મરણ નોંધ

હિન્દુ મરણ

ભોગીલાલ જમનાદાસ ગાંધીનું નિધન તા. ૨૮-૨-૨૪નાં થયેલ છે. તેઓ કિન્નરીના પિતા. રોહિત પટેલના સસરા. મૃણાલ, શૈલીના દાદા. સ્વ. નિર્મલા ગાંધીના પતિ. સ્વ. મોહનભાઈ, સ્વ. નટવરભાઈ, તથા સ્વ. સુશીલાબેન દોશીના ભાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧-૩-૨૪, ૫ થી ૭ જલારામ હોલ, રોડ નં. ૬, જુહુ, વિલેપાર્લે વેસ્ટ.
કચ્છી લોહાણા
કચ્છ ગામ દૂધઈ હાલે થાણા ગિરીશભાઈ સોમેશ્ર્વર (બોડા) (ઉં.વ. ૭૦) તે બુધવાર તા. ૨૮-૨-૨૪ના થાણા મધ્યે શ્રીરામશરણ પામેલ છે. તે સ્વ. લીલાવતીબેન પુરુષોત્તમ સોમેશ્ર્વરના મોટા પુત્ર. નિરંજનાબેનના પતિ. સ્વ. શાંતાબેન મેઘજી વિશ્રામ ગણાત્રા તેરાવાળાના મોટા જમાઈ. ગં. સ્વ. રંજનબેન અમૃતલાલ પોપટ, પ્રફુલાબેન સુંદરજી ભગદે, હરિનાબેન વિક્રમ રૂપારેલ, ગુણવંતભાઈ, અજયભાઈના ભાઈ. મલ્લિકાબેન, પ્રીતિબેન, રાજુભાઈ, વિનયભાઈના પિતાશ્રી. ગીતાબેન, ભાવનાબેનના જેઠ. બંને પક્ષની પ્રાર્થનાસભા શુક્રવાર, તા.૧-૩-૨૪ના ૫.૩૦ થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની પાસે, મુલુંડ (વે.). બૈરાઓએ તેજ દિવસે આવી જવું. લૌકિક વ્યવહાર
બંધ છે.
હાલાઈ ભાટિયા
અ. સૌ. ઈંદિરા આસર (ઉં.વ. ૭૨) તે જયસિંહ તુલસીદાસ આસરના ધર્મપત્ની. સ્વ. બચીબેન તુલસીદાસ આસરના પુત્રવધૂ. પ્રીતી બંકિમ નેગાંધી, નીમીષા, ધર્મેશ, શ્યામના મમ્મી. ખુશના દાદી. આયુષના નાની. પાયલ, સેજલ, બંકિમ નેગાંધીના સાસુ. સ્વ. રાધાબેન ગોપાલદાસના પુત્રી તા. ૨૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
નવાગામ ભાટિયા
ગં. સ્વ. નલિનીબેન નવનીતભાઈ સંપટ (ઉં.વ. ૮૧) તે ગોંડલ નિવાસી સ્વ. ચુનીલાલ તથા તારાબેન સંપટના પુત્રવધૂ. સ્વ. ચંપાબેન અને ચુનીલાલ નેગાંધીના પુત્રી. બ્રીજેન, બીના, દિપ્તીના માતુશ્રી. મોનાના સાસુ. મિરાજના દાદી. કમલેશ, હેમાંગી, પૂર્વીના કાકી મુંબઈ મુકામે તા. ૨૮-૨-૨૪ના સ્વર્ગવાસી થયેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખલ છે.
હાલાઈ ભાટિયા
ગામદેવી – મુંબઈ નિવાસી સ્વ. મુકુંદભાઈ મથુરાદાસ મર્ચંટના ધર્મપત્ની ગં. સ્વ. કોકિલાબેન મર્ચંટ (ઉં.વ. ૭૮) તા. ૨૭-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે સ્વ. લક્ષ્મીદાસ તુલસીદાસ અને પુષ્પા લક્ષ્મીદાસના દીકરી. જગદીશના માતુશ્રી. પિંકીબેનના સાસુ. પ્રેક્ષા, માધવના દાદી. મહેન્દ્રભાઈ, વર્ષાબેનના ભાભી. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧-૩-૨૪ના રેડિયો રૂમ, પહેલો માળો, રેડિયો કલબ, કોલાબા, મુંબઈ-૧ ખાતે ૫.૩૦થી ૭. લૌકિક વ્યવહાર
બંધ છે.
કચ્છી લોહાણા
ગામ ભૂજ હાલે મુલુન્ડ નિવાસી (આર્ય નિવાસવાળા) મહેન્દ્ર પોપટ (ઉં.વ. ૭૩) તા. ૨૭-૨-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. રાધાબાઈ મંગલદાસના પુત્ર. બીનાબેનના પતિ. કાજલ, વિપુલના પિતાશ્રી. મિહિરભાઈના સસરા. સ્વ. રમેશચંદ્ર, સ્વ. કિશોરચંદ્ર, તુલસીદાસભાઈ, સ્વ. નિર્મલાબેન ભૂપેન્દ્ર ભલા, સ્વ. નલિની પોપટના ભાઈ. સ્વ. કમળાબેન તુલસીદાસ સોમૈયા, ગામ માંડવી (હાલે કોલ્હાપુર)ના જમાઈ. પ્રાર્થનાસભા શુક્રવાર, તા. ૧-૩-૨૪ના ૪ થી ૬. સરનામું: ધ ક્રાઉન બેન્કવેટ, ૭મા માળે, વિકાસ સેન્ટર, નેતાજી સુભાષ રોડ, મુલુન્ડ વેસ્ટ.
સૌરાષ્ટ્ર લેઉવા પટેલ
થાણા પીપળી નિવાસી, હાલ-વસઈ, સ્વ. રતીલાલ મહીદાસ ડાવરીયાના પત્ની. ગં.સ્વ. દૂધીબેન ડાવરીયા (ઉં.વ. ૮૧) તા. ૨૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે અજયભાઈ, સ્વ. સંજયભાઈ, અનિતાબેન મનોજભાઈ વઘાસિયાના માતુશ્રી. મધુબેન અજયભાઈ ડાવરીયાના સાસુ. નીકિતા રાજ વેકરીયા, વ્રજૈશ, વ્રજ, જેમીનીના દાદી. સ્વ. ગોર્ધનભાઈ, સ્વ. સુધીરભાઈના ભાભી. સ્વ. દેવજીભાઈના દીકરી. તેમની પ્રાર્થનાસભા તા. ૧-૩-૨૪ના ૪.૦૦થી ૬.૦૦. સ્થળ: જૂનુ સ્વામીનારાયણ મંદિર, ૬૦ ફિટ રોડ, વસઈ (વેસ્ટ). (ત્વચા દાન કરેલ છે.)
ત્રિવેદી મેવાડા બ્રાહ્મણ
ડાકોર નિવાસી, હાલ મુંબઇ સ્વ. કનૈયાલાલ મણિલાલ ઉપાધ્યાયના ધર્મપત્ની મંજુલાબેન તા. ૨૯-૨-૨૪ને ગુરુવારના અવસાન થયેલ છે. તેઓ અરુણભાઇના માતુશ્રી. અ.સૌ. ભારતીબેનના સાસુ. પ્રિયાંક તેમજ રુજુતાબેનના દાદી. અ.સૌ. નિશા ઉપાધ્યાય, મહર્ષિ રાવલના વડસાસુ તેમજ જીવીન, જીઆન અને દેવસ્યના પરદાદી. તેમણું બેસણું રવિવાર, તા. ૩-૩-૨૪ના ૪ થી ૬ નિવાસસ્થાને રાખેલ છે. ગંગા લક્ષ્મી સદન, બી/૫૦૧, સિંધી સોસાયટી, હેમુ કલાની રોડ, નોબલ કેમીસ્ટની ઉપર, ચેમ્બુર.(ઇ).
ઝાલાવાડી સઈ સુથાર
રાણપુર નિવાસી, હાલ બોરીવલી મહેન્દ્રભાઈ ઈશ્ર્વરલાલ પાટડીયાના ધર્મપત્ની અ. સૌ. નીતાબેન પાટડીયા (ઉં.વ. ૫૫) તે તા. ૨૬/૨/૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે પ્રિયંકા મિહીર પાટડિયાના સાસુ. તે ઇન્દુબેન રવિન્દ્રભાઈ તથા નયનાબેન ગિરીશભાઈના નાનાભાઈના પત્ની. તે ગં. સ્વ. લીલાવતીબેન લીલાધરભાઈ ફોતરીયાના દીકરી. તે મુકેશભાઈ, પરેશભાઈ, છાયાબેન રાજેન્દ્રકુમાર, તે પારુલબેન ભરતકુમારના બેન. બન્ને પક્ષની પ્રાર્થનાસભા સાથે રાખેલ છે. તા. ૧/૩/૨૪ના શુક્રવારે ૪ થી ૬. શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ, એલ. ટી. રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ. (લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે).
લુહાર સુતાર
અશોકભાઈ જેન્તીભાઇ ડોડીયા (ઉં.વ. ૫૯) મૂળ ગામ જેસર હાલ વસઈ રેખાબેનના પતિ. શારદાબેન, જેન્તીભાઇના પુત્ર. કિશોરભાઈ, સ્વ. અરવિંદભાઈ, સ્વ. દિલીપભાઈના ભાઈ. મગનભાઈ જીવરાજભાઈ પરમારના જમાઈ. સ્વ. દિલીપભાઈ, રાકેશભાઈ, જેન્તીભાઇના બનેવી ૨૮/૨/૨૪ના રામચરણ પામેલ છે. પ્રાર્થનાસભા ૧/૩/૨૪ શુક્રવારના ૫ થી ૭, લુહાર સુતાર હિતેચ્છુક મંડળ, અંબામાતા મંદિરની પાસે, કાર્ટર રોડ નં. ૩, બોરીવલી ઈસ્ટ.
શિ.સં.ઔદીચ્ય સહસ્ત્ર બ્રાહ્મણ સમાજ
પુષ્કરરાય જાની (ઉં.વ. ૮૦) તેઓ શ્રી રણછોડલાલ (ગુરુદેવ) તથા સોનબાઈબાના સુપુત્ર. અંબાબેન, સંતોકબેન, કાશીબેન પ્રતાપરાય, અનંતરાય, ભૂપતરાઈના ભાઈ. તે ત્રિવેણીબેનના પતિ. તેઓ દક્ષાબેન, રાકેશભાઈ, આરતીબેન, કુમારભાઈના પિતા. તેઓ રાજભાઈ, જાનવીબેન, ઐશ્ર્વર્યાબેન, ક્રિષ્નાબેન, વીરભાઈના દાદા. તેઓ મનીષભાઈ, ધર્મેશભાઈ, અલ્પાબેન, છાયાબેનના સસરા. તેમનો કૈલાશવાસ તા. ૨૫/૨/૨૪ના થયેલ છે. પ્રાર્થનાસભા તા. ૧/૩/૨૪ના ૪ થી ૭. સ્થળ: શ્રી કચ્છી પ્રિમયમ ગ્રાઉન્ડ, ન્યૂ લિંક રોડ, ઔરા હોટલની સામેની ગલી, બોરીવલી (પશ્ર્ચિમ).
ઇડર ઔદિચ્ય બ્રાહ્મણ સત્યાવીસ જ્ઞાતિ
બેરણા નિવાસી, હાલ મુંબઈ, હિતેશકુમાર ઉપાધ્યાય (ઉં.વ. ૬૫), તેઓ સ્વ. જીવનકળા કરુણાશંકર ઉપાધ્યાયના પુત્ર. પન્નાબેનના પતિ. મેહુલના પિતા. પીનલના સસરા. અથર્વના દાદા. ઇડર નિવાસી સ્વ. સવિતાબેન મહેન્દ્રભાઈ પંડ્યાના જમાઈ. ૨૬-૨-૨૪, સોમવારના દેવલોક પામ્યા છે. પ્રાર્થનાસભા, લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી ભાટિયા
ગં. સ્વ. નિર્મળા હરિદાસ ભાટિયા (ઉં.વ. ૯૨), ધીરેન્દ્ર (રાજ), અ. સૌ. પૂર્ણિમા અજય સંપટ, અ. સૌ. માધવ વિનય ખટાઉ, અ. સૌ. કલ્પના નિલેશ ગોરડીયાના માતુશ્રી. અ. સૌ. રાખી (બંસરી)ના સાસુ. સ્વ. રતનબાઇ શિવજી લક્ષ્મીદાસ લતા કલ્યાણજીવાળાના પુત્રી. અ. સૌ. પાયલ જયદીપ ખટાઉ, અ. સૌ. અનિષા હિતેશ ભૂજવાલાના દાદી. અ. સૌ. રહતીકાના દાદીસાસુ. બુધવાર, ૨૮-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા – લૌકિક વ્યવહાર બંધ છે.
દિવ મોઢ વણિક
હાલ પુના નિવાસી સ્વ. કિર્તી ગાંધી (ઉં.વ. ૭૪), તે સ્વ. રમણીકલાલ તથા દમયંતી ગાંધીના પુત્ર. તે કોકિલા ગાંધીના પતિ. નેહલ, શીતલ અને પૂર્વીના પિતા. જયદીપ, હેમલ, યોગેશના સસરા. સ્વ. અવંતીકાબેન વિજય વોરા, ગં.સ્વ. રોહીણીબેન દીનેશ શેઠ, કમલેશભાઈ તથા પંકજભાઈના ભાઈ. સ્વ. લાભુબેન પ્રભુદાસ મહેતાના જમાઈ. તા. ૨૮-૨-૨૪, બુધવારના પુના મુકામે શ્રીજીચરણ પામેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ દેશોના મોહમાં Indian Citizenship કુર્બાન કરી રહ્યા છે ભારતીયો, ટોચ પર છે આ દેશ 1-2 નહીં પૂરા આટલા બાળકોની માતા છે આ Bollywood Actress સારા તેંડુલકરનો આ અનોખો અંદાજ જોઈને કહી ઉઠશો… આ વિટામિનની ઉણપ છે અનિંદ્રાનું સૌથી મોટું કારણ, તમે પણ એનો શિકાર નથીને?