મરણ નોંધ

હિન્દુ મરણ

કડિયાદરા ખેડવા બાજ બ્રાહ્મણ
મુંબઈ હાલ કાંદિવલી અને કડિયાદરના વતની પ્રકાશ મણીલાલ પંડ્યાના ધર્મપત્ની નયનાબેન પંડ્યા (ઉં. વ. ૫૭) ૨૫-૨-૨૪ રવિવારના શ્રીજીચરણ પામ્યા છે. હિરલ, મિહિરના માતુશ્રી તથા પદમા, જ્યોતિ, રેણુકા, જાગૃતિના ભાભી. ઉપેન્દ્રકુમાર, હર્ષદકુમાર, કુસુમબેન, મૃદુલાબેન, દિપિકાબેનના બેન. પિયર પક્ષ તથા સાસરા પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૨-૨૪ ગુરુવારના ૪ થી ૬.૩૦. તેમના નિવાસસ્થાને રાખેલ છે. ઠે: ચાવલા ચાલ, એસ. આર. એ. કો-ઓપરેટીવ હાઉસિંગ સોસાયટી, હેમુ કલાની રોડ નં. ૪, ઈરાનીવાડી, કાંદિવલી (વેસ્ટ).
કચ્છી લોહાણા
સ્વ. પાર્વતીબાઈ જીવરાજ મુલજી ઠક્કર (નાકાઈ-જોબનપુત્રા) ગામ લખપતના સુપુત્ર દિનેશભાઈ (ઉં. વ. ૮૩) તે અ. સૌ. મંગળાબેનના પતિ. તે લાલજી ગંગારામ બંગાળીવાળાના જમાઈ તા. ૨૬-૨-૨૪ને સોમવારના રામશરણ પામેલ છે. તે જિતેન તથા નિશાના પિતાશ્રી. અ. સૌ. કવિતાના સસરા. સ્વ. નવીનભાઈ, સ્વ. નરેન્દ્રભાઈ, સ્વ. હર્ષદભાઈ, સ્વ. હંસાબેન વિશનજી ગણાત્રા, ભારતીબેન દેવેન્દ્ર રાયકુંડલીયા તથા પંકજભાઈના ભાઈ. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
કચ્છી લોહાણા
સ્વ. ગોપાલજી તન્ના (ઉં. વ. ૯૫) તે દામજી ટોપણદાસ તન્નાના સુપુત્ર. તે માધવજી જાદવજી પલણના જમાઈ. ગં. સ્વ. ત્રિવેણીબેનના પતિ. રેખા રશ્મિ અનમ, કલ્પના પ્રદિપ અને હરીશ તથા દિનેશના પિતા. હિના, જયાના સસરા. તે જતીન અમિતના દાદા. જાલનામાં રામશરણ પામેલ છે. પ્રાર્થનાસભા તેમજ લૌકિક વ્યવહાર બંધ છે.
લોહાણા
મૂળ ગામ સાવરકુંડલા, હાલ કલ્યાણ સ્વ. નંદલાલ વનમાળીદાસ વસાણીના ધર્મપત્ની ચંદ્રાબેન (ઉં. વ. ૮૬) ૨૬-૨-૨૪, સોમવારના શ્રીજીચરણ પામ્યા છે. તે સ્વ. નરસીદાસ કલ્યાણજી માધવાણીના દીકરી. સ્વ. સુરેશ, કિરણ, સતીશ, પ્રફુલ્લા નીતિન લાખાણી, રેખા પ્રકાશ રાજાણીના માતુશ્રી. સ્મિતા, ભક્તિ તથા આશાના સાસુ. માનસી, રવિ અને નિયતીના દાદી. લૌકિક વ્યવહાર તથા પ્રાર્થનાસભા રાખેલ નથી. ઠે: સતીશ નંદલાલ વસાણી, જોગેશ્ર્વરી બિલ્ડિંગ, ૨જે માળે, રામબાગ નં. ૬, કલ્યાણ (વે.).
વિસા સોરઠિયા વણિક
ગં. સ્વ. ચારૂલતા રમેશચંદ્ર શાહ (માધવપુરવાળા), હાલ મુલુંડ તે મોરારજી અમુલખ પટણીના દીકરી ૨૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે કુસુમબેન વીરચંદ શાહના પુત્રવધૂ. લીલાવતી દેવીદાસ શાહ, હસુમતી ચંદ્રકાંત શાહના દેરાણી. કેતન, સત્યેન્દ્રુ, ડોલીના માતુશ્રી. મીતા, જસ્મિના અને કૌશિકના સાસુ. નિશીતા, દિવ્યા, અંશના દાદી. પ્રાર્થનાસભા ૨૮-૨-૨૪, બુધવારના ૪-૩૦ થી ૫-૩૦. ઠે: સ્વામીનારાયણ મંદિર હોલ, ૯૦ ફીટ, ઘાટકોપર (ઈ.).
હાલાઈ લોહાણા
ગામ મીઠાપુર, હાલ મુંબઈ સ્વ. મણીબેન રણછોડદાસ નાગજી રાજાની પુત્રી ચંપાબેન વસંતલાલ બદીયાણી (ઉં. વ. ૮૭) તે જયેશના માતુશ્રી. સ્વ. ગુણવંતીબેન અમૃતલાલ સોલા તથા ગીરધરદાસ રણછોડદાસ રાજાના બેન. છાયાબેનના સાસુ. ચિંતનના દાદી ૨૬-૨-૨૪, સોમવારના શ્રીજીચરણ પામેલ છે. પ્રાર્થનાસભા તથા લૌકિક વ્યવહાર બંધ છે.
મોઢ વણિક
બોરીવલી નિવાસી સ્વ. સ્મિતાબેન (ઉં.વ. ૬૩) તે રાજેનભાઇ ગાંધીના પત્ની. તે ગં.સ્વ. રમાબેન તથા સ્વ. વિનોદભાઇ ગાંધીના પુત્રવધુ. તે ધારા ભૌમિક શાહ, રિદ્ધિના માતુશ્રી. તે કુંજલ તુષાર ગાંધી, સ્મિતા પરેશ મહેતાના ભાભી. તે ચિંચણવાળા, સ્વ. અરવિંદભાઇ, સ્વ. હર્ષદાબેનના દીકરી. તે રીટા સંદીપ સાવે, નિપા કૌશિક પારેખ, નિકી, જયુથીકા અમરીશ શાહ, સંજુના બહેન તા. ૨૫-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તેમની બન્ને પક્ષની પ્રાર્થનાસભા તા. ૨૯-૨-૨૪ના ગુરુવારે સાંજે ૪થી ૬, ઠે. પાવનધામ, મહાવીર નગર, કાંદીવલી (વેસ્ટ).
ગજજર સુથાર
જાફરાબાદ નિવાસી હાલ બોરીવલી ગં.સ્વ. દમયંતીબેન વઢવાણાના સુપુત્ર દિનેશ ગંગાદાસ વઢવાણા (ઉં. વ. ૫૨) સોમવાર તા ૨૬-૨-૨૪ના શ્રીજીચરણ પામ્યા છે. તે અલકા, દીપ્તિ, જતીનના ભાઈ. તે સપનાના જેઠ. સાદડી તથા લૌકિક પ્રથા બંધ રાખેલ છે.
કપોળ
જાફરાબાદવાળા સ્વ. અમૃતલાલ કલ્યાણજી મહેતાના ધર્મપત્ની ગં.સ્વ જયાબેન (જયાલક્ષ્મી) (ઉં. વ. ૯૬) તે ૨૪/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે ચંદ્રકાંત, જીતેન્દ્ર, અતુલ, મૃદુલા રમેશકુમાર કીકાણી, મીના યોગેશકુમાર શેઠ, પ્રજ્ઞા જયેશકુમાર ગાંધીના માતુશ્રી. કૃષ્ણા, સ્વ. જાગૃતિ, તથા હર્ષાના સાસુ. ડુંગરવાડા તારાબેન હરિલાલ નરોત્તમદાસ મહેતાના દીકરી. સ્વ. બળવંતરાય, સ્વ. દોલતરાય, કાંતિભાઈના બહેન. તેમની પ્રાર્થનાસભા ૨૯/૨/૨૪ના ૫ થી ૭. બોરીવલી કપોળવાડી, કામિનીયા કમ્પાઉન્ડ, એમ જી ક્રોસ રોડ ૧, જી એચ સ્કૂલની સામે, બોરીવલી ઈસ્ટ.
કપોળ
નાગેશ્રીવાળા હાલ દહિસર સ્વ. રમાબેન તથા સ્વ. મગનલાલ દામોદરદાસ સંઘવીના પૌત્ર. પ્રમીલા તથા હર્ષદભાઈ સંઘવીના પુત્ર તેજસ (ઉં. વ. ૫૦) તે ૨૫/૨/૨૪ના શ્રીજીશરણ પામેલ છે. તે પ્રિતીના પતિ. કૃતિના પિતા. જીગીષા સંદીપ મહેતાના ભાઈ. શ્ર્વસુરપક્ષે ગુણવંતલાલ નંદલાલ મહેતાના જમાઈ. સર્વપક્ષની પ્રાર્થનાસભા ૨૯/૨/૨૪ના ૫ થી ૭. દહિસર સરસ્વતી સોસાયટી, દહિસર ઈસ્ટ. લૌકિક પ્રથા બંધ છે.
ઘોઘારી દશોા શ્રીમાળી વૈષ્ણવ વણિક
ઊખરલા નિવાસી હાલ બોરીવલી સ્વર્ગીય મનસુખભાઈ પુરુષોત્તમદાસ વાઘાણીના ધર્મપત્ની ધીરજબેન (ઉં. વ. ૮૯) તા.૨૬-૨-૨૪ના શ્રીજીચરણ પામેલ છે. તે તારાબેન, ગુણવંતભાઈ, જયસુખભાઈ, અમુલખભાઈ, કલ્પના દીલીપભાઈ શાહના ભાભી. હીરેન ગુણવંતભાઈ, રાજીવ જયસુખભાઈ, ધર્મેશ અમુલખભાઈ, ધવલ અમુલખભાઈ, કાલીંદી પ્રતિક, સોનલ ભરત, નીલમ હરીન, જીગ્ના સમીર, અર્પિતા રોમનના કાકી. હીના હીરેન, ફોરમ રાજીવ, બેલા ધર્મેશ, જીનાલી ધવલના કાકીજી. નીધી, કાર્તિક, યશ તથા ત્વિષાના મામી. લૌકિક વહેવાર બંધ છે. એ/૨૦૩ રાજભવન સોસાયટી, એલ. ટી. રોડ, બોરીવલી વેસ્ટ.
કપોળ
મહુવાવાળા (હાલ કાંદીવલી) સ્વ. પ્રભાવતી વલ્લભદાસ અમૃતલાલ સંઘવીના પુત્ર દિલીપભાઈ (ઉં. વ. ૬૮), તે નયનાબેનના પતિ. પ્રિયાંક – શ્રુતિ અને રુચિ અંકિત વોરાના પિતા. હરેશ – સ્મિતા અને કાશ્મિરા દીપક ગાંધીના મોટાભાઈ. રાજુલાવાળા સ્વ. દેવયાનીબેન અનંતરાય ભગવાનદાસ દોશીના જમાઈ તા. ૨૬-૨-૨૪ના સોમવારે શ્રીજીશરણ પામ્યા છે. તેમની પ્રાર્થનાસભા ગુરુવાર તા. ૨૯-૨-૨૪ ના ૫ થી ૭. ઠઠ્ઠાઈ ભાટિયા વાડી, હોલ નં-૫, એસ.વી રોડ, નમહ હોસ્પિટલની સામે, કાંદીવલી (વેસ્ટ).
કપોળ
આંબારેલીવાળા હાલ બોરીવલી નવનીતલાલ મોહનલાલ મહેતા (ઉં. વ. ૮૪) તા. ૨૩-૨-૨૪ને શુક્રવારે શ્રીજીચરણ પામ્યા છે, તે લાભુબેનના પતિ. જગદીશ-જીજ્ઞા, બિમલ- જલ્પા અને જાગૃતિ જયેશ ચિતલીયાના પિતાશ્રી. તે સ્વ દમનભાઈ, ગમનભાઈ, મનસુખભાઈ, વિદ્યાબેન કાળીદાસ શાહ, મીનાબેન ગુણવંતરાય ચીતલીયાના ભાઈ. તે વૌઠાવાળા સ્વ ધીરજલાલ હરિલાલ શાહના જમાઈ. તે કૌકાવાળા સ્વ. જેઠાલાલ, સ્વ-દ્વારકાદાસ, સ્વ -ગુણવંતરાયના ભાણેજ, તેમની પ્રાર્થના સભા ગુરૂવાર તા. ૨૯-૨-૨૪ના ૪ થી ૬, શ્રી વર્ધમાન સ્થાનકવાસી જૈન સંઘ હોલ, એલ ટી રોડ, ડાયમંડ ટોકીઝની સામે, બોરીવલી વેસ્ટ.
ઘોઘારી દશા શ્રીમાળી વણિક
તળાજા (સરતાનપર) નિવાસી હાલ ઘાટકોપર, સ્વ. નવનીતભાઈ ગુલાબચંદ શાહના ધર્મપત્ની વીમળાબેન, (ઉં. વ. ૯૨) તા. ૨૬-૨-૨૪ના સોમવારના શ્રીજીચરણ પામેલ છે. તે મનીષભાઈ, અનીતાબેન, પ્રદિપભાઈ મહેતા, સ્વ. કામીનીબેન ધનેશભાઈ લાખાણીના માતુશ્રી. પ્રિતીબેનના સાસુ. વિવેક, આયુષીના દાદી પીન્કલ, કોમલ, ક્રિશ્માના નાની. આકોલા નિવાસી સ્વ. ચીમનભાઈ, સ્વ.ડાહ્યાભાઈ તથા અશ્ર્વીનભાઈ પારેખના બેન, તેમની પ્રાર્થનાસભા તા. ૨૯-૨-૨૪ના ગુરૂવારના પરમ કેશવ બાગ, નવરોજી લેન, ઘાટકોપર-વેસ્ટ, ૪ થી ૬.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button