લોકસભાની ચૂંટણી ભાજપના થર્ડ અમ્પાયર્સ તૈયાર
ત્રેવીસ બેઠક ઉપર નિરીક્ષકો નક્કી કરાયા
મુંબઈ: લોકસભાની ચૂંટણીનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે અને સત્તાધારી પક્ષ ઉપરાંત વિપક્ષના જોડાણ દ્વારા પણ બેઠકોની વહેંચણી તેમ જ કઇ બેઠક ઉપર ક્યો ઉમેદવાર ઊભો રાખવો તેની તડામાર તૈયારીઓ શરૂ થઇ ગઇ છે. ભાજપ દ્વારા પણ લોકસભાની ચૂંટણીના મેદાનમાં ક્યા ક્યા ઉમેદવાર ઉતારવા તેની તૈયારી ચાલી રહી છે. આ નિરીક્ષકો ઉપર
મતવિસ્તારમાં ચૂંટણીમાં ભાજપનો કયો ઉમેદવાર વિજયી બને તે નિશ્ર્ચિત કરવાની પૂરી જવાબદારી હશે.
જોકે, એ પહેલા ભાજપે ત્રેવીસ બેઠકો ઉપર પોતાના નિરીક્ષકો નક્કી કર્યા છે, જેઓ જે તે મતવિસ્તારની ચૂંટણીની તૈયારીઓ ઉપર બાજનજર રાખશે અને પૂરતી તૈયારીઓ કરશે.
આ વખતે ભાજપ પાસે એકનાથ શિંદે જૂથની શિવસેના અને અજિત પવાર જૂથની એનસીપીનો સાથ છે ત્યારે વધુમાં વધુ બેઠકો પોતાના નામે થાય તેવું ભાજપનું લક્ષ્ય છે. તેમાં પણ સ્વબળે બધી જ બેઠકો ઉપર જીત નિશ્ર્ચિત કરવાનું ભાજપનું નેમ છે.
મહારાષ્ટ્રમાં લોકસભાની ૪૮ બેઠકો છે અને તેમાંથી ૪૫ બેઠકો મહાયુતિના નામે થાય તેવા પ્રયાસ ચાલુ છે. ભાજપે પોતાની તરફથી તેમના હાલના વિધાનસભ્યો, સાંસદ, પ્રધાનો તેમ જ અન્ય પદાધિકારીઓને લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે.
સૌથી સુરક્ષિત બેઠકની જવાબદારી પંકજા મુંડેને
મહારાષ્ટ્રના દિગ્ગજ નેતા ગોપીનાથ મુંડેના પુત્રી પંકજા મુંડેને રાજ્યસભા સાંસદ બનાવવામાં આવશે, એવી અપેક્ષા હતી. પણ તેમને રાજ્યસભાનું સાંસદપદ આપવામાં આવ્યું નહોતું. જેને પગલે તેમને બીડ મતવિસ્તારમાંથી લોકસભાની ચૂંટણી માટે ઉમેદવાર બનાવવામાં આવશે તેવી ચર્ચા હતી. જોકે, તેમને ભાજપ માટે સૌથી સુરક્ષિત મનાતી ઉત્તર મુંબઈની બેઠકની જવાબદારી સોંપી ઉત્તર મુંબઈ મતવિસ્તારના નિરીક્ષક બનાવવામાં આવ્યા છે.
મુંબઈની બેઠકોની જવાબદારી કોને?
- ભિવંડી – યોગેશ સાગર, ગણેશ નાઇક
- ઉત્તર મુંબઈ – પંકજા મુંડે, સંજય કેળકર
- ઉત્તર-પૂર્વ મુંબઈ – ગિરીશ મહાજન, નિરંજન ડાવખરે
- ઉત્તર-મધ્ય મુંબઈ – ધનંજય મહાડિક, રાજેશ પાંડે