નેશનલ

PM Modiએ શા માટે સચિનનો વીડિયો શેર કર્યો, યુવાનોને આપ્યો મોટો Message

નવી દિલ્હીઃ ભારતના પૂર્વ ક્રિકેટર સચિન તેંડુલકર (Sachin Tendulkar)એ પોતાના જમ્મુ કાશ્મીરનો વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કર્યો હતો. જેની પ્રશંસા કરતા વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi)એ કહ્યું હતું કે તેમની આ મુલાકાત યુવાનોને બે મહત્વપૂર્ણ સંદેશ આપે છે. પીએમ મોદીએ સચિનના વખાણ કરતા લખ્યું હતું કે અતુલ્ય ભારતના વિભિન્ન ભાગમાં ફરવા અને મેક ઈન ઈન્ડિયાનું મહત્ત્વ તેમ જ ચાલો સાથે મળીને એક વિકસિત અને આત્મ નિર્ભર ભારતનું નિર્માણ કરીએ.

આ અગાઉ તેંડુલકરે સોશિયલ મીડિયા પર તેની જમ્મુ અને કાશ્મીરની મુલાકાતનો એક નાનો વીડિયો જારી કર્યો હતો અને લખ્યું કે આ મુલાકાતની યાદો હંમેશાં તેના મનમાં રહેશે.

તેંડુલકરે લખ્યું હતું કે ત્યાં ચારે બાજુ બરફ હતો પરંતુ લોકોનું આતિથ્ય હૂંફથી ભરેલું હતું. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે આપણા દેશમાં જોવા માટે ઘણું બધું છે. આ મુલાકાત પછી હું તેમની સાથે સંપૂર્ણપણે સહમત છું.

તેમણે લખ્યું હતું કે કાશ્મીરનું બેટ ‘મેક ઈન ઈન્ડિયા, મેક ફોર ધ વર્લ્ડ’નું ઉત્તમ ઉદાહરણ છે. તેમણે સમગ્ર વિશ્વમાં પ્રવાસ કર્યો છે અને હવે હું ભારત અને વિશ્વભરના લોકોને ભલામણ કરું છું કે તેઓ જમ્મુ અને કાશ્મીર આવે અને અતુલ્ય ભારતના અનેક રત્નોમાંથી એકનો અનુભવ કરે. તેંડુલકરની આ પોસ્ટ પર મોદીએ જવાબ આપ્યો હતો કે આ જોવું અદભૂત છે. સચિન તેંડુલકરની જમ્મુ અને કાશ્મીરની મુલાકાત આપણા યુવાનોને બે મહત્વપૂર્ણ સંદેશ આપે છે.


પ્રથમ અતુલ્ય ભારતના વિવિધ ભાગોને શોધવા અને બીજું ‘મેક ઇન ઇન્ડિયા’નું મહત્વ. આવો વિકસિત અને આત્મનિર્ભર ભારતનું નિર્માણ કરીએ. સચિન તેંડુલકરે કાશ્મીરના પ્રવાસ વખતે કાશ્મીરની પ્રજા અને ટૂરિઝમના પણ વખાણ કર્યા હતા.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button