રોજના 405 રૂપિયા Invest કરો અને બનો કરોડપતિ, જાણી લો આખી સ્કીમ અહીંયા..
આપણે ભારતીયો અને એમાં પણ ખાસ કરીને ગુજરાતીઓ તો પૈસા બચાવવામાં એકદમ માહેર હોય છે. આજે અમે અહીં તમને આવી જ એક આવી જ ધાસ્સુ સ્કીમ વિશે જણાવવા જઈ રહ્યા છીએ કે જેમાં તમે રોજના 405 રૂપિયા રોકીને અમુક નિર્ધારિત સમય બાદ તમે કરોડપતિ બની શકો છો. આવો જોઈએ શું છે આ સ્કીમ અને તેમાં કઈ રીતે રોકાણ કરી શકાય છે…
અમે જે સ્કીમની વાત કરી રહ્યા છીએ એ સ્કીમમાં તમારા પૈસા પણ સુરિક્ષત રહેશે અને એના પર એકદમ દમદાર ઈન્ટરેસ્ટ પણ મળે છે. આ સ્કીમનું નામ છે Public Provident Fund (PPF) છે અને એને આપણે બધા PPF તરીકે પણ જાણીએ છે.
આ દેશની સૌથી પોપ્યુલર સ્મોલ સેવિંગ સ્કીમમાંથી એક છે. લોકો આંખો બંધ કરીને PPFમાં પૈસા રોકે છે અને આ સ્કીમમાં રોકવામાં આવેલો એક પણ પૈસો ડૂબતો નથી, કારણ કે કેન્દ્ર સરકાર આ યોજનાની ગેરન્ટી લે છે. આવો જાણીએ પીપીએફ સ્કીમની ખાસિયત અને ખૂબી…
આ સરકારી સ્કીમમાં તમે વરસના 500 રૂપિયાથી વધુમાં વધુ 1.5 લાખ રૂપિયાનું રોકાણ કરી શકાય છે. એક ફાઈનાન્શિયલ યરમાં 1.5 લાખથી વધુની જમા કરવામાં આવેલી રકમ પર કોઈ વ્યાજ નથી મળતું. રકમ એકમ સાથે કે પછી ઈન્સ્ટોલમેન્ટમાં જમા કરાવી શકાય છે. જેની કોઈ મર્યાદા નક્કી નથી કરવામાં આવી.
બેંક અને પોસ્ટ ઓફિસમાં Fixed Deposite (FD)ની સરખામણીએ પીપીએફમાં વધુ વ્યાજ મળે છે. હાલમાં પીપીએફ પર સરકાર વાર્ષિકે 7.1 ટકા વ્યાજ મળે છે. રોકાણ પર ચક્રવૃદ્ધિ વ્યાજ મળે છે. દર વર્ષે માર્ચમાં વ્યાજ ચૂકવવામાં આવે છે દર ત્રણ મહિને વ્યાજદરની સમીક્ષા કરવામાં આવે છે. વ્યાજદરને લઈને અંતિમ નિર્ણય નાણા મંત્રાલય દ્વારા લેવામાં આવે છે.
તમે આ સરકારી સ્કીમમાં થોડા થોડા પૈસા જમા કરીને કરોડપતિ બની શકો છો, જેનો ફોર્મ્યુલા ખૂબ જ સરળ છે. આ માટે તમારે રોજના માત્ર 405 રૂપિયા ઈન્વેસ્ટ કરવા પડશે અને આ રીતે વર્ષના 1,47,850 રૂપિયા જમા કરી શકો. 25 વર્ષ સુધી આ રકમ પર 7.1 ટકા વ્યાજ સાથે રૂપિયા એક કરોડ ભેગા કરી શકો છો.