વાહ, પત્નીના પગારથી ઘર ચલાવીને સફળ બન્યા ઉદ્યોગપતિ
આમતો તમે ઘણા ઉદ્યોગપતિની સફળતાની સ્ટોરીઓ સાંભળી હશે પરંતું આજે અમે તમને એક એવા ઉદ્યોગપતિની વાત કરીએ જેમણે સંઘર્ષ કર્યો પરંતું ક્યારેય ભૂખ્યા સૂવાનું કે પછી ઘરના સભ્યો આજે શું જમશે એવી ચિંતા સતાવી નથી અને તેનો શ્રેય તે પોતાની પત્ની સુરભિને આપે છે. હું વાત કરું છું સંજીવ બિકચંદાની, જેમણે તેમના જીવનસાથીની મદદથી તેમના વ્યવસાયિક સાહસની શરૂઆત કરી હતી.
અબજોપતિ ઉદ્યોગપતિ સંજીવ બિખચંદાણી ઇન્ફોએજના સ્થાપક છે. તેમની કંપની નોકરી.કોમ અને જીવનસાથી.કોમ જેવી વેબસાઈટ ચલાવે છે. આ સિવાય તેમની કંપનીએ અન્ય ઘણા બિઝનેસ વેન્ચરમાં પણ રોકાણ કર્યું છે. સંજીવ બિકચંદાનીને અભ્યાસના સમયથી જ પોતાનું કંઈક અલગ કરવાની ઈચ્છા હતી. નોકરી છોડીને ધંધો કરવો તેમના માટે એટલો સહેલો ન હતો પરંતું તેમની પત્ની એ તેમને પ્રોત્સાહન આપ્યું એટલે તેમને બિઝનેસ પ્લાનિંગ કરવાનું ચાલુ રાખ્યું.
સંજીવ બિકચંદાનીની પત્ની સુરભીએ તેમના મનમાં ચાલી રહેલા આ સપનાને સાકાર કરવામાં તેમને ઘણો સાથ આપ્યો. સંજીવ અને સુરભી બંનેએ તેમના લગ્ન પહેલા ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ (IIM) અમદાવાદમાં અભ્યાસ કર્યો હતો. અભ્યાસ પૂરો કર્યા બાદ સંજીવ જાણીતી કંપની ગ્લેક્સોસ્મિથક્લાઇનમાં જોડાયા. પરંતું નોકરીમાં તેમનું મન લાગતું નહોતું આથી 1990માં સંજીવે પોતાનો વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું.
સંજીવ બિકચંદાનીએ જણાવે છે કે તે પોતાને ભાગ્યશાળી માને છે કે જ્યારે તેણે નોકરી છોડીને પોતાનો બિઝનેસ શરૂ કરવાનો નિર્ણય કર્યો ત્યારે સુરભી કામ કરતી હતી. ધંધો શરૂ કર્યા પછી, સંજીવ બિકચંદાનીને ઘણા વર્ષો સુધી કોઇ સારી આવક પણ થઈ ન હતી.
સંજીવ બિકચંદાનીએ 1990માં તેમના પિતાના ગેરેજમાં સેકન્ડ હેન્ડ કોમ્પ્યુટર અને ફર્નિચર સાથે ઈન્ફો એજ (ઈન્ડિયા)ની શરૂઆત કરી હતી. બિકચંદાનીના બિઝનેસમાં ટર્નિંગ પોઈન્ટ 1997માં આવ્યો જ્યારે તેણે નોકરી પોર્ટલ નોકરી.કોમ શરૂ કર્યું. આ સાઇટને કારણે તેમને બિઝનેસમાં મોટી સફળતા મળી હતી. અને ત્યારબાદ તેણે અન્ય મુખ્ય વેબ પોર્ટલ જીવનસાથી.કોમ,શિક્ષા.કોમ પણ શરૂ કરી હતી. તેની પાસે ઝોમેટો અને પોલીસી બજાર જેવી કંપનીઓમાં પણ હિસ્સો છે. હાલમાં સંજીવ બિકચંદાનીની કુલ સંપત્તિ 19000 કરોડ કરતા પણ વધારે છે.