G20 Summit: UK PM Rishi Sunak, his wife arrive in India

G20 સમિટમાં ભાગ લેવા માટે નવી દિલ્હી પહોંચ્યા ભારતના ‘જમાઈ’

કહ્યું- મારા માટે આ ખૂબ જ ખાસ ક્ષણ છે

નવી દિલ્હીઃ યુકેના વડા પ્રધાન ઋષિ સુનકને ભારતના ‘જમાઈ’ તરીકે ઓળખવામાં આવે છે. તેમને પણ આ વાતની જાણ છે. રાજધાની દિલ્હીમાં 9 અને 10 સપ્ટેમ્બરે જી-20 સમિટનું આયોજન થયું છે. એમાં ભાગ લેવા વિદેશી મહેમાનો આવી રહ્યા છે. ભારતના ‘જમાઈ’ ઋષિ સુનક પણ દિલ્હી આવી પહોંચ્યા છે. કેન્દ્રીય પ્રધાન અશ્વિની ચૌબેએ એરપોર્ટ પર તેમનું સ્વાગત કર્યું હતું. ‘ભારતના જમાઈ’ તરીકે ઓળખાતા હોવાનો મજાકમાં ઉલ્લેખ કરતા તેમણે કહ્યું હતું કે G20 નેતાઓની સમિટ માટે તેમની નવી દિલ્હીની મુલાકાત “ખૂબ જ ખાસ” છે.

નવી દિલ્હી જતી ફ્લાઇટમાં પત્રકારો સાથે વાત કરતા 43 વર્ષીય સુનકે જણાવ્યું હતું કે તેઓ ભારતની મુલાકાત લેવા માટે ઉત્સાહિત છે, “ભારત દેશ મારા માટે ખૂબ જ નજીકનો અને પ્રિય છે.” સુનકની સાથે તેમના પત્ની અને ઇન્ફોસીસના સ્થાપક નારાયણ મૂર્તિના પુત્રી પણ છે.


સુનક શિખર સંમેલનની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દ્વિપક્ષીય મંત્રણા કરવાના છે. સુનકે ત્રણ દિવસની ભારતની મુલાકાત પહેલા ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું કે, મેં ક્યાંક વાંચ્યું છે કે જોયુ છે કે મને મને ભારતના જમાઈ તરીકે ઓળખવામાં આવે છે, મને આશા છે કે તે પ્રેમથી કહેવામાં આવ્યું છે.

તેમણે જણાવ્યું હતું કે તેમની ભારતની મુલાકાત ઘણી મહત્વપૂર્ણ છે. “વડાપ્રધાન મોદી અને હું સંમત છીએ કે અહીં વિશાળ સંભાવનાઓ છે.” અમે 2030 સુધીનો રોડમેપ તૈયાર કર્યો છે. જેના પર સાથે મળીને અમે ઘણી પ્રગતિ કરી રહ્યા છીએ. અમે ખરેખર એક મહત્વાકાંક્ષી વેપાર કરાર કરવા માંગીએ છીએ જે અમારા બંને દેશોને લાભ આપે, જે ભારતમાં અને યુકેના વ્યવસાયો અને ગ્રાહકો માટે અભૂતપૂર્વ તકો લાવશે.”

સંબંધિત લેખો

Back to top button