમ અને વિશાલના પપ્પા. ચિ. વિનીતા તથા ચિ. પ્રિયાના સસરા. ચિ. હિવાના દાદાજી. સ્વ. તુષારભાઈ, સ્વ. ભુપતભાઇ, સ્વ. જયાબેન, સ્વ. મંજુબેન, પ્રફુલાબેન, ઉર્મિલાબેન તથા અશ્ર્વિનાબેનનાં ભાઈ. તે ભૂપતરાય લક્ષ્મીશંકર ઓઝાના જમાઈ. પ્રાર્થનાસભા શનિવાર, તા. ૨/૩/૨૪ના ૧૦.૦૦ થી ૧૨.૦૦, પાવનધામ, કાંદિવલી વેસ્ટ.
કાળધર્મ
કચ્છ આઠ કોટી મોટી પક્ષ સંપ્રદાયના પૂ. આચાર્ય પુનમચંદ્રજી મ.સા. અને બા.બ્ર. પૂ. નિરંજનાબાઇ મહાસતીજીના સુશિષ્યા બા.બ્ર. શાંતમૂર્તિ પૂ. ઉષાબાઇ મહાસતીજી (કચ્છ: નાના ભાડીઆ) તા. ૨૬-૨-૨૪ના દેવલોક થયા છે. (ઉં.વ. ૭૯), સંસાર પક્ષે રત્નકુક્ષીણી માતા: મકાંબાઇ વેલજી નંદુ (નાના ભાડીયા) પૂ. પિતાશ્રી: વેલજીભાઇ ઓભાયા નંદુ (નાના ભાડીયા).

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button