Pakistanમાં શું છે એક લિટર દુધનો ભાવ? India કરતાં સસ્તુ કે મોંઘુ???
દુધ એ રોજબરોજના જીવનમાં ઉપયોગી વસ્તુ અને છે દુધ વગર દિવસ પૂરો થાય એવું કલ્પના પણ કરવી મુશ્કેલ છે. આખી દુનિયમાં દુધનો છૂટથી ઉપયોગ કરવામાં આવે છે અને દિવસે દિવસે દુધની કિંમતમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. આપણે ત્યાં તેને જે કવાલિટીનું દુધ ખરીદો એ પ્રમાણે કિંમત વસુલ કરવામાં આવે છે. જો તમને કોઈ પૂછે કે તમારે ત્યાં એક લિટર દુધ કેટલા રૂપિયામાં આવે છે તો તમારો જવાબ હશે કે ભાઈ 60થી 65 રૂપિયા લિટરના ભાવનું દુધ રોજ ઘરે આવે છે. કોઈ વધુ સારી કવાલિટીવાળું દુધ મંગાવતા હશે તો તેની kimat વધુમાં વધુ 80થી 100 રૂપિયાની વચ્ચે જ હશે, એનાથી વધારે તો નહીં જ… બરાબર ને???
પણ શું તમને ખબર છે કે આપણા પડોશી દેશ પાકિસ્તાનમાં એક લિટર દુધનો શું ભાવ છે તો તમારો જવાબ શું હશે? પાકિસ્તાનમાં દુધ ભારત કરતાં સસ્તું છે કે મોંઘુ???ચાલો આજે અમે અહીં તમને પાકિસ્તાનમાં દુધ કેટલા લિટર રૂપિયાના ભાવે વેચાય છે એના વિશે જણાવીએ…
પાકિસ્તાનની વાત આવે તો તમારી જાણ માટે કે પાકિસ્તાનમાં દિવસે દિવસે મોંઘવારીમાં વધારો જોવા મળી રહ્યો છે અને આ જ કારણે સ્વાભાવિક છે કે ત્યાં દુધનો ભાવ પણ એ જ પ્રમાણે હશે. પાકિસ્તાનમાં રોજબરોજના જીવનમાં ઉપયોગમાં લેવામાં આવતી તમામ વસ્તુઓમાં ભાવ ખૂબ જ વધારે છે અને આ જ મોંઘવારીને કારણે ત્યાંના લોકો ખૂબ જ હેરાન પરેશાન છે.
વાત કરીએ પાકિસ્તાનમાં દુધના ભાવની તો તમને કદાચ જાણીને નવાઈ લાગશે કે પાકિસ્તાનમાં એક લિટર દુધનો ભાવ 210 રૂપિયા જેટલો છે. થોડાક સમય પહેલાં સુધી અહી દુધ 190 રૂપિયા લિટરના ભાવે વેચાઈ રહ્યું હતું. જેને કારણે દુધમાંથી બનાવવામાં આવતી વસ્તુઓના ભાવ તો એનાથી પણ વધારે હોય છે. દુધ જેવી જીવનજરૂરિયાતની ચીજવસ્તુની આટલી મોંઘી કિંમતને કારણે ત્યાંના મધ્યમવર્ગના લોકો ખુબ જ દુઃખી અને મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે.