પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી આપ્યું રાજીનામું
મુંબઈ/નવી દિલ્હીઃ રાજ્યસભાની ચૂંટણીના પરિણામોની જાહેરાત વચ્ચે મહારાષ્ટ્ર એનસીપીના દિગ્ગજ નેતાએ રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હોવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર જૂથની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાંથી રાજીનામું આપ્યું હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
અજિત પવાર જૂથના નેતા પ્રફુલ્લ પટેલે રાજ્યસભામાં પોતાના સભ્યપદ પરથી રાજીનામું આપ્યું છે. રાજ્યસભા સચિવાલય તરફથી જારી માહિતીમાં જણાવ્યું છે કે મહારાષ્ટ્ર રાજ્યના પ્રતિનિધિત્વ કરનારી રાજ્યસભા દ્વારા ચૂંટાયેલા સભ્ય પ્રફુલ્લ પટેલે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું છે.
પ્રફુલ્લ પટેલનું રાજીનામું સભાપતિ દ્વારા 27 ફેબ્રુઆરી, 20224ના રોજ સ્વીકારવામાં આવ્યું હતું. 20 ફેબ્રુઆરીના પ્રફુલ્લ પટેલ એનસીપીના ઉમેદવારની રીતે નિર્વિરોધ રાજ્યસભામાં બિનહરીફ ચૂંટાયા હતા.
રાજીનામું આપ્યા પછી પ્રફુલ્લ પટેલે સોશિયલ મીડિયા પર લખ્યું હતું કે 2024થી 2030 સુધીના કાર્યકળ માટે રાજ્યસભાના સાસંદ તરીકે મને ચૂંટવામાં આવ્યો હતો, તેથી હું 2030 સુધી ગૃહનો સભ્ય રહીશ. અહીં એ જણાવવાનું કે પ્રફુલ્લ પટેલ અજિત પવારના ખૂબ નજીકના માનવામાં આવે છે, જ્યારે અજિત પવારે કાકા શરદ પવાર સામે બળવો કર્યો તેમણે ભત્રીજા અજિત પવાર સાથે જવાનું નક્કી કર્યું હતું. હાલમાં પ્રફુલ્લ પટેલ એનસીપીના કાર્યકારી પ્રમુખ પણ છે, જ્યારે કેન્દ્ર સરકારમાં પણ મંત્રી રહી ચૂક્યા છે.