નેશનલ

સરેરાશ તાપમાનમાં જો આટલો વધારો થશે, તો હિમાલયના 90% ભાગમાં આખું વર્ષ દુષ્કાળ રહેશે, એક અભ્યાસમાં તારણ

માનવીય પ્રવૃત્તિઓના કારણે સરેરાશ વૈશ્વિક તાપમાન સતત વધી રહ્યું છે. આબોહવા પરિવર્તનને કારણે પૃથ્વી પર જીવસૃષ્ટિ માટે મોટો પડકાર બની ગયો છે. એક અહેવાલ મુજબ જો વૈશ્વિક સરેરાશ તાપમાન 3 ડિગ્રી સેલ્સિયસ વધશે તો હિમાલયનો લગભગ 90 ટકા વિસ્તાર આખું વર્ષ સુધી સૂકો રહેશે. એક સંશોધનમાં આ તારણો મળ્યા છે.

ક્લાઈમેટિક ચેન્જ જર્નલમાં પ્રકાશિત થયેલા અભ્યાસના તારણો અનુસાર, તાપમાનમાં 3 ડિગ્રીનો વધારો ખેતીની જમીનને દુષ્કાળ સામનો કરવો પડી શકે છે. તેનાથી બચવા માટે પેરિસ સમજૂતીનું પાલન કરવું અનિવાર્ય છે. પેરિસ કરાર અનુસાર ગ્લોબલ વોર્મિંગને 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત કરવાનું લક્ષ્ય છે.


યુકેની યુનિવર્સિટી ઓફ ઈસ્ટ એંગ્લિયા (યુઈએ)ના સંશોધકોની આગેવાની હેઠળની ટીમ નિષ્કર્ષ પર પહોંચી હતી કે માનવ અને પ્રકૃતિ સાથે સંકળાયેલા જોખમો વધવાથી ગ્લોબલ વોર્મિંગનું જોખમ કેવી રીતે વધે છે. આ અભ્યાસ ભારત, બ્રાઝિલ, ચીન, ઇજિપ્ત, ઇથોપિયા અને ઘાના પર કેન્દ્રિત છે.


અભ્યાસ મુજબ ગ્લોબલ વોર્મિંગનું સ્તર વધવાની સાથે દુષ્કાળ, પૂર, પાકની ઉપજમાં ઘટાડો અને જૈવવિવિધતા અને કુદરતી સંપતિનું નુકસાનન નોંધપાત્ર રીતે વધે છે.


સંશોધન ટીમના જણાવ્યા અનુસાર તાપમાનમાં 3 ડિગ્રી સેલ્સિયસ વધારાને કારણે ખેતીની જમીનને દુષ્કાળનો સામનો કરવો પડે છે. જો આવું થાય તો દરેક દેશમાં 50 ટકાથી વધુ ખેતીની જમીનને એક વર્ષથી 30 વર્ષ સુધી ગંભીર દુષ્કાળનો સામનો કરવો પડી શકે છે.


અહેવાલ મુજબ દરિયાકાંઠાના દેશોમાં દરિયાની સપાટી વધવાથી આર્થિક નુકસાન વધવાની ધારણા છે, જો તાપમાનમાં વધારો 1.5 ડિગ્રી સેલ્સિયસ સુધી મર્યાદિત રહેશે તો ગરમીમાં નોંધપાત્ર ઘટાડો થશે. સંશોધકોએ ચેતવણી આપી હતી કે ગ્લોબલ વોર્મિંગ ઘટાડવા માટે વધુ પ્રયત્નોની જરૂર છે, કારણ કે વર્તમાન વૈશ્વિક નીતિઓ હેઠળ, ગ્લોબલ વોર્મિંગમાં 3 ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button