આ અભિનેત્રીએ પોલીસ સાથે જે કર્યું તે તમે વિચારી પણ નહીં શકો…
હૈદરાબાદ: સેલિબ્રિટી સ્ટેટસ મળ્યા બાદ ઘણા સિતારાઓ ભાન ભૂલી જતા હોય છે અને તોછડું વર્તન કરતા હોય છે તે આપણે જોયું છે. આવું જ વર્તન હૈદરાબાદમાં તેલુગુ એક્ટ્રેસ દ્વારા કરવામાં આવતા તે સમાચારોમાં છવાઇ છે. તેલુગુ અભિનેત્રી સૌમ્યા જાનુ એક પોલીસકર્મી સાથે ઝઘડો કરતી હોય તેવો વીડિયો ઇન્ટરનેટ ઉપર વાયરલ થયો છે.
સૌમ્યા ને એક પોલીસકર્મીએ રોન્ગ સાઇડ ગાડી ચલાવતા રોકી તો સૌમ્યાએ તેની સાથે ગેરવર્તન કરવાનું શરૂ કરી દીધું હતું. સૌમ્યા અને પોલીસ વચ્ચે થઇ રહેલી તું-તું-મૈં-મૈંનો વીડિયો હવે સોશિયલ મીડિયા ઉપર ફરી રહ્યો છે. સૌમ્યા પોતાની જેગુઆર ગાડી લઇને હૈદરાબાદની બંજારા હિલ્સ ખાતે જઇ રહી હતી અને તે ખોટી દિશામાં ગાડી ચલાવી રહી હતી. જેને પગલે પોલીસકર્મીએ તેને રોકી હતી. વીડિયોમાં આ જ મુદ્દે તે પોલીસ સાથે બોલાચાલી કરી રહેલી દેખાય છે. અમુક અહેવાલમાં તો સૌમ્યાએ પોલીસ સાથે અભદ્ર ભાષામાં વાત કરી હોવાનું પણ કહેવામાં આવ્યું છે.
જોકે, આ ઘટના બાદ સૌમ્યા વિરુદ્ધ બંજારા હિલ્સ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાંઆવી છે. પુરાવા તરીકે આ ઘટનાનો વીડિયો પણ રજૂ કરવામાં આવ્યો છે. આ વીડિયો વાયરલ થયા બાદ સોશિયલ મીડિયો પર લોકો સૌમ્યા જાનુને ટ્રોલ પણ કરવામાં આવી હતી. લોકોએ સૌમ્યાના વર્તન બદલ તેની ટીકા પણ કરી હતી.