મરણ નોંધ

પારસી મરણ

પીરોજ દોરાબજી વાચ્છા તે નરગીશ પીરોજ વાચ્છાના ધણી. તે મરહુમો ચંદનમાઈ અને દોરાબજી વાચ્છાના દીકરા. તે કેશમીરા અને બુરઝીનના બાવાજી. તે કેશમીરા બી. વાચ્છાના સસરાજી. તે હોમી તથા મરહુમો જીમી, હોશંગ, કેકીના ભાઈ. તે ઈરજાન અને કયનાઝના બપાવાજી. (ઉં. વ. ૯૫) ઠે. ૨/બી/૩૨, ટાટા મિલ્સ સી.એચ.એસ., જે. બી. માર્ગ, પરેલ, મુંબઈ-૪૦૦૦૧૨. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૨-૨૪ના બપોરે ૩-૪૫ વાગે લાલબાગની અગિયારીમાં છેજી.
નૌશાદ ખુશરૂ ઘાસવાલા તે સમાનાઝ ને ખુશરૂ રૂસી ઘાસવાલાના દીકરા. તે પરીનાઝ ખુશરૂ ઘાસવાલાના ભાઈ. તે તનાઝ સી. દેવલાલીવાલા, સીલ્લુ ડી. સુચક, આબેશ એ. ઈરાની તથા મરહુમ આરમયતી એ. ઈરાનીના ભાણેજ. તે નીલુફર એમ. ભુજવાળા તથા મરહુમો હોશેદાર આર. ઘાસવાલા, મીનુ એન. ભુજવાલાના ભત્રીજા. તે મરહુમો રૂસી ફરેદુન ઘાસવાલા, પરીન આર. ઘાસવાલા, ખોદારામ એ. ઈરાની તથા કેટી કે. ઈરાનીના ગ્રેન્ડ ચાઈલ્ડ. તે સીલ્પા, વિકી, વિશાલ, ડેલઝાદ, નારીકા, નાઝરીન, પરઝોન, અરનાઝ, નેવીલના કઝીન. (ઉં. વ. ૪૦) ઠે. ૧૭૦-એ, માહરૂખ મેન્સન, ૪થે માળે, અલીભાઈ પ્રેમજી માર્ગ, ગ્રાન્ટ રોડ (પૂર્વ), મુંબઈ-૪૦૦૦૦૭.
કેકી જાલેજર દારૂવાલા તે રૂબી કે. દારૂવાલાના ધણી. તે મરહુમો જાલેજર અને પીલુ દારૂવાલાના દીકરા. તે ઝરાનના બાવાજી. તે હુફરીયારના સસરાજી. તે મરહુમ રૂસી દારૂવાલાના ભાઈ. તે નયેશા દારૂવાલાના બપાવાજી. તે મરુહમો કેકી અને તેહેમીના મીસ્ત્રીના જમાઈ. (ઉં. વ. ૮૫) ઠે. તારદેવ ચેમ્બર્સ, બી/૧૧, કાશીનાથ રોડ, મુંબઈ-૪૦૦૦૩૪. ઉઠમણાંની ક્રિયા: ૨૮-૨-૨૪ના બપોરે ૩-૪૫ વાગે બાતલીવાલા અગિયારીમાં છેજી.
રોશન જાલ મોરીના તે જાલ બમનશા મોરીનાના ધણીયાની. તે મરહુમો પીલુ અને બરજોર કાનગાનાં દીકરી. તે નોઝરના માતાજી. તે પરીનાઝના સાસુજી. તે માનેક દીનયાર કાનગા તથા મરહુમ વીરાફ બરજોર કાનગાના બહેન. તે હનોશના બપઈજી. તે શીરાજ, ખુશનમના કાકી. હુફરીશ, રૂકશાના અને ખુશરૂના માસી. (ઉં. વ. ૭૭) ઠે. ૮-૧૦૧, બહેરામ બાગ, પારસી કોલોની, બેહેરામ બાગ રોડ, જોગેશ્ર્વરી (વેસ્ટ), મુંબઈ-૪૦૦૧૦૨. ઉઠમણાંની ક્રિયા: ૨૯-૨-૨૪ બપોરે ૩-૩૪ વાગે બેહેરામ બાગ અગિયારીમાં છેજી.
બેહેનાફશા નીખીલ મોરારજી તે નીખીલ જે. મોરારજીના ધણીયાની. તે મરહુમો હોમી ખોદાદાદ ઈરાની અને પરીજાદ શેહેરીયાર ઈરાનીના દીકરી. તે સાહીલ ન. મોરારજીના માતાજી. તે પ્રાચેતા એસ. મોરારજીના સાસુજી. તે તીયા મોરારજીના બપઈજી. (ઉં. વ. ૬૪) ઠે. ૨૦, બી. જી. ખેર માર્ગ, મલબાર હીલ, સહ્યાદ્રી ગેસ્ટ હાઉસની સામે, મુંબઈ-૪૦૦૦૦૬. ઉઠમણાંની ક્રિયા: ૨૯/૨/૨૪ના બપોરે ૩-૪૫ વાગે ભાભા નં.-૨ માં છેજી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button