સ્પોર્ટસ

આજથી ઑસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડ વચ્ચે પ્રથમ ટેસ્ટ, સ્ટીવ સ્મિથ કરશે ઓપનિંગ

વેલિંગ્ટન: ન્યૂઝીલેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આજથી બે મેચની ટેસ્ટ શ્રેણી શરૂ થશે. ન્યૂઝીલેન્ડની ટીમને તાજેતરમાં ટી-૨૦ શ્રેણીમાં ૩-૦થી હારનો સામનો કરવો પડ્યો હતો. કિવી ટીમે છેલ્લી વખત ઑસ્ટ્રેલિયાને ઘરઆંગણે ૩૧ વર્ષ પહેલા ૧૯૯૩માં ઓકલેન્ડમાં ટેસ્ટમાં હરાવ્યું હતું. ત્યારથી અત્યાર સુધીમાં કિવી ટીમ ૩૧ ટેસ્ટ મેચોમાં માત્ર એક જ મેચ જીતવામાં સફળ રહી છે. ૨૦૧૧માં હોબાર્ટમાં ઑસ્ટ્રેલિયાને હરાવ્યું હતું. ૬૦ મેચોમાં ૩૪ જીત, ૧૮ હાર અને આઠ ડ્રો સાથે બંને ટીમો વચ્ચેની મેચોમાં ઑસ્ટ્રેલિયાનું વર્ચસ્વ રહ્યું છે.

ટેસ્ટ મેચના પ્રથમ ત્રણ દિવસ સુધી હવામાન સ્વચ્છ રહેવાની શક્યતા છે. જો કે છેલ્લા બે દિવસ દરમિયાન વરસાદની સંભાવના છે. ટેસ્ટ મેચ શરૂ થવાના એક દિવસ પહેલા વરસાદ પડ્યો હતો.
ટેસ્ટ અગાઉ ઑસ્ટ્રેલિયાએ તેની પ્લેઈંગ ઈલેવનની જાહેરાત કરી હતી. ઑસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સે વોર્નરની નિવૃત્તિ બાદ ફરીથી સ્ટીવ સ્મિથ પર વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો. સ્ટીવ સ્મિથ ઉસ્માન ખ્વાજા સાથે ઇનિંગ્સની શરૂઆત કરશે.

ઝડપી બોલિંગની જવાબદારી મિશેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ અને કેપ્ટન પેટ કમિન્સના ખભા પર રહેશે. ઑસ્ટ્રેલિયાના આ ત્રણ બોલરોએ પાકિસ્તાન સામે ત્રણ ટેસ્ટ અને પછી વેસ્ટ ઈન્ડિઝ સામે સતત બે ટેસ્ટ રમી હતી. સ્મિથ અને ઉસ્માન ખ્વાજાની જોડી ઇનિંગની શરૂઆત કરશે. માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ અને મિશેલ માર્શ મિડલ ઓર્ડરની જવાબદારી સંભાળશે.ઉ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button