થાણે સ્ટેશને એલ્ફિન્સ્ટનવાળી થવાના આસાર રેલવે બ્રિજ પર પ્રવાસીઓની ગીચ ભીડ
થાણે: થાણે રેલવે સ્ટેશન પર મુસાફરોની સંખ્યાની તુલનામાં રાહદારી પુલની સંખ્યા ઓછી હોવાથી રોજ મુસાફરોની ગીચ ભીડ જોવા મળે છે. દરરોજ વિલંબના કારણે મુસાફરો વચ્ચે અવારનવાર ઝઘડાના બનાવો બને છે. આથી ક્યારેક એલ્ફિન્સ્ટન રેલવે સ્ટેશન પર બનેલી ઘટનાનું
પુનરાવર્તન થવાની આશંકા મુસાફરોમાં ઉઠતી રહે છે.
થાણે શહેર છેલ્લા ૧૦થી ૧૫ વર્ષોમાં ઘોડબંદરના ગાયમુખ સુધી વિસ્તર્યું છે અને તેથી શહેરના ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર તણાવ વધ્યો છે. ઉપરાંત મધ્ય રેલવે અને થાણેથી વાશી-પનવેલ ટ્રાન્સ હાર્બર ટ્રેનો થાણે સ્ટેશનથી દોડે છે. તેથી કર્જત, કસારા અને ભાંડુપથી ટ્રાન્સ હાર્બર દ્વારા મુસાફરી કરતા મુસાફરોએ નવી મુંબઈ પહોંચવા માટે થાણે સ્ટેશન પર ઉતરવું પડે છે. આ સ્ટેશન પર દરરોજ સવાર અને રાત્રીના સમયે મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ રહે છે.
થાણે સ્ટેશન પર મુસાફરો માટે પ્લેટફોર્મ પર ઉતરવા માટે છ પદયાત્રી પુલ છે. આ પૈકીનો એક પદયાત્રી પુલ છેલ્લા ઘણા દિવસોથી આંશિક રીતે તોડી પાડવામાં આવ્યો છે. તેમજ થોડા દિવસો પહેલા મુંબઈ તરફ નવો રાહદારી પુલ બનાવવામાં આવ્યો છે પરંતુ હજુ સુધી આ રાહદારી પુલને તમામ પ્લેટફોર્મ સાથે જોડવામાં આવ્યો નથી. આ ઉપરાંત પ્લેટફોર્મ નંબર બે પર આવેલા જૂના પુલની સીડીઓ જોખમી હોવાથી બંધ કરી દેવામાં આવ્યો છે. રેલવે પોલીસને ફૂટબ્રિજ અને સીડીઓ પરના ધસારાને નિયંત્રિત કરવામાં મુશ્કેલી પડી રહી છે. રેલવે પ્રશાસન દ્વારા સ્ટેશન પર બાકીના બ્રિજનું કામ તાત્કાલિક શરૂ કરવામાં આવે તેવી મુસાફરોની માગ છે.
પ્રવિણ પાટીલ, વરિષ્ઠ જનસંપર્ક અધિકારી, મધ્ય રેલવે કહ્યું હતું કે મુંબઈની દિશામાં રાહદારી પુલનું કામ ચાલી રહ્યું છે. અહીંની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ કરવામાં આવશે. આ પુલની સીડી હાલ પ્લેટફોર્મ નંબર ત્રણ અને ચાર અને એક સાથે જોડવામાં આવશે નહીં. જોકે, બાકીના પ્લેટફોર્મ સાથે આ પદયાત્રી પુલનું જોડાણ હશે. આનાથી હાલના બ્રિજ પર ભીડનું વિભાજન થશે.