શેર બજાર

નિફ્ટી ૨૨,૨૦૦ની નજીક પહોંચ્યોે, સેન્સેક્સ ૩૦૫ પોઇન્ટ આગળ વધ્યો.

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શેરબજારમાં મંગળવારના સત્રમાં ભારે અફડાતફડી જોવા મળી હતી. પ્રારંભિક તબક્કે બેન્ચમાર્ક પોઝિટીવ અને નેગેટીવ ઝોન વચ્ચે અથડાતો રહ્યો હતો. જોકે, ઇન્ડેક્સના હેવીવેઇટ શેરોમાં લેવાલીનો ટેકો મળતાં બન્ને બેન્ચમાર્ક પોઝિટીવ ઝોનમાં આગળ વધવામાં સફળ રહ્યાં હતાં. નિફ્ટી ૨૨,૨૦૦ની નજીક પહોચ્યો હતો, જ્યારે સેન્સેક્સ ૩૦૫ પોઇન્ટ આગળ વધ્યો હતો.

ઓટો, કેપિટલ ગુડ્સ, આઇટી અને રિયલ્ટીમાં જોવા મળેલી ખરીદી વચ્ચે બંને બેન્ચમાર્ક ખોટ ભૂંસીને પોઝિટીવ ઝોનમાં સ્થિર થયાં હતાં. સત્રને અંતે સેન્સેક્સ ૩૦૫.૦૯ પોઈન્ટ અથવા ૦.૪૨ ટકા વધીને ૭૩,૦૯૫.૨૨ પોઇન્ટની સપાટી પર અને નિફ્ટી ૭૬.૩૦ પોઈન્ટ અથવા ૦.૩૪ ટકા વધીને ૨૨,૧૯૮.૩૦ પોઇન્ટની સપાટી પર સ્થિર થયો હતો.

નિફ્ટીમાં ટોપ ગેઇનર્સમાં ટાટા મોટર્સ, ટીસીએસ, ઇન્ડસઇન્ડ બેન્ક, પાવર ગ્રીડ કોર્પ અને સન ફાર્માનો સમાવેશ હતોે, જ્યારે હીરો મોટોકોર્પ, બજાજ ફાઇનાન્સ, એસબીઆઇ, ડિવિસ લેબ્સ અને યુપીએલ ટોપ લૂઝર બન્યા હતા. સેક્ટરમાં ઓટો, કેપિટલ ગુડ્સ, ઈન્ફોર્મેશન ટેક્નોલોજી, ફાર્મા, રિયલ્ટી દરેક ૦.૫-૧ ટકા, જ્યારે ઓઈલ એન્ડ ગેસ ઈન્ડેક્સ એક ટકા ઘટ્યા હતા.

કોર્પોરેટ હલચલમાં વિજય શેખર શર્માએ બોર્ડ રિસ્ટ્રક્ચરિંગના ભાગરૂપે પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પાર્ટ-ટાઇમ નોન-એક્ઝિક્યુટિવ ચેરમેન અને બોર્ડ મેમ્બર તરીકે રાજીનામું આપ્યા પછી પેટીએમના શેરમાં એકાદ ટકા સુધીનો ઘટાડો થયો હતો. એસબીઆઇ રીટાયર્મેન્ટ બેનીફિટ ફંડે ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. આ ઓપન એન્ડેડ રિટાયર્મેન્ટ સોલ્યુશન્સ ઓરિએન્ટેડ સ્કીમ પાંચ વર્ષનો લોક પિરિયડ ધરાવે છે. એક્ઝિકોમ ટેલિનો આઇપીઓ ખૂલવાના એક કલાકમાં જ સંપૂર્ણ ભરાઇ ગયો હતો.

ઔદ્યોગિક અને પ્લમ્બિંગ વાલ્વ અને ફીટીંગ્સની ઉત્પાદક આતમ વાલ્વ્સ લિમિટેડે નાણાકીય વર્ષ ૨૪ના નવ માસિક પરિણામમાં રૂ. ૩૫.૩૬ કરોડની કુલ આવક, રૂ. ૫.૮૧ કરોડનો એબિટા, ૧૬.૪૩ ટકાનું એબિટા માર્જિન, રૂ. ૪.૪૩ કરોડનો કરવેરા પહેલાનો નફો અને રૂ. ૩.૧૫ કરોડનો ચોખ્ખોે નફો નોંધાવ્યો છે. ચોખ્ખા નફાનું માર્જિન ૮.૯૦ ટકા રહ્યું છે.

બીએસઇ મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકો નજીવા નીચા બંધ રહ્યા હતા. વ્યક્તિગત શેરોમાં, બાયોકોન, જીએમઆર એરપોર્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને હિન્દુસ્તાન કોપરમાં ૨,૫૦૦ ટકાથી વધુનો વોલ્યુમ ઉછાળો જોવા મળ્યો હતો. આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ જનરલ ઇન્સ્યોરન્સ કંપની, હેવેલ્સ અને ટાટા મોટર્સમાં લોંગ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો, જ્યારે શ્રીરામ ફાઇનાન્સ, વોડાફોન આઇડિયા અને ગખઉઈમાં શોર્ટ બિલ્ડ-અપ જોવા મળ્યો હતો.

એક્શન ક્ધસ્ટ્રક્શન ઇક્વિપમેન્ટ, ડિશમેન કાર્બોજેન, ગોદરેજ પ્રોપર્ટીઝ, હેવેલ્સ ઇન્ડિયા, આઇસીઆઇસીઆઇ લોમ્બાર્ડ, ઇન્ટેલેક્ટ ડિઝાઇન, જુબિલન્ટ ઇન્ડસ્ટ્રીઝ, કેલટન ટેક્નોલોજીસ, એનસીસી, પૈસાલો ડિજિટલ, પીબી ફિનટેક, ક્વિક હીલ ટેક્નોલોજી, રેલટેલ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સોભા, સોના બીએલડબ્લ્યુ, એસ. ટાટા મોટર્સ, વોલ્ટાસ સહિતના અન્ય શેરો જે આજે બીએલસઇ પર બાવન સપ્તાહની ટોચે પહોંચ્યા હતા. નિષ્ણાતો અનુસાર વૈશ્ર્વિક બજારનું વાતાવારણ સાનુકૂળ રહ્યું છે. એક તરફ એસએન્ડપી- ૫૦૦ નવા વિક્રમો સ્થાપી રહ્યું છે. જ્યારે બીજી તરફ વિક્રમી ઊંચાઈએ પહોંચેલા જાપાનીઝ નિક્કી ઇન્ડેક્સને કારણે પણ વૈશ્ર્વિક બજારોને ટેકો મળી રહ્યોે છે. ભારતમાં ઊંચું વૈલ્યુએશન્સ ચિંતાનો વિષય હોવા છતાં, નજીકના ગાળામાં બજાર પર તેની અસર થવાની શક્યતા નથી. ચીનમાં નીચું વેલ્યુએશન વિદેશી રોકાણકારોને આકર્ષવામાં નિષ્ફળ રહ્યું છે. બજારનું નેતૃત્વ હવે રિલાયન્સ, આઇસીઆઇસીઆઇ બેન્ક અને ભારતી એરટેલ જેવી મૂળભૂત રીતે મજબૂત બ્લુચિપ્સ પાસે હોવાથી બજાર મજબૂત છે. એચએનઆઇ અને રીટેલ રોકાણકારો તથા ડીઆઇઆઇ (ફેબ્રુઆરીમાં અત્યાર સુધીમાં રૂ. ૨૧૭૦૦ કરોડ) દ્વારા સતત ખરીદીએ વિદશી ફંડોના વેચાણને સંપૂર્ણપણે સરભર કર્યું છે.

કિલિચ ડ્રગ્સ ઇથોપિયન ફાર્માસ્યુટિકલ સપ્લાય સર્વિસનું ટેન્ડર મેળવનાર ભારતની પહેલી કંપની બની
મુંબઈ: ભારતની બહુરાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ કંપની કિલિચ ડ્રગ્સ (ઈન્ડિયા) લિમિટેડની પેટાકંપની, કિલિચ એસ્ટ્રો બાયોટેક પીએલસીએ ફેડરલ ડેમોક્રેટિક રિપબ્લિક ઑફ ઇથોપિયાની ઇથોપિયન ફાર્માસ્યુટિકલ સપ્લાય સર્વિસ દ્વારા જારી કરાયેલ આશરે ૯.૧૩ મિલિયન યુએસ ડોલરની કિંમત ધરાવતા નોંધપાત્ર ટેન્ડરને હાંસલ કર્યું છે. ઇથોપિયન સરકારના એકમ પાસેથી આવું ટેન્ડર મેળવનારી આ પ્રથમ ભારતીય કંપની બની છે. કંપનીના મેનેજિંગ ડિરેક્ટર મુકુંદ મહેતાએ જણાવ્યું, ઇથોપિયામાં સરકારી એકમ તરફથી ઓર્ડર મેળવવો એ એક મહત્ત્વનો માઇલસ્ટોન છે, જે કંપની માટે સરકારી કરારમાં જોડાવા માટેના દરવાજા ખોલવા સાથે ઇથોપિયન બજારનો મોટો હિસ્સો મેળવવા માટે તક પૂરી પાડે છે. કિલિચ એસ્ટ્રો બાયોટેક પીએલસીને આપવામાં આવેલ કોન્ટ્રાક્ટમાં ૯.૧૩ મિલિયન ડોલરના ઓર્ડરની રકમ સાથે ફાર્મા સપ્લાય ઓર્ડર પણ સામેલ છે. કોન્ટ્રાક્ટ ઓર્ડર મળ્યાના છ મહિનાની સમયરેખામાં પૂરો કરવાનો છે, જે આવા જંગી કોન્ટ્રાક્ટ પૂર્ણ કરવાની કાર્યક્ષમતા પ્રદર્શિત કરે છે. આ સિદ્ધિ ફાર્માસ્યુટિકલ ઉદ્યોગમાં કિલિચ ડ્રગ્સની સ્થિતિને વધુ મજબૂત બનાવે છે, જે મહત્વપૂર્ણ કરારો મેળવવાની અને આંતરરાષ્ટ્રીય બજારોમાં તેની હાજરીને વિસ્તારવાની તેની ક્ષમતા દર્શાવે છે.

Show More

Related Articles

Back to top button
આ ભારતીય ક્રિકેટરો સંપૂર્ણ શાકાહારી છે એક દિવસમાં કેટલી રોટલી ખાવી જોઈએ, શું કહે છે નિષ્ણાતો? 48 કલાક બાદ સૂર્યગ્રહણ, આ રાશિના જાતકોનો શરૂ થશે ગોલ્ડન પીરિયડ વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત