ક્ષત્રિય સમાજનો ઈતિહાસ ને ગૌરવ પૂર્ણને રીતરિવાજ અદ્ભુત હોય છે
તસવીરની આરપાર -ભાટી એન.
ક્ષત્રિયએ હિન્દુ વર્ણાશ્રમ મુજબના ચાર વર્ણોમાંનો એક વર્ણ છે તે વેદ અને મનુસ્મૃતિમાં વર્ણવ્યા મુજબ પારંપારિક વૈદિક હિંદુ સમાજ વ્યવસ્થામાં રાજકર્તા યોદ્ધા અને રક્ષક તરીકેનું સ્થાન ધરાવે છે. શ્રીરામ, શ્રીકૃષ્ણ, શ્રીબુદ્ધ અને શ્રી મહાવીર આ બધા જ ક્ષત્રિય હતા. પ્રાચીન વૈદિક કાળનાં પ્રારંભમાં આ પદ વ્યક્તિના ગુણ, કર્મ અને સ્વભાવને અનુલક્ષીને પ્રાપ્ત થતું હતું શરૂઆતના વૈદિક સાહિત્યમાં નોંધ મળે છે. કે ત્યારે બ્રાહ્મણ, વૈશ્ય, અને શુદ્ર એ રીતે વર્ણાનુક્રમ ગોઠવાયેલો હતો ત્યારે વ્યક્તિગત કે પૂરેપૂરા સમાજોનું એક વર્ણમાંથી બીજા વર્ણમાં પ્રવિષ્ટ થવું તે સામાન્ય ઘટના ગણાતી ત્યારનાં શાસકોની સેવાનાં ફળરૂપે ક્ષત્રિયવર્ણમાં પ્રવેશ મળવો તે મોટું ઈનામ ગણાતું.
વડ વૃક્ષ તેની જમીનમાં પેશી અને થડ સમાન ગયેલ વડવાઈઓ સહિત વિશાળ જગ્યામાં ફેલાયેલા જાણે ક્ષત્રિયો સમાન ભાસે છે…! વડવાઈ એ વૃક્ષનું ક્ષાત્રતેજ છે અને ક્ષત્રિયો (માનવીઓમાં) ક્ષાત્રતેજ છે. જે રાજ્યને મજબૂત રાખે અને તેના દ્વારા તેને ટેકો મળે છે. જેમ વડવાઈ પોતાનાં અધોગામિ વિકાસ દ્વારા જમીનને મજબૂતીથી બાંધી રાખે છે. અને (તેના દ્વારા) વૃક્ષને ટેકો મળે છે. તેવી જ રીતે ક્ષત્રિયો સમાજના રક્ષકને રાજ કરતા હોય છે અને પ્રજા વત્સલ્ય રાજવી પોતાના શાસનકાળ દરમ્યાન મહેલો, મંદિરો, વાવ, તળાવ બનાવી સમાજમાં બેનમૂન છાપ છોડતા હોય છે. ક્ષત્રિય વર્ણની શાખાઓ આ પ્રમાણે છે. ચંદ્રવંશી, જે ચંદ્રનાં વંશજ ગણાય છે. સૂર્યવંશી, જે સૂર્યના એટલે રામચંદ્રના સીધા વંશજ ગણાય છે. (૧) સૂર્યવંશીઓ સૂર્યનાં વંશજ મનાય છે. તેઓ રામના, કે જેઓ સ્વયં સૂર્યવંશમાં જનમ્યા હતા, તે વંશજો મનાય છે…! (૨) ચંદ્રવંશી ક્ષત્રિયો ચંદ્રના વશંજો મનાય છે. યદુવંશી ચંદ્રવંશીની મુખ્ય પેટાશાખા છે. યદુવંશીઓ કૃષ્ણના વંશજો મનાય છે…! કે જેઓ પોતે ચંદ્રવંશમાં જન્મ્યા હતાં ઘણી ભારતીય જાતિઓ જેમ કે પંજાબ અને આસપાસની સૈની ભાટીકુળનાં રાજપૂત, મધ્ય પ્રદેશનાં જદાઉં રાજપૂત સમસ્ત ભારતનાં આહિર અને મથુરા તથા ભરતપુરના જાટ લોકો પણ પોતાને યદુવંશી માને છે. (૩) અગ્નિવંશીઓ અગ્નિના વંશજો મનાય છે. (૪) નાગવંશી કેટલીક ક્ષત્રિય જાતિઓ પોતાને નાગ (સર્યકૂળ)ના વંશજો માને છે તેથી તેઓ નાગવંશી કહેવાય છે. નૈયર અને જાટ જાતિનાં ચોક્કસ કુળો નાગવંશી માને છે. છોટા નાગપુરનાં શાસકો નાગવંશીઓ હતા. ક્ષત્રિય ધર્મ એ નિયમો જે ક્ષત્રિયો દ્વારા પોતાની જાતિ અને મોભાને જાળવવા માટે પાળવામાં આવે છે. આજે પણ તે નિયમો વધુ તાર્કિક અને વિકસિત સ્વરૂપે જોવા મળે છે. ક્ષત્રિયોનો આમ તો ઈતિહાસ લખવા બેશુતો આખો ગ્રંથ લખાય પણ સંક્ષિપ્ત આ જાણકારી છે. અહીં પ્રસ્તુત તસવીર મોરબી જિલ્લાના વાંકાનેરના કનકસિંહ રાયજાદાના સુપુત્ર ચિ. કુલદીપસિંહના લગ્ન તા. ૧૮/૨/૨૪નાં ક્ષત્રિય સમાજને છાજે તેમ ધામધૂમથી કરવામાં આવેલ આ તસવીરમાં ક્ષત્રિય સમાજના રીતરિવાજની ઝાંખી થાય છે.