મિર્ચી ટાસ્કના માર્ક્સ બતાવ્યા તો ટ્રોલ થઇ ગઇ બિચારી…..
ભલે મન્નારા ચોપરા બિગ બોસ શોમાંથી બહાર આવી ગઇ હોય અને બિગ બોસ શો ખતમ થઇ ગયો હોય, પણ મન્નારાના માથેથી બિગ બોસનો નશઓ હજી ઉતર્યો નથી. જોકે, આવું અમે નહીં પણ સોશિયલ મીડિયા યુઝર્સ કહી રહ્યા છીએ. આપણે હકીકત શું છે તે જાણીએ.
બિગ બોસ -17નું ઘર છોડ્યું ત્યારથી પ્રિયંકા ચોપરાની કઝીન મન્નારા ચોપરા લાઇમલાઇટમાં છે. મન્નારા બિગ બોસ-17ના ટોપ-3 ફાઇનલિસ્ટમાંથી એક હતી. હવે તો બિગ બોસ શો પૂરો થઇ ગયો છે, પણ મન્નારાના માથેથી બિગ બોસનું ભૂત હજી ઉતર્યું નથી. મન્નારા ચોપરાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ફોટો શેર કર્યો હતો, જેના પછી તે ચર્ચામાં આવી હતી.
બિગ બોસમાં મિર્ચી ટાસ્ક આપવામાં આવી હતી. આ ટાસ્કમાં મન્નારા, મુન્નવર અને અરૂણ હતા. આ ટાસ્કમાં અન્ય સ્પર્ધકોએ મન્નારા પર મરચાં ફેંક્યા હતા. મન્નારાએ આ ટાસ્ક સારી રીતે પૂર્ણ કર્યું હતું અને તે ફાઇનલિસ્ટ પણ બની હતી. બિગ બોસ શો પૂરો થયાના આટલા દિવસ બાદ મન્નારાએ હવે એક ફોટો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. આ ફોટો શેર કરીને તેણે જણાવ્યું છે કે મિરચી ટાસ્કના નિશાન હજી પણ તેના શરીર પરથી ગયા નથી.
મન્નારાએ પોતાના હાથ અને પગનો ફોટો શેર કર્યો છએ અને જણાવ્યું છે કે મિરચી ટાસ્કના નિશાન ધીમે ધીમે જઇ રહ્યા છે. લોકો મને મિરચી ટાસ્કના માર્ક્સ વિશે પૂછી રહ્યા હતા. તો તમારા બધા માટે આ ફોટો શેર કર્યો છે. થોડા સમય બાદ આ માર્કસ્ નીકળી જશે. બસ, મને અને મારા પરિવારને તમારી દુવાઓમાં રાખજો.
મન્નરાની આ પોસ્ટ પર કેટલાક લોકો સહાનુભૂતિ દર્શાવી રહ્યા છે તો કેટલાક લોકો તેને ટ્રોલ પણ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું હતું કે બિગ બોસમાં દર વર્ષેો આવું થાય છે, પણ તારા જેટલો હંગામો કોઇ કરતું નથી. તો અન્ય એક યુઝરે લખ્યું હતું કે દેવોલિના સાથે પણ આવું જ થયું હતું. બીજા એક યુઝરે કમેન્ટ કરી હતી કે મેડમ, બીગ બોસ હવે પતી ગયો છે અને તમે હજી સહાનુભૂતિ મેળવવા માટે આવું કરી રહ્યા છો.