આપણું ગુજરાત

વેરાવળ બંદરેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં જામનગરના પિતા-પુત્રની અટકાયત

(અમારા પ્રતિનિધિ તરફથી)
વેરાવળ બંદરેથી ઝડપાયેલા ડ્રગ્સ કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં જામનગરના પિતા-પુત્રની અટકાયત કરીને તેમની એસઓજી અને એલસીબી દ્વારા પૂછપરછ હાથ ધરાઈ છે. બેડી વિસ્તારના પિતા પુત્રની મહત્ત્વની ભૂમિકા રહી હોવાનું પોલીસ માની રહી છે.

વેરાવળ બંદરેથી મળી આવેલા ૩૩૦૦ કિલો ડ્રગ્સના મામલે દેશની એજન્સીઓ ઉપરાંત ગુજરાતની તપાસ ટીમોએ પણ તપાસ શરૂ કરી છે. આ ડ્રગ્સ ઇરાન તરફથી ગુજરાતના દરિયામાં ઘૂસાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જેમાં સતર્ક થયેલી એનસીબી અને નેવી દ્વારા સયુંક્ત રીતે ઓફરેશન હાથ ધરીને વેરાવળના મધદરિયેથી બોટમાં પાંચ આરોપીને રૂ. ૧૦૦૦ કરોડથી વધુના ડ્રગ્સ સાથે ઝડપી લેવામાં આવ્યું હતું. આ આખા કેસની તપાસ દરમિયાન જામનગરના બે ઈસમની શંકાસ્પદ ભૂમિકા જણાતા તેમની તપાસ એજન્સીઓ દ્વારા વેરાવળ ખાતે લાવી પૂછપરછ હાથ ધરાઇ છે. તાજેતરમાં ગીર સોમનાથના વેરાવળ બંદર પરથી એક બોટમાંથી ૫૦ કિલોનું સીલબંધ ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. દરિયાઈ માર્ગેથી ફિશિંગ બોટમાં આ નશીલો જથ્થો આવી રહ્યો હતો. ગુજરાત પોલીસ દ્વારા વેરાવળ બંદરના નલિયા ગોળી કાંઠે રેડ કરતા હેરોઇન ડ્રગ્સના કુલ રૂપિયા ૩૫૦ કરોડના ૫૦ કિલો સિલબંધ પેકેટનો જથ્થો પકડીને કાર્યવાહી કરવામાં આવી હતી. આ ઓપરેશન અંતર્ગત ત્રણ મુખ્ય આરોપીઓ સહિત ૯ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button