નામ સાંભળીને જ ધરાઈ જશોઃ આટલી વાનગીઓ છે Anant-Radhikaના વેડિંગ મેનુમાં
અનંત અંબાણી-રાધિકા મર્ચન્ટ વેડિંગ ફૂડ મેનૂ જાણો
જામનગરઃ અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન, 3 માર્ચ, 2024 ના રોજ નિર્ધારિત છે, જેને આડે હવે માત્ર થોડા દિવસો બાકી છે. નીતા અને મુકેશ અંબાણીના પુત્ર અનંત અંબાણી પરિવારના વતન ગુજરાતના જામનગરમાં વિરેન અને શૈલા મર્ચન્ટની પુત્રી રાધિકા સાથે લગ્ન કરશે. આ સ્થળ અનંત માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે જામનગરમાં અનંતનો પેશન પ્રોજેક્ટ વંતરા આવેલો છે. લગ્નની તમામ તૈયારીઓની દેખરેખ અંબાણીની મોટી પુત્રવધુ શ્લોકા મહેતા કરી રહી છે.
અંબાણી અને રાધિકા ના લગ્ન સમારોહની માતૃતા પૂર્વક રાહ જોવાઈ રહી છે ત્યારે બંનેના પ્રી-વેડિંગ અને વેડિંગ સેલિબ્રેશન માટે નું ખાસ ફૂડ મેનુ બહાર આવ્યું છે. તેમના પ્રિ વેડિંગ અને વેડિંગ સેલિબ્રેશન માટે અંદાજે 65 શેફ જામનગર આવ્યા છે. ત્રણ દિવસના પ્રિ વેડિંગ ફંક્શન માટે લગભગ 2,500 વાનગીનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં જાપાનીઝ, થાઇ, મેક્સિકન, પારસી જેવી બહુરાષ્ટ્રીય વાનગીઓ પેરસવામાં આવશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે આ મેનુ ખાસ વિદેશી મહેમાનો માટે તૈયાર કરવામાં આવ્યું છે.
પીરસવામાં આવતી દરેક વસ્તુ કડક માર્ગદર્શન અને પ્રોટોકોલ હેઠળ તૈયાર કરવામાં આવશે અને ત્રણ દિવસના સેલિબ્રેશનમાં પીરસવામાં આવનારા જુદા જુદા ભોજનમાં કોઈપણ વાનગીનું પુનરાવર્તન કરવામાં આવશે નહીં
મહેમાનોને જે વાનગી પરસવામાં આવશે તેમાં ઇન્દોરની વાનગીઓનું પણ સમાવેશ થાય છે. ગયા મહિને ઇન્દોરમાં પ્રવાસી ભારતીય દિવસ સંમેલન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે ઈન્દોર સ્વાદની રાજધાની છે.
તેમના આ નિવેદન બાદ ઇન્દોરી ફ્લેવર્સની લોકપ્રિયતા અનેક ઘણી વધી ગઈ છે. હવે અનંત રાધિકાના હાજરી આપનારા મહેમાનોને પણ ઈન્દોરની વાનગીઓનો સ્વાદ ચાખવા મળશે. ફેક્શનમાં એક ખાસ ઇન્દોર સરાફા ફૂડ કાઉન્ટર પણ ઊભું કરવામાં આવશે જે ઇન્દોરી કચોરી પોહા જલેબી ભુત્તે કી કીસ ખોપરા પેટીસ ઉપમા અને અન્ય ઘણી બધી વાનગીનો માણવાનો મોકો મળશે.