મેટિની

રણવીર-દીપિકાના ઘરે ગૂડ ન્યૂઝ, સંતાનનું નામ પણ ફાઈનલ

બોલિવૂડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણને લઈને એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. દીપિકા-રણવીરના ઘરે ટૂંક સમયમાં જ બાળકની કિલકારીઓ ગુંજશે. દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે ૨૯ ફેબ્રુઆરીએ ઇન્સ્ટાગ્રામ પર પ્રેગ્નન્સીની જાહેરાત કરી હતી.

દીપિકા પાદુકોણ અને રણવીર સિંહે છ વર્ષ સુધી ડેટિંગ કર્યા પછી ૧૪ નવેમ્બર, ૨૦૧૮ના રોજ ઈટાલીના લેક કોમોમાં લગ્ન કર્યા હતા. તેમની પ્રથમ મુલાકાત સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગોલિયોં કી રાસલીલા રામ-લીલાના સેટ પર થઈ હતી. બાદમાં તેઓએ બાજીરાવ મસ્તાની અને પદ્માવતમાં પણ સાથે કામ કર્યું હતું. નવેમ્બર ૨૦૨૩ માં, રણવીર અને દીપિકાએ બેલ્જિયમમાં તેમની ૫મી લગ્નની વર્ષગાંઠની ઉજવણી કરી હતી. હવે તેઓ તેમના પ્રથમ બાળકની અપેક્ષા રાખી રહ્યા છે. આજે દીપિકા અને રણવીરે ઇન્સ્ટાગ્રામ પર ગર્ભાવસ્થાના સમાચારની જાહેરાત કરી છે. તેઓએ લખ્યું કે તેમનું બાળક સપ્ટેમ્બર ૨૦૨૪માં આવી રહ્યું છે.

દીપિકા પાદુકોણ ગર્ભવતી હોવાની ઘણી અટકળો લગાવવામાં આવી રહી હતી કારણ કે તે ૭૭માં બાફ્ટા રેડ કાર્પેટ પર તેના બેબી બમ્પને છુપાવતી જોવા મળી હતી. આ ઈવેન્ટ માટે દીપિકા પાદુકોણે બોલિવૂડના ફેમસ ફેશન ડિઝાઈનર સબ્યસાચી મુખરજીની ચમકદાર સાડી અને કસ્ટમ જ્વેલરી પહેરી હતી જેથી કરીને તેનું પેટ સાડીથી ઢંકાઈ શકે.

લગ્નના ૬ વર્ષ બાદ દીપિકા પાદુકોણે ફેમિલી પ્લાનિંગ અંગે પોતાનું મૌન તોડ્યું હતું. તેણે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તેને અને રણવીરને બાળકો ગમે છે અને તેઓ પરિવાર શરૂ કરવા અંગે ગંભીર છે. દીપિકાની પ્રેગ્નન્સીના સમાચાર સાંભળીને ચાહકો ઉત્સાહિત થઈ ગયા છે અને તેને અભિનંદન આપી રહ્યા છે.

હવે રણવીરે પોતાના આવનારા સંતાનો માટે નામ પણ શોર્ટ લિસ્ટ કરી લીધા છે.

સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને જણે આ ગુડ ન્યુઝ શેર કર્યો છે. હવે આ બધા વચ્ચે રણવીર સિંહનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે બાળકોના નામ શોર્ટલિસ્ટ કર્યા હોવાની વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જૂનો છે અને તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.

સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રણવીર સિંહ ક્ધટેસ્ટન્ટને કહી રહ્યો છે કે તે પોતાના સંતાનનું નામ શોર્ટલિસ્ટ કરી રહ્યો છે અને તેણે કહ્યું હતું કે તે પોતાના સંતાનનું નામ શૌર્યવીર સિંહ રાખવા માંગે છે.

રણવીરે પોતાના વીડિયોમાં આગળ જણાવ્યું હતું કે હું નામોનું એક શોર્ટલિસ્ટ બનાવી રહ્યો છું અને જો તમે મને પરવાનગી આપો તો હું તમારી પાસેથી શૌર્યવીર સિંહ લઈ લઉં?

મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો રણવીર સિંહના શો ધ બિગ પિક્ચરનો છે અને આ શો પર જ એક ક્ધટેસ્ટન્ટ સાથેની વાતચીત દરમિયાન જ રણવીર સિંહે આ પોતાના સંતાનોના નામ શોર્ટલિસ્ટ કરવાની વાત કહી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button