(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઇ: નિફ્ટીમાં શ્રી રામનો પ્રવેશ સમાવેશ થવનો છે. નેશનલ સ્ટોક એક્સચેન્જના બેન્ચમાર્ક ઇન્ડેક્સ સહિત અન્ય શેરઆંકના ઘટક શેરોમાં ફેરફાર જાહેર કરાયો છે. નિફ્ટીના વિવિધ ઇન્ડેક્સમાં શેરમાં ફેરફારની જાહેરાત કરવામાં આવી છે. એક્સચેન્જએ માહિતી આપી છે કે એનએસઈની ઈન્ડેક્સ મેઈન્ટેનન્સ સબ કમિટી (ઈક્વિટી)એ શેરમાં થયેલા ફેરફારોની સમીક્ષા કરી છે અને શેરોમાં ફેરફાર કર્યા છે.
આ તમામ ફેરફારો 28 માર્ચના સત્રથી અમલમાં આવે છે. જાણકારી અનુસાર નિફ્ટી 50માં એક શેર બદલાયો છે. જ્યારે નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી અને નિફ્ટી 100માં 5-5 શેરો બદલાયા છે.
નિફ્ટી મિડકેપ 150માં 14 અને નિફ્ટી 500માં 34 શેરોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. નિફ્ટી સ્મોલકેપ 250માં 36 શેરો બદલાયા છે. નિફ્ટી મિડકેપ સિલેક્ટમાં 4 શેરો બદલાયા છે. હવે નિફ્ટી ઇન્ડેક્સમાં ક્યા શેર બદલાયા એના પર નજર ફેરવીએ. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં એક સ્ટોક યુપીએલને ઇન્ડેક્સમાંથી બાકાત રાખવામાં આવ્યો છે જ્યારે શ્રીરામ ફાઈનાન્સને ઈન્ડેક્સમાં સ્થાન મળ્યું છે.
આ ઉપરાંત અદાણી વિલ્મર, મુથૂટ ફાઇનાન્સ, પીઆઇ ઇન્ડસ્ટ્રીઝ, પ્રોક્ટર એન્ડ ગેમ્બલ હાઇજીન એન્ડ હેલ્થકેર અને શ્રીરામ ફાઇનાન્સને નિફ્ટી નેક્સ્ટ 50માંથી બાકાત રાખવામાં આવ્યા છે. અદાણી પાવર, ઇન્ડિયન રેલ્વે ફાઇનાન્સ કોર્પોરેશન, જિયો ફાઇનાન્સિયલ, પાવર ફાઇનાન્સ કોર્પોરેશન અને આરઇસીનો ઇન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને