આ કોને ત્યાં ચા પીવા પહોંચ્યા Microsoftના Co-Founder Bill Gates? વીડિયો થયો વાઈરલ…
Microsoftના Co-Founder Bill Gatesનો એક વીડિયો આજે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને આમ પણ તેમની એક ખાસિયત છે જ્યારે પણ તેઓ ભારત આવે છે ત્યારે કોઈને કોઈ એવો ફોટો કે વીડિયો શેર કરી નાખે જ છે જે વાઈરલ થઈ જાય છે અને ટોક ઓફ ધ ટાઉન બની જાય છે. ચાલો જોઈએ આ વખતે Bill Gatesએ એવો તે કયો વીડિયો શેર કર્યો કે જે સોશિયલ મીડિયા પર આગની જેમ વાઈરલ થઈ રહ્યો છે.
દુનિયાના સૌથી ધનવાન વ્યક્તિઓમાં Bill Gatesની ગણતરી કરવામાં આવે છે અને ભારત આવેલા Bill Gates હંમેશની જેમ જ એક્સ્પ્લોર કરતાં જોવા મળ્યા હતા. આ વખતે Bill Gates સોશિયલ મીડિયા પર એકદમ ફેમસ સેલિબ્રિટી Dolly Chaiwalaને ત્યાં ચા પીવા તેની રેકડી પર પહોંચ્યા હતા. એટલું જ નહીં વાઈરલ થઈ રહેલાં આ વીડિયોમાં Bill Gates ડોલી ચાયવાલા સાથે ચાની ચૂસકીઓ મારતાં મારતાં વાતો કરતાં પણ જોવા મળ્યા હતા.
સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહેલો આ વીડિયો જોઈને પહેલાં તો લોકોને પોતાની આંખો પર ભરોસો જ નહોતો થયો પરંતુ જ્યારે લોકોને હકીકત જાણવા મળી તો સોશિયલ મીડિયા પર મીમ્સનું ઘોડાપુર આવ્યું હતું. નેટિઝન્સે અલગ અલગ વીડિયો શેર કરીને 2024માં હજી શું-શું જોવા મળશે એ કંઈ કહી શકાય નહીં એ મતલબના મીમ્સ શેર કર્યા હતા.
જો તમને ડોલી ચાયવાલા વિશે જણાવીએ તો તે મહારાષ્ટ્રના નાગપુર ખાતે ચા વેંચે છે અને સોશિયલ મીડિયા પર તેની અલગ રીતે ચા સર્વ કરવાની રીતને કારણે તે ખૂબ જ ફેમસ છે અનેક ફૂડ બ્લોગર્સ આવીને તેને ત્યાં ચા પીવા અને વીડિયો બનાવવા માટે આવે છે. આ ઉપરાંત ડોલીનો દેખાવ એટલે કે તેના કપડાં અને ચશ્મા પણ તેને અન્ય ચાવાળાઓ કરતાં જૂદો પાડે છે.
Bill Gates આ વીડિયોને સોશિયલ મીડિયા પર શેર કરતાં કેપ્શનમાં લખ્યું હતું કે ‘ભારતમાં તમને દરેક જગ્યાએ કંઈકને કંઈક નવીનતા જોવા મળે જ છે, ચાના સાદા કપની બનાવટમાં પણ!’ આ વીડિયોમાં આગળ એ પણ બતાવવામાં આવ્યું છે કે ડોલી ચા બનાવવા માટે દૂધમાં ચાની પત્તી, આદુ અને એલચી નાખે છે. વીડિયોના ટેક્સ્ટમાં બિલ ગેટ્સ કહે છે કે હું ફરીથી ભારત આવવા માટે ઉત્સાહિત છું. જે અનોખી નવીનતાઓનું ઘર છે. આ વીડિયો પર લોકો કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.