Shradhhanjali: કટોકટી સમયે 19 મહિના જેલમાં રહ્યા હતા આ અડિખમ નેતા અને દેશના વડા પ્રધાન
હાલમાં દેશનું સૂકાન એક ગુજરાતીના હાથમાં છે ત્યારે આ પહેલા પણ એક મજબૂત ગુજરાતી નેતાએ વડા પ્રધાન તરીકે દેશની ગાદી સંભાળી છે આને તેમનો જન્મદવિસ છે. ભારતના પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈનો આજે જન્મદિવસ છે. છેલ્લે સુધી પોતાના સિદ્ધાંતોને વળગી રહેનારા નેતા તરીકે મોરારજીભાઈને યાદ કરવામાં આવે છે. વહીવટી નોકરી છોડીને રાજકારણમાં જોડાનાર મોરારજી દેસાઈનો આજે જન્મદિવસ છે. રાજ્ય કેબિનેટથી લઈને કેન્દ્ર સરકાર સુધી અલગ-અલગ સમયે તેમણે અલગ-અલગ અને મહત્વપૂર્ણ જવાબદારીઓ નિભાવી અને દેશના વડા પ્રધાન પણ બન્યા.
મોરારજી દેસાઈનો જન્મ 29 ફેબ્રુઆરી 1895ના રોજ ભદૈલી (બોમ્બે પ્રેસિડેન્સી)માં થયો હતો. વર્ષ 1917 માં, તેઓ બોમ્બેની પ્રાંતીય સિવિલ સર્વિસમાં પસંદ થયા. 1927-28માં ગોધરામાં ડેપ્યુટી કમિશનર તરીકે તેમની પોસ્ટિંગ દરમિયાન રમખાણો થયા હતા. આ પછી મોરારજી દેસાઈએ પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું હતું. હકીકતમાં, તેમના પર પક્ષપાતનો આરોપ હતો. આ પછી મોરારજી સ્વતંત્રતા સંગ્રામમાં ઝંપલાવ્યું. આ દરમિયાન તેને ઘણી વખત જેલ જવું પડ્યું હતું. તેઓ આઝાદી બાદ 1952માં બોમ્બેના મુખ્ય પ્રધાન બન્યા હતા.
આ પછી તેઓ 1956 થી 1969 સુધી કોંગ્રેસમાં રહ્યા અને રાજ્ય અને કેન્દ્ર સરકારમાં વિવિધ હોદ્દા પર રહ્યા અને ઘણા મહત્વપૂર્ણ મંત્રાલયોની જવાબદારી પણ નિભાવી. જવાહરલાલ નેહરુના અવસાન બાદ તેઓ વડાપ્રધાન પદના દાવેદાર હતા. જોકે આ દરમિયાન તેને સફળતા મળી ન હતી. આ પછી લાલ બહાદુર શાસ્ત્રીને વડાપ્રધાન બનાવવામાં આવ્યા. જ્યારે લાલ બહાદુર શાસ્ત્રીનું અવસાન થયું ત્યારે મોરારજી દેસાઈ ફરી એકવાર વડાપ્રધાન પદના દાવેદાર બન્યા, પરંતુ ઈન્દિરા બાજી મારી ગયા.
તેઓ ઈન્દિરા ગાંધીની કેબિનેટમાં 1969 સુધી કેબિનેટ મંત્રી અને છેલ્લા બે વર્ષ સુધી નાયબ વડાપ્રધાન તરીકે રહ્યા. વર્ષ 1969માં કોંગ્રેસમાં વિવાદ વધવા લાગ્યો અને કોંગ્રેસ બે જૂથોમાં વહેંચાઈ ગઈ. આ પછી મોરારજી દેસાઈએ ઘણા વર્ષો સુધી વિપક્ષમાં બેસવાનું પસંદ કર્યું. આ પછી તેઓ આગામી 8 વર્ષ સુધી તેમણે રાજકારણમાં કાર્યરત રહ્યા. જોકે 1975માં તત્કાલીન વડાં પ્રધાન ઈન્દિરા ગાંધીએ કટોકટી લાદી અને મોરરજીભાઈ પરી 19 મહિના માટે જેલમાં રહ્યા.
જ્યારે મોરારજી દેસાઈ અને ચંદ્રશેખર કોંગ્રેસમાં હતા ત્યારે બંને વચ્ચે ચોક્કસપણે વૈચારિક તફાવત હતો. વર્ષ 1969માં કોંગ્રેસનું વિભાજન થયા બાદ બંને વિરોધી છાવણીમાં પહોંચી ગયા હતા. દર ચૂંટણીએ એવું બનતું કે તેમને વડા પ્રધાનપદ માટેના દાવેદાર માનવામાં આવે અને છેલ્લે સમયે આ પદ કોઈ બીજાના ભાગે આવી જાય. પરંતુ 1977માં આવું બન્યું ન હતું. 1977માં જનતા પાર્ટીએ લોકસભાની ચૂંટણી જીતી અને મોરારજી દેસાઈને વડાપ્રધાન બનાવ્યા.
આ સમય દરમિયાન મોરારજી દેસાઈને જગજીવન રામ અને ચૌધરી ચરણ સિંહ દ્વારા પડકારવામાં આવ્યા હતા. મોરારજી દેસાઈની ઈમેજ એક હઠીલા અને અડીખમ નેતાની હતી. આ રીતે ચૂંટણી દરમિયાન એવું લાગતું હતું કે જગજીવન રામ વડાપ્રધાન બની શકે છે. પરંતુ આ સમયે મોરારજીને તેમના સહયોગી ચૌધરી ચરણ સિંહે ટેકો આપ્યો હતો. જોકે મજાની વાત એ છે કે સરકાર જેટલો સમય રહ્યા તેટલો સમય મોરારજી અને ચરણ સિંહને મનમેળ રહ્યો ન હતો.