મેટિની

ફન વર્લ્ડ

‘મુંબઈ સમાચાર’ના ફન વર્લ્ડમાં તમને રસપ્રદ માહિતી મળશે અને સાથે મજા પણ આવશે. પ્રત્યેક કોયડાના સાચા જવાબ આપનારા વાચકોનાં જ નામ અહીં પ્રગટ કરવામાં આવશે.

વાચકોએ તેમના જવાબ ઈ-મેઇલથી શનિવારે સાંજે ૬:૦૦ સુધી મોકલવાના રહેશે. ત્યાર પછી મોકલેલા જવાબ સ્વીકારાશે નહીં. વાચકોએ જવાબ funworld1822@gmail.com પર મોકલવાના રહેશે.

ભાષા વૈભવ…
હિન્દી – ગુજરાતી જોડી જમાવો

A     B 

बंजर બળવો
बंदगी ઉજ્જડ
बगावत બદલે
बजाय તેતર

बटेर પ્રાર્થના

ઓળખાણ પડી?
બીજા વિશ્ર્વયુદ્ધ વખતે નાઝીઓના અત્યાચારમાંથી ૧૩૦૦ યહૂદીઓને ઉગારનાર જર્મન ઉદ્યોગપતિના જીવન પર આધારિત સ્ટીવન સ્પીલબર્ગની ફિલ્મની ઓળખાણ પડી?

અ)Citizen Kane બ) Jurassic Park ક) Schindler’s Listડ) The Terminal

ગુજરાત મોરી મોરી રે
શ્રેષ્ઠ ફીચર ફિલ્મ – ગુજરાતી માટે નેશનલ એવોર્ડ મેળવનાર ફિલ્મનું નામ જણાવો. ઉપેન્દ્ર ત્રિવેદી અને અનુરાધા પટેલ ફિલ્મમાં લીડ રોલમાં હતાં.
અ) ભવની ભવાઈ બ) કાશીનો દીકરો

ક) માનવીની ભવાઈ ડ) ઓખાહરણ

જાણવા જેવું

કે. બાલાચંદર દિગ્દર્શિત કમલ હસનને હિન્દી ફિલ્મોમાં હીરો તરીકે લાવનારી ‘એક દુજે કે લિએ’ ૧૯૮૧માં આવી હતી જેની હિરોઈન હતી રતિ અગ્નિહોત્રી. એના ૧૬ વર્ષ પછી ૧૯૯૭માં એ જ નામ સાથે ફિલ્મની ઘોષણા કરવામાં આવી હતી. મુકેશ દુગ્ગલ દિગ્દર્શિત આ ફિલ્મમાં ગોવિંદા અને મનીષા કોઈરાલા હતાં. જોકે આ ફિલ્મ બંધ પડી ગઈ હતી.

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
ટીવી ધારાવાહિક ‘અનુપમા’માં લીલા બાના પાત્રમાં લોકપ્રિયતા મેળવનારા અભિનેત્રીનું નામ જણાવો. ‘ઉડાન’, બાલવીર’, ‘સરસ્વતીચંદ્ર’ ટીવી સિરિયલોમાં પણ જોવા મળી હતી.

અ) ભક્તિ રાઠોડ બ) અપરા મહેતા ક) અલ્પના બુચ ડ) પ્રાચી દેસાઈ

નોંધી રાખો
શબ્દ સંભાળીને બોલવા, કારણ કે શબ્દને નથી હોતા હાથ – પગ, કોઈ શબ્દ મલમનું કામ કરી જાય તો કોઈ ઘા કરી પીડા આપી જાય

– કબીર.

માઈન્ડ ગેમ
એકવીસમી સદીની કઈ અભિનેત્રી ફિલ્મોમાં અભિનય કરવા ઉપરાંત ગાયકીમાં પણ વિશેષ રુચિ ધરાવે છે એ આપેલા વિકલ્પમાંથી શોધી કાઢશો?
અ) તાપસી પન્નુ બ) શ્રદ્ધા કપૂર

ક) મૃણાલ ઠાકુર ડ) જેકલીન ફર્નાન્ડિઝ

ગયા શુક્રવારના જવાબ
ભાષા વૈભવ

A     B 

नामुमकिन અશક્ય
गाफिल અસાવધાન
गरमीदाना અળાઈ
बाधा અંતરાય

जूडा અંબોડો

ગુજરાત મોરી મોરી રે

અમર રહે તારો ચાંદલો

ઓળખાણ પડી?

RUSSELL CROWE

માઈન્ડ ગેમ

ડોક્ટર

ચતુર આપો જવાબ
માથું ખંજવાળો
વન ટુ કા ફોર

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button