નેશનલ

ગુજરાતમાં બે સેમિકંડક્ટર યુનિટ શરૂ કરવા કેન્દ્રની મંજૂરી

ધોલેરા અને સાણંદમાં પ્લાન્ટ નખાશે

નવી દિલ્હી : સરકારે ગુરુવારે ૧.૨૬ લાખ કરોડ રૂપિયાના મૂડીરોકાણથી ગુજરાતમાં ધોલેરા અને સાણંદ તેમ જ આસામમાં સેમિક્ધડકટરના કુલ ત્રણ યુનિટ શરૂ કરવાના પ્રસ્તાવો મંજૂર કર્યા હતા. ૧૦૦ દિવસની અંદર એકમનું બાંધકામ શરૂ થશે એવી માહિતી ટેલિકોમ પ્રધાન અશ્ર્વિની વૈષ્ણવે આપી હતી.

ઈલેકટ્રોનિક્સ પ્રાઈવેટ લિમિટેડ તાઈવાનની પાવરચિપ સેમિક્ધડકટર મેન્યુફેકચરિંગ કોર્પ (પીએસએમસી) સાથે ભાગીદારી કરીને સેમિક્ધડકટર યુનિટ સ્થાપશે. એકમ ગુજરાતના ધોલેરામાં બંધાશે. પ્લાન્ટમાં ૯૧,૦૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.

વૈષ્ણવે એવી પણ માહિતી આપી હતી કે સીજી પાવર જપાનની રેન્સીસ ઈલેકટ્રોનિક્સ કોર્પોરેશન અને થાઈલૅન્ડની સ્ટાર્સ માઈક્રો ઈલેકટ્રોનિક્સ ગુજરાતના સાણંદમાં સિેમક્ધડકટર યુનિટ ઊભું કરશે.
સાણંદ યુનિટમાં ૭,૬૦૦ કરોડ રૂપિયાનું રોકાણ કરાશે.

ટાટા સેમીક્ધડકટર એસેમ્બલી એન્ડ ટેસ્ટ પ્રાઈવેટ લિમિટેડ ૨૭,૦૦૦ કરોડ રૂપિયાના રોકાણ સાથે આસામના મોરિગાંવમાં સિેમક્ધડકટર યુનિટ સ્થાપશે.

દરમિયાન કેબિનેટે ૨૦૨૪ના ખરીફ પાક માટે પી એન્ડ કે ફર્ટિલાઈઝરની પોષકદ્રવ્યો આધારિત સબસિડી મંજૂર કરી હતી.

દરમિયાન કેન્દ્રના પ્રધાનમંડળે ગુરુવારે વાધ અને મોટી બિલાડીના શ્રેણીમાં આવતા જાનવરોને જાળવી રાખવા ઈન્ટરનેશનલ બિગ કેટ અલાયન્સની રચનાને મંજૂરી આપી હતી.

આ જોડાણનું વડું મથક ભારતમાં હશે અને આમાં ૯૬ દેશોનું ગઠબંધન હશે. મોટી બિલાડીના સાત પ્રાણીમાંથી પાંચ- વાઘ. સિંહ, ચિત્તો, દીપડો, સ્નો લેપર્ડ ભારતમાં મળે છે. આ માટે કેબનિેટે ૧૫૦ કરોડ રૂપિયાનો અંદાજપત્રીય ટેકો મંજૂર કર્યો હતો. (એજન્સી)

એક કરોડ ઘરની છત પર સૌરઊર્જા સિસ્ટમ બેસાડાશે
નવી દિલ્હી : કેન્દ્રના પ્રધાનમંડળે ૭૫,૦૨૧ કરોડ રૂપિયાના ખર્ચવાળી પીએમ-સૌર્ય ઘર-મુફત બિજલી યોજના મંજૂર કરી હતી જેના હેઠળ ઘરના છાપરા પર સોલર પ્લાન્ટ બેસાડવાની નાણાકીય સહાય એક કરોડ ઘરોને મળશે. પ્રધાનંડળની બેઠક બાદ પત્રકારોને માહિતી આપતાં માહિતી અને પ્રસારણ ખાતાના પ્રધાન અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઘરના છાપરા પર સોલર સિસ્ટમ બેસાડીને દર મહિને એક કરોડ ઘરોને ૩૦૦ એકમ વીજળી મફત આપવાની યોજનાને પ્રધાનમંડળે બહાલી આપી હતી. દરેક ઘરને એક કિલોેવોટ સિસ્ટમ માટે ૩૦,૦૦૦ રૂપિયાની અને બે કિલોવોટ સિસ્ટમ માટે ૬૦,૦૦૦ રૂપિયાની સબસિડી અપાશે. (એજન્સી)

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button