Anant Ambani માટે આ શું બોલી ગઈ Kangna Ranaut?
અત્યારે જ્યાં જુઓ ત્યાં બસ Mukesh Ambani-Nita Ambaniના લાડકવાયા Anant Ambani-Radhika Merchantના લગ્નની જ વાતો થઈ રહી છે. દેશ-વિદેશથી મહેમાનોના આવવાનો સિલસિલો પણ શરૂ થઈ ગયો છે, અનેક બોલીવૂડ સેલેબ્સ તો ઓલરેડી જામનગર ખાતે પહોંચી ગયા છે. પરંતુ આ બધા વચ્ચે બી-ટાઉનની પંગા ગર્લ, કોન્ટ્રોવર્સી ક્વીન તરીકે ઓળખાતી Kangna Ranautએ પણ Anant Ambaniને લઈને એવી વાત કહી છે કે… તમે વિચારી પણ નહીં હોય. આવો જોઈએ શું કહ્યું કંગનાએ…
વાત જાણે એમ છે કે ગઈકાલથી જ જામનગર ખાતે રાધિકા અને અનંતના પ્રિવેડિંગ વેડિંગ બેશની શરૂઆત થઈ ગઈ છે. જામનગર નજીક આવેલા એક ગામમાં અન્ન સેવાથી આ કાર્યક્રમની શરૂઆત થઈ ગઈ છે અને એના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યા છે. હવે કંગના રનૌતે આ વીડિયો અને ફોટો પર પોતાની ટિપ્પણી આપી છે.
કંગનાની આ ટિપ્પણી પણ સોશિયલ મીડિયા પર ધૂમ વાઈરલ થઈ રહી છે. કંગનાએ અનંત અંબાણીની વિચારધારાના ખૂબ જ વખાણ કર્યા છે. એટલું જ નહીં કંગનાએ અનંતની તારીફોના પૂલ બાંધતા એવું પણ કહ્યું હતું કે અનંત ખૂબ જ સંવેદનશીલ છે અને પોતાની સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. તે માફિયા ડ્રગ ગેન્ગ સાથે હેન્ગ આઉટ નથી કરી રહ્યો. કંગનાએ અનંતને તેના લગ્ન માટે શુભેચ્છાઓ પણ પાઠવી હતી.
અત્રે ઉલ્લેખનીય છે કે અંબાણી પરિવાર દ્વારા આ પહેલાં નીતા અંબાણી જન્મદિવસ નિમિત્તે પણ અન્ન સેવા કરવામાં આવી હતી અને એના ફોટો અને વીડિયો પણ તૂફાન વાઈરલ થયા હતા. અંબાણી પરિવાર હંમેશા સંસ્કૃતિ અને પરંપરા સાથે જોડાયેલો રહ્યો છે.
વાત કરીએ કંગના રનૌતના વર્ક ફ્રન્ટની તો તે છેલ્લાં ફિલ્મ તેજસમાં જોવા મળી હતી, પરંતુ બોક્સ ઓફિસ પર આ ફિલ્મ ખાસ કંઈ જલસો બતાવી શકી નહોતી અને હવે ટૂંક સમયમાં જ એક્ટ્રેસ ફિલ્મ ઈમર્જન્સીમાં જોવા મળશે. આ ફિલ્મમાં એક્ટ્રેસ ભૂતપૂર્વ વડા પ્રધાન ઈંદિરા ગાંધીનો રોલ કરી રહી છે.