‘ધ કેરલા સ્ટોરી’ ફેમ અભિનેત્રી અદા શર્માની આગામી સિરીઝ મુદ્દે નવી અપડેટ જાણો
મુંબઈ: ‘ધ કેરલા સ્ટોરી’થી ચર્ચામાં આવેલી અભિનેત્રી અદા શર્મા (Adah Sharma)એ તેની વેબ સીરિઝ ‘સનફ્લાવર 2’ને લઈને એક મોટી વાત કહી દીધી છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન અદાએ ભૂલથી તેની જ વેબ સીરિઝના બીજા સિઝનને લઈને એક મોટું સ્પોઇલર આપી દીધું છે.
ઓટીટી પ્લેટફોર્મ ઝી-5 પર સ્ટ્રીમ થનારી આ એક મર્ડર મિસ્ટ્રી સિરીઝ છે. આ સિરીઝમાં અદા શર્માની સાથે કોમેડિયન સુનિલ ગ્રોવાર પણ લીડ રોલમાં જોવા મળવાનો છે તેમ જ વિકાસ બહલ દ્વારા આ સિરીઝની પહેલી સિઝનને ડિરેક્ટ કરવામાં આવી હતી પણ બીજી સિરીઝમાં તેઓ માત્ર એક પ્રોડ્યુસર તરીકે જોડાયા છે જેથી ‘સનફ્લાવર 2’ને નવીન ગુજરાલ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે.
એક માર્ચે રિલીઝ થનારી આ સિરીઝના પ્રમોશન માટે એક ઇન્ટરવ્યૂનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇન્ટરવ્યૂમાં સિરીઝની લીડ કાસ્ટ સુનિલ ગ્રોવાર અને અદા શર્મા આવી હતી. આ દરમિયાન ‘એક કલાકાર રીતે મે આ પાત્રને ખૂબ જ ઊંડાણથી નિભવ્યો છે. મારા આ પાત્રથી મળે ઓળખે, એવું અદાએ કહ્યું હતું.
અદાએ તેની ‘સનફ્લાવર 2’ને લઈને કહ્યું હતું કે આ સિરીઝમાં તે એક બાર-ડાન્સ અને એક એસ્કોર્ટનો પત્ર ભજવી રહી છે. જોકે હું મારા લાઈફમાં આ બેમાંથી કઈ પણ નથી. હું સિરીઝમાં એક ખૂની છું પણ હું સાચેમાં લોકોને થોડી મારૂ છું. આ વાત કહીને અદાએ દર્શકોને તેની સિરીઝ સ્પોઈલર આપીને લોકોની મજા બગાડી હોવાનું કહેવામાં આવી રહ્યું છે.