સ્પેશિયલ ફિચર્સ

‘લીપ ડે’ની ઉજવણી અને શુભેચ્છા આપવા Googleએ બનાવ્યું ખાસ Doodle

નવી દિલ્હીઃ જાણીતી સેલિબ્રિટીઝના જન્મદિવસ હોય કે પછી કોઈનું અચીવમેન્ટ પણ એની નોંધ ગૂગલ અચૂક લેતું હોય છે, જેમાં તાજેતરમાં લીપ યરની ઉજવણી કરી હતી. ગૂગલ દ્વારા તેની વેબસાઇટ પર જુદા જુદા ડૂડલ્સ (Google Doodles) મૂકવામાં આવે છે. આજે 29 તારીખ એટલે દર ચાર વર્ષે આવતા ‘લીપ ડે’ (Leap Day)ના અવસરે પણ ગૂગલે એક ખાસ પ્રકારનું ડૂડલ બનાવીને લોકોને શુભેચ્છા પાઠવી છે.

લીપ યર 2024ની ઉજવણી કરવા માટે ગૂગલે આ ડૂડલ સાથે લીપ યરની માહિતી પણ આપી છે. ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખ દર ચાર વર્ષમાં એક વખત આવે છે. છેલ્લે 2020માં લીપ ડે આવ્યો હતો.

ફેબ્રુઆરી મહિનામાં 29 તારીખને કારણે આપણું કેલેન્ડર સૂર્ય અને પૃથ્વી સાથે સુસંગત રહે છે. આ ફેબ્રુઆરી મહિનાનો બોનસનો દિવસ છે એટ્લે તમને બધાને લીપ ડેની શુભેચ્છા એવું જણાવી ગૂગલે આ ડૂડલ દ્વારા લોકોને આગવી રીતે શુભેચ્છા પાઠવી છે.

ફેબ્રુઆરી મહિનામાં આવતા આ એક એકસ્ટ્રા દિવસની ઉજવણી કરવા માટે ગૂગલે આ ડૂડલમાં એક દેડકાને લીપ દિવસ તરીકે બતાવ્યો છે. આ દેડકા પર 29 નંબર લખેલો છે અને તે પાણીમાં કૂદકો મારે છે.

આ દેડકાની આસપાસના એક પાંદડા પર 28 અને એક પાંદડા પર એક નંબર લખવામાં આવ્યો છે. આ ડૂડલથી એ સમજાય છે કે જો આ લીપ ડે પસાર થઈ જાય તો ફેબ્રુઆરી મહિનાની 28 તારીખ પછી સીધી માર્ચની એક તારીખ આવે છે.

https://www.google.com/?doodle=320706499&source=sh/cp/do

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button