સ્પેશિયલ ફિચર્સ

અને પત્નીએ જાહેરમાં પતિને લાફો ચોડી દીધો… જાણો કારણ

લગ્નેત્તર સંબંધો ઘણી વાર પરિવારમાં વિખવાદનું કારણ બનતા હોય છે અને એમાં ક્યારેક વાત ડિવોર્સ સુધી પણ પહોંચી જતી હોય છે. જોકે, હાલમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક મહિલા એક પુરૂષને થપ્પડ મારજી જોવા મળી રહી છે. આ વીડિયોને @gharkekalesh નામના X યુઝરે શેર કર્યો છે. જોકે, આ ઘટના ચોક્કસ ક્યાં એટલે કે કયા શહેરના મોલમા બની તે તો જાણવા નથી મળ્યું.

પોસ્ટમાં જણાવવામાં આવ્યું છે કે એક પત્નીને શોપીંગ મોલમાં પતિ અને તેની પ્રેમિકાનો ભેટો થઇ ગયો અને તેને તેના પતિના એક્સ્ટ્રા મેરિટલ અફેર વિશે ખબર પડી. વીડિયોમાં પત્ની તેના પતિને થપ્પડ મારતી જોવા મળે છે. ત્યાર બાદ તે નીચે પડેલી તેની બેગ ઉપાડીને જવા માંડે છે. અચાનક તે પતિની ગર્લફ્રેન્ડ પર ભડકે છે અને તેના વાળ ખેંચીને જમીન પર પાડી દે છે અને જતી રહે છે. ત્યાર બાદ પતિ તેની પ્રેમિકાને ઉઠવામાં મદદ કરે છે અને બંને જતા રહે છે.


આપણે ભલે આવા વીડિયોની મઝા માણીએ પણ આ એક કરૂણ સ્થિતિ છે, જેમાં આપણા બદલાતા સમાજનું પ્રતિબિંબ જોવા મળે છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button