બુમ બુમ બમરાહનું થશે કમ-બેક પણ સિરાજ માટે લેવાયો આ નિર્ણય…
ધરમશાલા: ભારતીય ટીમના સ્ટાર બોલર જસપ્રીત બુમરાહના પુનરાગમનની તેના ચાહકો ઉપરાંત બધા જ ક્રિકેટ રસીયાઓ કરી રહ્યા છે. બુમરાહના કમ-બેકની રાહ જોઇ રહેલાઓ માટે ખુશ ખબર છે કે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની હવે રમાનારી ટેસ્ટ મેચમાં તેનેે ફરીથી પ્લેઇંગ ઇલેવનમાં સામેલ કરવામાં આવશે. ધરમશાલામાં રમાનારી ટેસ્ટ મેચમાં ભારતના પ્લેઇંગ ઇલેવનમાં ફેરફાર કરવામાં આવશે, એવી માહિતી મળી છે.
ભારત આ સિરીઝમાં 3-1થી આગળ છે અને ધરમશાલામાં રમાનારી ટેસ્ટ મેચ સિરીઝની છેલ્લી ટેસ્ટ મેચ હશે. જોકે, મોહમ્મદ સિરાજને છેલ્લી ટેસ્ટમાં રમાડવામાં નહીં આવે એવા સમાચાર છે. વર્ક-લોડને ધ્યાનમાં રાખીને સિરાજને છેલ્લી ટેસ્ટમાં આરામ આપવામાં આવશે, એમ સૂત્રો પાસેથી જાણવા મળ્યું છે. આ પહેલા જસપ્રીત બુમરાહને રાંચી ટેસ્ટમાં આરામ આપવામાં આવ્યો હતો.
સિરાજ ઉપરાંત કે.એલ.રાહુલ પણ આ ટેસ્ટમાં રમશે કે નહીં તે નિશ્ર્ચિત નથી થયું. રાહુલ ઇજાગ્રસ્ત છે અને ઇજાની સારવાર કરાવવા માટે હાલ લંડનમાં છે. તે છેલ્લી ટેસ્ટ રમશે કે નહીં એ વિશે હજી કોઇ જાણ નથી.
સિરાજ અને બુમરાહ બંને આ સિરીઝની પહેલી ટેસ્ટમાં રમ્યા હતા. જોકે, બીજી ટેસ્ટમાં સિરાજને આરામ આપવામાં આવ્યો હતો અને તેના સ્થાને મુકેશ કુમારને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન આપવામાં આવ્યું હતું.