નેશનલ

સનાતન મુદ્દે યોગીએ કોની કાઢી ઝાટકણી…


‘સનાતન’ પર રાજકીય વાતાવરણ ગરમ થઇ ગયું છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીની સૂચના બાદ તમિલનાડુના મુખ્ય પ્રધાન એમકે સ્ટાલિનના પુત્ર ઉધયનિધિ સ્ટાલિનના સનાતનના નિવેદન પર ભાજપ આક્રમક બની ગઇ છે. ત્યારે ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ પણ સનાતનના મુદ્દે પોતાની આગવી શૈલીમાં વિપક્ષી નેતાઓને ઘેરતા જોવા મળ્યા હતા. સીએમ યોગીએ રાવણ, બાબરથી લઈને કંસ સુધીના નામો ગણાવ્યા અને સનાતન પરના હુમલાને માનવતાને જોખમમાં મૂકવાનો પ્રયાસ ગણાવ્યો હતો.


આ આખી ઘટનાની શરૂઆત ઉદયનિધિના નિવેદનથી થઇ હતી. તેમણે કહ્યું હતું કે સનાતન ધર્મ એ સામાજેક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને જે બાબતોનો વિરોધના થઇ શકે તેને જડમૂળથી ઉખાડી દેવું જોઇએ. ઉદયનિધિ બાદ તેમની જ પાર્ટીના એક સાંસદે બફાચ કરતા કહ્યું કે સનાતન ધર્મની સરખામણી સામાજિક કલંક વાળી બીમારીઓ સાથે કરવી જોઇએ. સનાતન પર દક્ષિણના નેતાઓના આવા નિવેદનો પર ભાજપને વિપક્ષને ઘેરવાની તક મળી. પીએમ મોદીએ બુધવારે મીટિંગમાં પ્રધાનોને કહ્યું કે સનાતન ધર્મ પર ઉધયનિધિના નિવેદનનો યોગ્ય રીતે જવાબ આપવો જોઇએ.


સીએમ યોગીએ ગુરુવારે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે જ્યારે દેશ સકારાત્મક રીતે આગળ વધી રહ્યો છે તે કેટલાક લોકોને અનુકૂળ નથી આવતું. અત્યારે ભારતને વૈશ્વિક મંચ પર એક નવી ઓળખ મળી છે. આખો દેશ ગર્વ અનુભવી રહ્યો છે. આ સિદ્ધિઓને નબળી પાડવા માટે ભારતીયતા અને સનાતન પરંપરા પર આંગળી ચીંધવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. ભારતને અપમાનિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.


તેમણે કહ્યું હતું જે સનાતન રાવણના ઘમંડથી નષ્ટ ન થયું, જે સનાતન કંસથી ના ડગ્યું, જે સનાતન બાબર અને ઔરંગઝેબના અત્યાચારથી નષ્ટ ન થયું, તે સનાતન આ ક્ષુદ્રોથી કેવી રીતે નાશ પામશે? તેમને તેમના આવા કાર્યો માટે શરમ આવવી જોઈએ. સનાતન તરફ આંગળી ચીંધવાનો અર્થ માનવતાને જોખમમાં નાખવાનો પ્રયત્ન છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ સેલિબ્રિટીએ કર્યા છે અરેન્જ્ડ મેરેજ આજથી શરૂ થયેલો September, આ રાશિના જાતકોનું વધશે Bank Balance… ભારતની શાન છે આ રેલવે સ્ટેશન, દેશ-વિદેશથી જોવા આવે છે પર્યટકો… આ પેટ્સ ફિલ્મના સ્ટાર્સ કરતા કમ નથી