Ravneer Singh-Deepika Padukone કર્યું આવનારા સંતાનનું નામ Final, આ હશે નામ…
Deepika Padukone And Ranveer Singh આજ સવારથી પ્રેગ્નન્સીની એનાઉન્સમેન્ટ કરીને ટ્રેન્ડમાં આવી ગયા છે. હેડિંગ વાંચીને તમને પણ એવું થયું હશે ને કે હજી તો બાળક જનમ્ન્યુ પણ નથી અને અહીં તો આ બંને જણે સંતાનનું નામ પણ ફાઈનલ કરી દીધું… સપ્ટેમ્બર, 2024ના રણવીર અને દીપિકાને ત્યાં નાનકડાં મહેમાનનું આગમન થવાનું છે.
બંનેના ફેન્સ તો આ Good News સાંભળીને જ એકદમ આનંદમાં આવી ગયા છે. હવે મળી રહેલી માહિતી પ્રમાણે હવે રણવીરે પોતાના આવનારા સંતાનો માટે નામ પણ શોર્ટ લિસ્ટ કરી લીધા છે.
આજે સવારે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને બંને જણે આ ગુડ ન્યુઝ શેર કર્યો છે. હવે આ બધા વચ્ચે રણવીર સિંહનો સોશિયલ મીડિયા પર એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે જેમાં તે બાળકોના નામ શોર્ટલિસ્ટ કર્યા હોવાની વાત કરતો જોવા મળી રહ્યો છે. આ વીડિયો જૂનો છે અને તે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલાં વીડિયોમાં રણવીર સિંહ કન્ટેસ્ટન્ટને કહી રહ્યો છે કે તે પોતાના સંતાનનું નામ શોર્ટલિસ્ટ કરી રહ્યો છે અને તેણે કહ્યું હતું કે તે પોતાના સંતાનનું નામ શૌર્યવીર સિંહ રાખવા માંગે છે. રણવીરે પોતાના વીડિયોમાં આગળ જણાવ્યું હતું કે હું નામોનું એક શોર્ટલિસ્ટ બનાવી રહ્યો છું અને જો તમે મને પરવાનગી આપો તો હું તમારી પાસેથી શૌર્યવીર સિંહ લઈ લઉં?
મળી રહેલી માહિતી પ્રમાણે આ વીડિયો રણવીર સિંહના શો ધ બિગ પિક્ચરનો છે અને આ શો પર જ એક કન્ટેસ્ટન્ટ સાથેની વાતચીત દરમિયાન જ રણવીર સિંહે આ પોતાના સંતાનોના નામ શોર્ટલિસ્ટ કરવાની વાત કહી હતી.