મરણ નોંધ

હિન્દુ મરણ

નયાનગર નિવાસી (હાલ બોરીવલી) સ્વ. ઉદયકુમાર સિંહ (ઉં.વ. ૭૬) રવિવાર, તા. ૨૫-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નીતાબેનના પતિ. તે હિમાંશુ અને નિખિલના પિતાશ્રી. તે મીના અને વેદિકાના સસરા. તે હિરલ, ચાર્મી, હેત્વી, ખુશાના દાદા. તે સ્વ. સુશિલાબેન અરવિંદલાલ તોલાટના જમાઈ. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૨-૨૪ના ૫થી ૭. પ્રાર્થનાસ્થળ: પેરેડાઈઝ બેન્કવેટ હોલ, ગ્રાઉન્ડ ફલોર, શેઠ ડી.એમ. હાઈસ્કૂલ, રોડ નં. ૧૦, દૌલત નગર, બોરીવલી (ઈસ્ટ).
કપોળ
જાનબાઈ દરેડી, હાલ કાંદિવલી નિવાસી સ્વ. અમૃતલાલ લાલજી મહેતાના પત્ની જયશ્રીબેન (ઉં. વ. ૮૭) તે સંજય, જીતીક્ષા તથા સ્વ. સુધીરના માતુશ્રી. તે અ.સૌ. રૂપા તથા સ્વ. જતીનના સાસુ. તે સાવરકુંડલાવાળા સ્વ. નંદલાલ ચત્રભુજ મહેતાના દીકરી તથા સ્વ. રમણીકલાલ, હસમુખભાઈ તથા અ.સૌ. કળાબેન પ્રતાપરાય દોશીના બેન તથા સંકેતના દાદી તથા અ.સૌ. દ્રષ્ટિના મોટીસાસુ ૨૭-૨-૨૪ના મંગળવારે અવસાન પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
હાલાઈ ભાટિયા
સુરેશ પુરષોત્તમ કાપડિયા (ઉં.વ. ૭૮) (સંપતગેલાણી), તે કાન્તાબેન કાનજી કાપડિયાના પુત્ર. ગીતાના પતિ. વિજય, હીના, હેમકલા હરીશ ઉદેશી, કુમુદબેન (મણિબેન) વિનોદ નેગાંધીના મોટાભાઈ. દમયંતી ચત્રભુજ કાનજી આશરના જમાઈ. સ્વ. રંજનાબેનના જેઠ તથા ચી. વિશાલ અને ખ્યાતિ અંકિત શાહના કાકા. તા. ૨૭-૨-૨૪ના શ્રીજીચરણ પમ્યા છે. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૨-૨૪ના ૪.૩૦ થી ૬ હાઇલેન્ડ વ્યુ, ચારકોપ ગાંવ, એમ જી રોડ, કાંદિવલી વેસ્ટ. લૌકિક વ્યવહાર બંધ છે.
કપોળ
આંબરેલીવાળા સ્વ. મંગળાબેન તથા સ્વ. વિઠ્ઠલદાસ કરસનદાસ ગાંધીના પુત્ર ધનસુખભાઇ ગાંધી (ઉં.વ. ૮૧) તે ૨૬/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે હાલ ભાયંદર નિવાસી હેમલતાબેનના પતિ. પિયુષ, દિવ્યા હેમંત વિરા, અંજલિ રીતેશ પારેખના પિતા. નગીનભાઈ, સ્વ. ચંપકભાઈ, વિજયભાઈ, રંજનબેન નલિનકાંત સંઘવી, ગં.સ્વ. જ્યોતિબેન જયંતીલાલ લુક્કડ, રેખાબેન અજિતરાય શેઠના ભાઈ. નવાપુરવાળા સ્વ. હીરાબેન લક્ષ્મીદાસ છોટાલાલ મહેતાના જમાઈ. સર્વ લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.
દશા સોરઠીયા વણિક
રાજકોટવાળા હાલ બોરીવલી સ્વ. ચંપકલાલ પ્રભુદાસ મયાણીના ધર્મપત્ની, ગં. સ્વ. મંજુલાબેન (ઉં.વ. ૮૪) તે જયેશ, હર્ષદ, બીના, હિના તથા મીનાના માતુશ્રી. ગં. સ્વ. મધુબેન કિરીટભાઈના જેઠાણી. સ્વ. ચંદ્રકાન્તભાઈ, સ્વ. ભુપેન્દ્રભાઈ, દિનેશભાઇ, હરીશભાઈ, ભરતભાઈ ભગવાનદાસ, સ્વ. ભાનુબેન પ્રભુદાસ, સ્વ. જયાબેન જયંતીભાઈ, સ્વ. ઉર્મિલાબેન પ્રભુદાસ, ભારતીબેન નટવરલાલના બહેન. જયેશ ઈશ્ર્વરલાલ વખારિયા, હિતેશ હરસુખલાલ, ધીરેન નારાયણદાસ, છાયાબેન, જયશ્રીબેનના સાસુ. ૨૭/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
લુહાર સુથાર
ગામ જસપરા હાલ દહિસર સ્વ. બળવંતભાઈ વિઠ્ઠલભાઈ રાઠોડના ધર્મપત્ની ગં.સ્વ. લલીતાબેન રાઠોડ (ઉં.વ. ૬૧) તે ૨૭/૨/૨૪ના રામશરણ પામેલ છે. તે છાયાબેન વિપુલભાઈ રાઠોડ, પ્રદીપકુમાર નંદલાલ રાઠોડના સાસુ. સ્વ. ગિરધરભાઈ ભાણજીભાઇ ગોહિલના દીકરી. કિશોરભાઈ ગિરધરભાઈ ગોહિલના બહેન. સ્વ. કેશવભાઈ તથા સ્વ. ચંદુભાઈ પ્રેમજીભાઈ મકવાણાના ભાણેજ. પ્રાર્થનાસભા ૧/૩/૨૪ના ૫ થી ૭. લુહાર સુથાર વાડી, કાર્ટર રોડ ૩, અંબામાતા મંદિર પાસે, બોરીવલી ઈસ્ટ.
ઘોઘારી દશા દિશાવળ વણિક
ભાયંદર નિવાસી રાજ ઉત્તમલાલ મહેતા (ઉં.વ. ૭૧) તે ૨૬/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે રેખાબેનના પતિ. સ્વ. હરેન્દ્ર, ભારત, જયભૂષણ, દીપ્તિ હર્ષદ ચોખાવાલાના ભાઈ. કામિનીના દિયર. મીના તથા સ્વ. બીનાના જેઠ. સાસરાપક્ષે સ્વ. માણેકબેન અનંતભાઈના જમાઈ. પ્રાર્થનાસભા ૨૯/૨/૨૪ના ૪.૩૦ થી ૬.૦૦. કપોળવાડી, ગીતાનગર, ફાટક રોડ, ભાયંદર વેસ્ટ.
કચ્છી ભાટિયા
જયોતિ હિમતસિંહ સંપટ (ઉં.વ. ૮૦), તે નિર્મલા નરોત્તમ લાકડાવાળાના દીકરી. તે સંજય તથા અસ્મિતાના માતા. તે જાગૃતિ તથા મનિષ વેદના સાસુ. સુશીલા કિશોર સિંહના દેરાણી. દિલીપ તથા પુષ્પા સંપટના બહેન. મુંબઈ તા. ૨૭/૨/૨૪ના મંગળવારે શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા લૌકિક વહેવાર બંધ છે.
પરજીયા સોની
જાળિયાવાળા હાલ ગોરાઈ બોરિવલી નિવાસી, અ. સૌ. રંજનબેન ધાણક (ઉં.વ. ૫૯) તા. ૨૭-૨-૨૪, મંગળવારના મુંબઇમાં શ્રીજીચરણ પામેલ છે. તે રમેશભાઈ આપાભાઈ ધાણકના ધર્મપત્ની. તે રાહુલ, હેતલ અમિતકુમાર વાયા, કવિતા કુનાલકુમાર સોનીના માતુશ્રી. તે સરસિયાવાળા સ્વ. ચંપાબેન તથા સ્વ. રામભાઇ ભુરાભાઈ સલ્લાના દીકરી. પ્રાર્થનાસભા તા. ૧/૩/૨૪ના શુક્રવારના ૫ થી ૬ સોનિવાડી, શિમ્પોલી રોડ, બોરીવલી વેસ્ટ.
દીવેચા વાંઝા
બોરીવલી સ્થિત અ.સૌ. ભારતી દીવેચા (ઉં.વ. ૬૮) સોમવાર, તા. ૨૬-૨-૨૪ના દેવલોક પામ્યા છે. તે સ્વ. સાકરલાલ ચુનીલાલ ગોહિલ અને સ્વ. પુષ્પાબેન ગોહિલની પુત્રી. સ્વ. છબીલદાસ હીરાચંદ દીવેચા અને સ્વ. પરસનબેન દીવેચાની પુત્રવધૂ. ભૂપેન્દ્રભાઈની પત્ની. સ્વ. સાધના મધુસૂદન, રમીલા રમેશ, ગં.સ્વ. ઊર્મિ હરીશના દેરાણી. સ્વ. ભદ્રા, ગં.સ્વ. સરલા, સ્વ. ઊર્મિલા, ગં.સ્વ. મીનાક્ષીના ભાભી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૨-૨૪ના ૫ થી ૬.૩૦. તેમના પ્લોટ નં. ૧૧૪, બી/૯, ભાગ્યોદય સોસાઈટી, સેક્ટર-૧, ગોરાઈ રોડ, સુવિદ્યા સ્કૂલની સામે, બોરીવલી (પશ્ર્ચિમ).
પરજીયા સોની
ગામ લાઠી નિવાસી હાલ સુરત કનૈયાલાલ જગડા (ઉં.વ. ૭૧) તે ૨૫/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે સ્વ. ભાનુબેન તથા સ્વ. ધીરજલાલ ધનજીભાઈ જગડાના પુત્ર. સ્વ. સરલાબેનના પતિ. હિતેન, પ્રશાંત, રીના અનિલભાઈ સલ્લાના પિતા. રાજુલાવાળા સ્વ. નટવરલાલ વિઠ્ઠલદાસ જીણાદ્રાના જમાઈ. મીના, કિંજલ, અનીલકુમારના સસરા. સ્વ. જસુબેન, સ્વ. વિજયભાઈ, દેવીબેન, ગીતાબેન, પન્નાબેન, રંજનબેન તથા ઉષાબેનના ભાઈ. પ્રાર્થનાસભા ૨૯/૨/૨૪ના ૪ થી ૫. સોની વાડી, શીમ્પોલી સિગ્નલ બોરીવલી વેસ્ટ.
પંચાલ મિસ્ત્રી
નારગોલ નિવાસી હાલ ચારકોપ ગં.સ્વ. મણીબેન હરકિશનદાસ મિસ્ત્રી (ઉં.વ. ૧૦૪) તે ૨૪/૨/૨૪ના દેવલોક પામેલ છે. તે સ્વ. હસમુખ, લલિત, નટવર, સ્વ. સુરેશ, પ્રવીણ, મદન, રમીલા, હંસના માતુશ્રી. ગં.સ્વ. દક્ષા, ભારતી, ગીતા, ગં.સ્વ. રેખા, સ્વ. ધનગૌરી, મીના, સ્વ. વિજય, વિનોદના સાસુ. પ્રાર્થનાસભા ૧/૩/૨૪ના ૪ થી ૬ પાર્ટી હોલ, ઈવેન હોરીઝન, ચારકોપ, સેક્ટર ૩, ભગવતી હોટલની બાજુમાં, પહેલે માળે, કાંદિવલી વેસ્ટ.
કપોળ
જાનબાઈ દેરડી હાલ કાંદિવલી સ્વ. લાલજી રામજી મહેતાના પુત્ર તથા સ્વ. અમૃતલાલના ધર્મપત્ની જયશ્રીબેન (ઉં.વ. ૮૭) તે ૨૭/૨/૨૪ના અવસાન પામેલ છે. તે સંજય, જીતીજ્ઞા, સ્વ. સુધીરના માતુશ્રી. રૂપા તથા સ્વ. જતીનના સાસુ. સાવરકુંડલાવાળા સ્વ. નંદલાલ ચત્રભુજ મહેતાના દીકરી. સ્વ. રમણીકભાઇ હસમુખભાઈ તથા કળાબેન પ્રતાપરાય દોશીના બહેન. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ
રાખેલ છે.
કપોળ
હિરલ મોદી (ઉં.વ. ૩૪) તે અંકિત યોગેન્દ્રભાઈ મોદીના પત્ની. તે નિવાનના મમ્મી. તે ધમતરીવાળા હાલ ડોમ્બિવલી જ્યોતિ રાજેન્દ્રભાઈ મોદીની દીકરી. તે ભાવિશા સમીર મહેતાની બેન. તે ગીતા શરદ, ભાવના અશોક, મધુબેન પંકજભાઈની ભત્રીજી. તે અમરેલીવાળા સ્વ. ચીમનલાલ ગિરધરલાલ ગાંધીની ભાણેજ. તા. ૨૬-૨-૨૪ સોમવારના શ્રીજીચરણ પામેલ છે. સર્વ પક્ષ પ્રાર્થનાસભા તા. ૨૯-૨-૨૪ ગુરુવારના ૫ થી ૭, લાયન્સ ક્મ્યુનીટી હોલ, પ્લોટ -૯૩, ગારોડીઆનગર, ઘાટકોપર-ઈસ્ટ.
કચ્છી લોહાણા
ગામ અંજાર, હંસાબેન (ઉં. વ. ૭૦) સ્વ. અશ્ર્વિનભાઈ મંગલજીભાઈ પાદરાઈના ધર્મપત્ની. તે દેવકાબેન શંભુભાઈ દામજી કતીરા ગામ કોઠારાના દીકરી ૨૬-૨-૨૪, સોમવારના શ્રીજી રામશરણ પામેલ છે. તે વૃજલાલભાઈ, જયાબેન, સ્વ. જીતેન્દ્ર ગીતાબેન, સ્વ. ઝવેરબેન મથુરાદાસ, સ્વ. નિર્મલાબેન નરોત્તમભાઈના ભાઈના પત્ની. મનીષા સંકેત, સ્નેહા કુશાગ્ર, નિકીતા અનિરુદ્ધના માતાશ્રી. લિપિ, શ્રીતીક, આદ્રિતના નાની. ભાવનાબેન નવીનભાઈ, સ્વ. પુષ્પાબેન રાજુભાઈ, રશ્મિ અશોકના મોટા બેન. બંને પક્ષની પ્રાર્થનાસભા ૨૯-૨-૨૪, ગુરુવાર ૫.૩૦થી ૭. સ્થળ- ગોપુરમ હોલ, પુરુષોત્તમ ખેરાજ ઈસ્ટેટ, ડૉ. રાજેન્દ્રપ્રસાદ રોડ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં, મુલુંડ વે. લૌકિક વ્યવહાર બંધ છે.
ઘોઘારી લોહાણા
દિલીપભાઈ (ઉં વ. ૭૫) તે સ્વ. નટવરલાલ વિઠ્ઠલજી રાજપોપટ, સ્વ. શશિકલાબેન તથા ઉર્વશીબેનના જ્યેષ્ઠ સુપુત્ર. તે દારેસલામવાળા રામજી વેલજી ચંદેના દોહિત્ર. તે નીલેશ, હીના અશોક ગુપ્તા, કવિતા ભરત સેજપાલ, પ્રિયા, ઘનશ્યામ તથા શિવાની મનિષ જવેરીના મોટાભાઈ. તે રાધિ અશોક જાનકી, અનુશા કપિલ રાનડે, ડૉ. ચંદના ઍડોલ્ફો કેસોન, યશ, આયુશી સિધ્ધાર્થ શેવાડે, આદિત આશના અને જશના મોટા મામા. તે ચિંતન, માનવ અને આકાંક્ષાના અદા. દેવલાલી મુકામે ૨૨-૨-૨૪ના શ્રીજી ચરણ પામ્યા છે. લૌકિક વ્યવહાર બંધ છે. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
મહુવાવાળા, હાલ ડોંબિવલી શ્રીમતી ચેતના યોગેન્દ્ર મોદીના પુત્ર અંકિતના ધર્મપત્ની હિરલ (ઉં. વ. ૩૪) ૨૬-૨-૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે નિવાનના માતા તથા સ્વ. જ્યોતિબેન રાજેન્દ્રભાઈ વૃજલાલ મોદીની દીકરી. તે ભાવીશા સમીર મહેતાના બેન. મોસાળ પક્ષે અમરેલીવાળા સ્વ. ચિમનલાલ ગિરધરલાલ ગાંધીની ભાણેજ. સર્વે પક્ષની પ્રાર્થનાસભા ૨૯-૨-૨૪ના ગુરુવારે ૫થી૭. સ્થળ- લાયન્સ કોમ્યુનીટી હોલ, પ્લોટ નં. ૯૩, ગારોડીયાનગર, ઘાટકોપર (ઈસ્ટ).
ચરોતર પાંચ ગામ લેવા પાટીદાર
મલાડ નિવાસી સ્વ. હર્ષદભાઈ વલ્લવભાઈ પટેલ (ઉં. વ. ૭૨) તે ઉમાબેનના પતિ. તે કેયૂર અને દિપ્તીના પિતાશ્રી. ૨૫-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા ૩-૩-૨૪ના રવિવારે ૧૦થી ૧૨. ઠે. એ/૩૦, અવિરાહી હાઈટ, ડોલ્ફિન હાઈટની બાજુમાં, જનકલ્યાણ નગર, મલાડ વેસ્ટ.
ઘોઘારી મોઢ વૈષ્ણવ વણિક
રાણપુર નિવાસી, હાલ (મુલુંડ) લલિતકુમાર મગનલાલ શાહ (ઉં. વ. ૮૦) તા. ૨૭-૨-૨૪ને સોમવારના રોજ અવસાન થયેલ છે. તે સ્વ.કાંતિલાલ, સ્વ.રમણીકલાલ, સ્વ.લીલીબેન, સ્વ.શારદાબેનના ભાઈ. ચંદનબેનના પતિ. મેહુલ તથા અલ્પા ના પિતા. કેતકી તથા તુષાર ગડાના સસરા. અનેરીના દાદા. રોબિનના નાના. સ્વ.કાનજી પરસોત્તમ મહેતાના જમાઈ. તેમની પ્રાર્થનાસભા શુક્રવાર તા. ૧-૩-૨૪ના રોજ સાંજે ૫ થી ૭. સ્થળ: ગોપુરમ હોલ, જ્ઞાન સરિતા સ્કૂલની બાજુમાં ,ડો.આર.પી રોડ,મુલુંડ (વેસ્ટ).
કચ્છી ભાટિયા
ગં.સ્વ. પદ્મિની પરશોત્તમ લાયજાવાલા (ઉં.વ. ૮૯) ૨૭મી ફેબ્રુઆરીએ શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. જમનાબાઈ દ્વારકાદાસના પુત્રવધૂ. ભાવના, દુષ્યંત, અભયના માતુશ્રી. અતુલ દયાલ, પ્રજ્ઞા, પ્રતીચીના સાસુ. સ્વ. હરિદાસ રતનસિંહ ચીખ્ખલના પુત્રી. અનુરાધા કાપડિયા, સ્વ. શાંતિકુમાર ચીખ્ખલ, ભારતી મર્ચન્ટ, સ્વ. પ્રદીપ ચીખ્ખલના બેન. જયદેવ, બ્રિંદા, કાર્તિક, રિદ્ધિના નાની-દાદી. પ્રાર્થનાસભા શુક્રવાર, ૧લી માર્ચ, સાંજે ૫.૩૦થી ૭.૦૦. ઠે: બજાજ ભવન, જમનાલાલ બજાજ માર્ગ, ૨૨૬ નરીમન પોઈન્ટ, મુંબઈ-૨૧.
કપોળ
મૂળ લાઠી, હાલ કાંદિવલી, સ્વ. કનૈયાલાલ હરગોવિંદદાસ વળિયાના ધર્મપત્ની. ગં.સ્વ. મૃદુલાબેન (ઉં. વ. ૮૬) તા. ૨૬-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે ફાલ્ગુનીબેન, સમીરભાઈ તથા નિરૂપાબેનના માતુશ્રી. પ્રદીપભાઈ, બિન્દુબેન, દિગંતભાઈના સાસુ. ધિરૂભાઈ તાપીદાસ, નવનીતભાઈ તાપીદાસ વોરા, વસંતબેન સંઘવી તથા મંજૂલાબેન મહેતાના બેન. નિર્મિત તથા પ્રાચીના દાદી. માનસી મીહિર મહેતા, આદિત્ય તથા તુલસીના નાની. પ્રાર્થનાસભા રાખેલ નથી.
કપોળ
શિહોરવાળા, હાલ અંધેરી, સ્વ. ઈચ્છાલક્ષ્મી રમણીકલાલ મહેતાના સુપુત્રી નલીનીબેન મહેતા (ઉં.વ. ૮૦) તા. ૨૫-૨-૨૪ના રવિવારે શ્રીજીચરણ પામેલ છે. તે અલ્કેષ ગોરડિયા અને મીરા વકીલના માતુશ્રી. અમલ વકીલ અને મમતા ગોરડિયાના સાસુ. રાહુલ વકીલના નાની તથા શશીકાંત, સ્વ. રજનીકાંત, રવિકાંત, ઈંદિરાબેન, મૃગાક્ષીબેન, મૃણાલીનીબેનના મોટાબેન તથા મોસાળ પક્ષે પાલીતાણાવાળા ગુલાબરાય દુલેરાય પારેખના ભાણેજ. સર્વ લૌકિક પ્રથા બંધ છે.
ઔદિચ્ય ગોહિલવાડી નથુંતુલસી જ્ઞાતિ
વૃજલાલ છગનલાલ પંડ્યા વિરાર (મૂળ બાબરા)ના ધર્મપત્ની ગં.સ્વ. વિજયાબેન પંડ્યા (ઉં.વ ૯૧)નું તા. ૨૮-૨-૨૪ના સ્વર્ગવાસ થયેલ છે. બેસણું તા. ૨૯-૨-૨૪ના ગુરુવારે ૪થી ૬. સ્થળ: સી-૧૧, વિષ્ણુ એપાર્ટમેન્ટની ટેરેસ, બોળીંજ, બોળેષ્વરી રોડ, વિરાર (પ.).
વેદાંત બ્રાહ્મણ
કચ્છ ગામ બાડા હાલ મુલુંડ મહેન્દ્ર કનૈયાલાલ વેદાંતના ધર્મપત્ની અ.સૌ. ગુણવંતી (ઉં.વ.૮૬) રવિવાર, તા. ૨૫-૨-૨૪ના રામશરણ પામેલ છે. તે કીર્તિ, જ્યોતિ, નયનાના માતુશ્રી. ચેતના, પ્રવીણ, યજ્ઞેશના સાસુ. અમીષના દાદી. દર્શનના નાની. તે ગામ ડોણના સ્વ. પોપટલાલ ગાંગજી વેદાંતના સુપુત્રી. પ્રાર્થનાસભા ગુરુવાર, તા. ૨૯-૨-૨૪ના સારસ્વત વાડી, ગ્રાઉન્ડ ફ્લોર, ઝવેર રોડ, મુલુંડ (વેસ્ટ) ૪થી ૬. લૌકિક વ્યવહાર બંધ છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત