ઇમ્ફાલ: મણિપુરમાં મેઇતેઇ સમુદાયના હુમલાખોરોએ એક વરિષ્ઠ પોલીસ અધિકારીનું અપહરણ કર્યા બાદ તણાવ વધુ વધી ગયો છે. જે બાદ સેનાને બોલાવવામાં આવી છે. આટલું જ નહીં, આસામ રાઈફલ્સની ચાર કોલમ ઈમ્ફાલ ઈસ્ટ જિલ્લામાં પણ તૈનાત કરવામાં આવી છે. નોંધનીય છે કે મેઇતેઇ જૂથના કાર્યકરોએ આર્મબાઈ ટેન્ગોલ પોલીસ અધિકારીનું તેના ઘરેથી અપહરણ કર્યું હતું.
મણિપુર પોલીસના વરિષ્ઠ અધિકારીઓએ જણાવ્યું કે અપહરણ કરાયેલા એડિશનલ સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ અમિત કુમાર મણિપુર પોલીસની ઓપરેશન વિંગમાં તૈનાત છે. અપહરણની માહિતી મળતા જ પોલીસ અને સુરક્ષા દળોએ તાત્કાલિક કાર્યવાહી કરી પોલીસ અધિકારીને મુક્ત કરાવ્યા હતાં. તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં તેમની હાલત સ્થિર છે.
ઘટના વિશે વિગતવાર માહિતી આપતા અધિકારીઓએ જણાવ્યું હતું કે મંગળવારે સાંજે 7 વાગ્યે પોલીસ અધિકારીનું અપહરણ કરવામાં આવ્યું હતું. અરામબાઈ ટેન્ગોલના કાર્યકરોએ ઈમ્ફાલ પૂર્વમાં અમિત કુમારના ઘર પર હુમલો કર્યો અને ગોળીબાર કર્યો હતો. અમિત કુમારે આ જૂથના છ લોકોની વાહન ચોરીના કેસમાં ધરપકડ કરી હતી, જેના કારણે તેમના પર હુમલો કરવામાં આવ્યો હતો.
પોલીસ અધિકારીના અપહરણ બાદ સ્થિતિ વધુ વણસી અને રાજ્ય સરકારે સેનાની મદદ લેવી પડી. અધિકારીઓએ જણાવ્યું હતું કે આસામ રાઇફલ્સની ચાર ટુકડીઓ માંગવામાં આવી હતી અને તે વિસ્તારની આસપાસ તૈનાત કરવામાં આવી હતી જ્યાં આ ઘટના બની હતી. આર્મ્ડ ફોર્સિસ (સ્પેશિયલ પાવર્સ) એક્ટ ખીણ વિસ્તારોમાં લાગુ પડતો નથી.
Taboola Feed